Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દરેકને પોતપોતાના સ્વભાવનું પણ ઐશ્વર્ય હોય છે.

સત્સંગ કરીને સ્વભાવ સુધારી શકાય છે,બાકી દુનિયાની કોઈ તાકાત સ્વભાવ બદલી શકતી નથી.

હું આટલા દિવસથી અહીં છું પણ ફેક વિડિયો ને જૂઠાણાઓવાયરલ કરીને મને બીજે દેખાડાઇ રહ્યો છે:મોરારિબાપુ.

પ્રભાવનો પણ દસકો હોય છે,પરંતુ પ્રભાવ કાયમી નથી;સ્વભાવ કાયમી હોય છે,શાશ્વત હોય છે.

રામકથા સ્વભાવ ઉપર કામ કરે છે.

પ્રભાવને ક્યારેય ઐશ્વર્ય ન સમજવું,સરળતા જ આપણું ઐશ્વર્ય છે.

ઋષ્યશૃંગ પહાડીઓ અને શૃંગી આશ્રમની છાયામાં વહી રહેલી રામકથાધારાનો પાંચમો દિવસ,ગઈકાલે વિશેષ સમય લઇને રામ જન્મ સુધીની કથાનું ગાન થયું હતું.શૃંગી ઋષિ વિશે હજી વધારે કહો એવા પ્રશ્નો આવે છે.અહીંહરણનાં શિંગ શૃંગી ઋષિ સાથે જોડાયેલા છે.

આપણે ત્યાં હરણનાશીંગડા અને સાપની કાંચળી બહુત પવિત્ર માનવામાં આવે છે.અભાવનુંએશ્વર્ય હોય એમ દરેકને પોતપોતાના સ્વભાવનું પણ ઐશ્વર્ય હોય છે.ઘણા એમ કહે કે તમારો સ્વભાવ સારો નથી તો સત્સંગ કરીને સ્વભાવ સુધારી શકાય છે.બાકી દુનિયાની કોઈ તાકાત સ્વભાવ બદલી શકતી નથી. પ્રભાવ આપણું ઐશ્વર્ય બની ગયું છે.જ્યાં ધન,પદ, પ્રતિષ્ઠા,કીર્તિ અને રૂપનો પ્રભાવ આપણને વધારે દેખાય છે.પ્રભાવનો પણ દસકો હોય છે,પરંતુ પ્રભાવ કાયમી નથી;સ્વભાવ કાયમી હોય છે,શાશ્વત હોય છે.રામકથા સ્વભાવ ઉપર કામ કરે છે. પ્રભાવને ક્યારેય ઐશ્વર્ય ન સમજવું,સરળતા જ આપણું ઐશ્વર્ય છે.

ગોસ્વામીજીએ કોને-કોને સાધુ કહ્યા એ પણ કહ્યું કે વેશધારી સાધુ પણ હોય તો પણ એની નિંદા ન કરવી જોઈએ.કોઈવેશનો,કોઈ વાણીનો,કોઈ શબ્દ,વકતવ્યનો સાધુ હોય.પણ જેની આંખો સબળ હોવા છતાં સજળ હોય.

સરલ સુભાઉ ન મન કુટીલાઈ;

જથા લાભ સંતોષ સદાઇ.

બાપુએ આજે જણાવ્યું કે ફેકવિડીયો અને અત્યાર ના આધુનિક ટેકનોલોજીનાં જમાનામાં સતત ટીકાઓ અને ખોટું દેખાડાઇ રહ્યું છે.હું આટલા દિવસથી અહીં કથામાં બેઠો છું અને એક જગ્યાએ મારો વીડીયોબતાવે છે કે જ્યાં હું કોઈ હોસ્પિટલમાં કોઈના ખબર અંતર પૂછું છું,કોઈનું સમાધાન કરાવુંછું.આ બધી જ ખોટી વાતો વાયરલ થઈ રહી છે. એવું ન કરો તો સારી વાત છે.

જે પરમાત્માથી વિભક્ત ન થયા હોય એને ભક્ત કહે છે.સત્ય પણ પરમાત્મા છે,પ્રેમ પણ પરમાત્મા છે અને કરુણા પણ પરમાત્મા છે.

રામકથા કે તેહિ અધિકારી;

જિનકે સત સંગતિ અતિ પ્યારી.

શૃંગી એટલે એવો શ્રેષ્ઠ ઋષિ જે તપ,સાધના અને એકાંતમાં શિખરસ્થ અને પાછું એના ઉપર પણ હરણનું શિંગ લાગી જાય. ન બ્રહ્મર્ષિ કે ન રાજર્ષિ બધાથીઆગળ.અહીંશ્વેતાશ્વેતરોપનિષદનો મંત્ર, જેના પર પરમ સાધુ વિષ્ણુદેવાનંદગિરિજીનીટીપ્પણી છે એ રજૂ કર્યો:

સમેશુચૌશર્કરાવિહિબહુબાલુકાવિવર્જિતે

શબ્દ જલાશયાદિભીમનોનકુલે ન તો

ચક્ષુપીડનેગુહાનિવાતસપર્ણેહીપ્રયોજેન.

શૃંગીનો આશ્રમ કેવો હતો?આ સૂત્રોથી આપણે સમજીએ.જ્યાં બહુ ઊંચાઈ પણ ન હોય ખૂબ નિચાઇ પણ ના હોય,સમાન ભૂમિ હોય.ચિતની ભૂમિકા પણ સમ હોય.પવિત્ર ભૂમિ હોય, કાંકરાઓથી મુક્ત જમીન હોય,વધારે રેતી ન હોય, વધારે કોલાહલ પણ ના હોય અને આજુબાજુ કોઈ પનઘટ ન હોય,મનને અનુકૂળ હોય એવો પવન હોય, આંખમાં બળતરા ન થતી હોય.વધારે પડતી હવા ન આવતી હોય.આવો આશ્રમ ત્યાં પ્રમાણ પણ લખ્યા છે.જેમાં કહ્યું છે કે સવાર-સવારમાં ધુમ્મસ અને ઝાકળ દેખાતું હોય.અર્ક એટલે કે સૂર્યનું દર્શન થાય. અનિલ એટલે વાયુ અને અનલ એટલે કે અગ્નિ પણ જોવા મળે.અને ખદ્યોત એટલે કે નક્ષત્રનું દર્શન પણ સહેલાઈથી થઈ જાય.કોઈ મોસમ ન હોય તો પણ વીજળીનો ચમકારો દેખાય.સ્ફટિકમય ઉજાસ હોય અને ચંદ્રની શીતળતા આવવા માંડે.આટલી વસ્તુ જ્યાં હોય એવો આશ્રમ-એ શૃંગીના આશ્રમ જેવો છે.

કથાપ્રવાહમાં નામકરણ,વિદ્યાસંસ્કાર,વિશ્વામિત્રનું આગમન અને રામનાં એક જ બાણથીતાડકાને નિર્વાણની કથાનું ગાન થયું.

==♦♦♦♦♦♦♦♦==

Related posts

શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે એકેડેમિયા: ટાઇમ્સ એજ્યુકેશન એક્સ્પો 2025નું ઉદ્ઘાટન કર્યું

truthofbharat

જિંદગી જીવવાની વાત કરતી ગુજરાતી ફિલ્મ ‘જલેબી રૉક્સ’નું ટ્રેલર લૉન્ચ

truthofbharat

યામાહા દ્વારા તેની ફ્લેગશિપ R15 સિરીઝ પર 70મી એનિવર્સરીની સ્પેશિયલ પ્રાઈસિંગ રજૂ કરાઈ

truthofbharat