Truth of Bharat
ગુજરાતબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

હવે પોપ કલ્ચર્સના લવર્સને મળશે અમદાવાદમાં “સાયકેડેલિક મ્યુઝિક”નો ટચ

31st પર સિટીમાં “સાયકેડેલિક નિયોન નાય” યંગસ્ટર્સને મ્યુઝિકના અલગ ઝોનમાં લઈ જશે

ગુજરાત, અમદાવાદ | ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ — હાલ સિટીમાં ક્રિસમસ નાતાલ અને 31st ડિસેમ્બર ન્યુ યર પાર્ટી સેલિબ્રેશનની તૈયારીઓ ચાલી રહી છે. ઘણા લોકો ખાસ સ્થળો પર ન્યુ યર પાર્ટી સેલિબ્રેટ કરવા માટે જતા હોય છે ત્યારે અમદાવાદમાં પણ ઘણા એવા સ્થળો છે જ્યાં તમે ન્યુ યર સેલિબ્રેશનને યાદગાર બનાવી શકો છો. જેમાં આ વખતે સિટીના વૈશ્નોદેવી સર્કલથી ઝુંડાલ રોડ પાસે વીનવીક્સ કેફે પર 31st ડિસેમ્બર પર એક અદભુત મ્યુઝિક શ્રૈણી  “સાયકેડેલિક મ્યુઝિક” સાંભળી શકશે.

તમને જણાવી દઈએે કે, 1966માં ઉભરી આવેલું, સાયકાડેલિક રોક એ વ્યાપક સાંસ્કૃતિક સંશોધનનો સાઉન્ડટ્રેક બન્યું હતુ. હિપ્પી ચળવળ શરૂઆતમાં યુનાઇટેડ સ્ટેટ્સના પશ્ચિમ કિનારા પર કેન્દ્રિત હતી , જ્યાં શરૂઆતના ગ્રેટફુલ ડેડ નવલકથાકારનું હાઉસ બેન્ડ હતું. કેન કેસીના એસિડ ટેસ્ટ મલ્ટીમીડિયા “હેપ્પનિંગ્સ”, સાયકાડેલિયા ટૂંક સમયમાં સાન ફ્રાન્સિસ્કો ખાડી વિસ્તારમાંથી દેશના બાકીના ભાગોમાં અને પછી યુરોપમાં ફેલાઈ ગયું. હાલ  “સાયકેડેલિક મ્યુઝિક” સમગ્ર વિશ્વના સંગીત પ્રેમીઓ સાંભળે છે. અને એમાંય ખાસ યુવાનો  “સાયકેડેલિક મ્યુઝિક”થી ખૂબ પ્રભાવીત છે. ત્યારે સિટીના યંગસ્ટર્સને થનગનાવા માટે “સાયકેડેલિક નિયોન નાય”  વીનવીક્સ કેફે પર 31st ડિસેમ્બર  “સાયકેડેલિક મ્યુઝિક” લાવી રહ્યાં છે જેને લઈને યુવાઓમાં એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

====♦♦♦♦====

 

Related posts

ફિલ્મ ‘કેસરી વીર’ ને મળી નવી રિલીઝ ડેટ, 16 મે ના રોજ રિલીઝ થશે ફિલ્મ

truthofbharat

તમારા ઘરની અંદરની હવાની ગુણવત્તા સુધારો: Amazon.in પર એર પ્યૉરિફાયર માટે ટોચની ડીલ્સ મેળવો

truthofbharat

અકાસા એર દ્વારા ચોથી વર્ષગાંઠ નિમિત્તે લોયલ્ટી પ્રોગ્રામ ‘અકાસા એલિવેટ’ શરૂ કરાયો

truthofbharat