અતિશય ગંભીર રહેવું એ બીમારી છે.
પ્રથમ શ્વાસ અને છેલ્લા શ્વાસની વચ્ચે વિશ્વાસ રાખવો જોઈએ.
અહીં ત્રણ પતિઓ-એક શ્રીપતિ,બીજા રમાપતિ અને ત્રીજા ભૂપતિ વિશે સંવાદ થશે.
કથા અમારા માટે હંમેશા ઉત્સવ છે.
લોર્ડ વેંકટેશ્વરનાં પર્યાવરણમાં તિરૂમલા મ્યુઝીયમ સામે-તિરૂપતિ ખાતે શનિવાર બપોરનાં રામકથાની ગૂંજ વહેતી થઇ.
આ રામકથાનાં મુખ્ય મનોરથીપ્રવિણભાઇતન્ના પરિવાર છે.કથાનાઆરંભે દીપ પ્રાગટ્ય અને પુરોહિતો દ્વારા વેદ ઋચાઓનું ગાયન તેમજ ગુરુજીએ શબ્દ ભાવ વ્યક્ત કર્યો.
શ્રીપતિ નીજ માયા તબપ્રેરી;
સુનહુ કઠિન કરનીતેહિ કેરી
રામ રમાપતિ કર ધનુ લેહૂ;
ખૈંચહુંમિટૈ મોર સંદેહૂ
-બાલકાંડ
ભૂમિ સપ્ત સાગર મેખલા;
એક ભૂપ રઘુપતિકોસલા.
-ઉત્તરકાંડ
આ પંક્તિઓનું ગાયન કરીને બાપુએ ભગવાન વેંકટેશ પ્રભુની કૃપા તેમજ અહીંના પવિત્ર દેવસ્થાનો અને વિવિધ મઠોમાંવિરાજીતદેવતાઓને પ્રણામ કરીને,પદ્માવતીજીનાંચરણોમાં પ્રણામ કરીને જણાવ્યું કે ૧૯૮૧ માં કથા કરી હતી ઘણા લાંબા સમય પછી અહીંયા આવ્યા છીએ ત્યારે વેંકટેશ ભગવાન અંત:ચક્ષુથી આપણને જોઈ રહ્યા છે.
કથાની ભૂમિકા બાબતો વાત કરતા કહ્યું કે અહીં ત્રણ પતિઓની વાત-એક શ્રીપતિ,બીજા રમાપતિ અને ત્રીજા ભૂપતિ વિશે આપણે સંવાદથીજોડાઈશું. રામચરિતમાનસમાં આમ તો અનેક પતિઓની વાત છે પણ પ્રધાન ત્રણ પતિઓ વિશેની વાત માટે ત્રણ પંક્તિઓ ઉઠાવેલી છે.
તેમાંથી એક પંક્તિ નારદજી જ્યારે ભગવાન પાસે રૂપની માગણી કરે છે એ વખતે ભગવાન તેમના પરમહિત વિશે વિચારે છે.બાપુએ કહ્યું કે અતિશય ગંભીર રહેવું એ બીમારી છે.પ્રથમ શ્વાસ અને છેલ્લા શ્વાસની વચ્ચે વિશ્વાસ રાખવો જોઈએ.પરશુરામ ભગવાન રામનાપ્રભાવને જાણીને તપ કરવા જાય છે ત્યાં રમાપત્તિ શબ્દનો ઉલ્લેખ થયો છે બંને પંક્તિ બાલકાંડમાંથીલેવાયેલી છે અને ઉત્તરકાંડમાંરામરાજ્યની સ્થાપના થઈ ત્યારે પરમાત્મા ભૂપતિ વિશેની પંક્તિનો તુલસીદાસજીએ ઉલ્લેખ કર્યો છે. અહીં તિરુમલામાંબ્રહ્મોત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે બાપુએ કહ્યું કે કથા પણ મારા માટે હંમેશા ઉત્સવ છે બાલકાંડ જન્મોત્સવ છે.અયોધ્યાકાંડપ્રેમોત્સવ છે. અરણ્યકાંડવનોત્સવછે.કિષ્કિંધા કાંડ મિત્રોત્સવછે.સુંદરકાંડશરણોત્સવછે.લંકાકાંડરણોત્સવ છે. અને ઉત્તરકાંડપરમોત્સવછે.આ રીતે સાત કાંડ એ સપ્ત ઉત્સવથી ભરેલા છે. ઉત્સવમાં શબ્દમાં ઉત્સનો અર્થ થાય છે-જળ અથવા તો પાણીનું સ્થાન.જ્યાં જળ હોય છે ત્યાં ઉત્સવ હોય છે.પછી એ આંખમાં હોય અથવા તો ઝરણું હોય કે વહેતી નદી હોય.
જ્યાં સત્ય હોય ત્યાં અભય હશે,જ્યાં કરુણા હશે ત્યાં અહિંસા હશે,જ્યાં પ્રેમ હશે ત્યાં ત્યાગ હશે એવું હું કહેતો રહેતો હોઉં છું.
રામચરિત માનસ ગ્રંથ માહાત્મ્ય વિશેની વાત કરતા મંગલાચરણમાં સાત કાંડ,સાત સોપાન,તેમજ પ્રથમ સોપાન બાલકાંડના સાત મંત્રો અને તેની વંદના પ્રકરણની વાત લઇને વિવિધ વંદનાઓ કરતા ગુરુવંદના તેમજ હનુમંતવંદના સુધીની વાતનો સંવાદ કરી અને આજની કથાને વિરામ આપવામાં આવ્યો.
===========
