Truth of Bharat
ગુજરાતઢોલીવૂડબિઝનેસમનોરંજનરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતી ફિલ્મ લાલો “કૃષ્ણ સદાય સહાયતે”ની સ્ટારકાસ્ટ સખીયા સ્કિન ક્લિનિકની મુલાકાતે

હિટ ફિલ્મની ટીમે ક્લિનિકની સુવિધાઓની કરી પ્રશંસા, સખીયા સ્કિન ક્લિનિક દેશની પહેલી IPO લાવનાર સ્કિન ક્લિનિક બનવા તરફ આગળ વધી રહ્યું છે

ગુજરાત, અમદાવાદ | ૨૩ નવેમ્બર ૨૦૨૫ — અમદાવાદમાં આજે ગુજરાતી સુપર હિટ ફિલ્મ લાલો “કૃષ્ણ સદાય સહાયતે”ની સ્ટારકાસ્ટે સખીયા સ્કિન ક્લિનિકની મુલાકાત લીધી હતી. ફિલ્મના ડિરેક્ટર અંકિત સખીયા ઉપરાંત અભિનેતા કરણ જોશી, રીવા રાછ અને શ્રૃહદ ગોસ્વામી પણ આ મુલાકાતમાં જોડાયા હતા.

સેટેલાઇટ વિસ્તારમાં શિવરંજની ક્રોસ રોડ પાસે આવેલા શીતલ વર્ષા–5 ખાતે સ્થિત સખીયા સ્કિન ક્લિનિકના સ્ટાફ દ્વારા આખી ટીમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સ્ટારકાસ્ટે રિસેપ્શન પરથી ક્લિનિકના વિવિધ વિભાગોની મુલાકાત લીધી અને ડૉક્ટર્સ સાથે સંવાદ કર્યો હતો. ટીમને ક્લિનિકની નવીનતમ ટેકનોલોજી અને સુવિધાઓ વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી. સ્ટારકાસ્ટે પૂછેલા તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબ અનુભવી ડર્મેટોલોજિસ્ટ્સની ટીમે આપ્યા હતા.

ઉલ્લેખનિય છે કે દેશભરમાં 40 થી વધુ શાખાઓ ધરાવતી અને 6 લાખથી વધુ દર્દીઓને ઉપચાર આપનાર સખીયા સ્કિન ક્લિનિક હવે ભારતમાં પહેલી વાર IPO લઈ આવતું સ્કિન સેન્ટર બનવા જઈ રહ્યું છે. US FDA દ્વારા માન્ય ટેકનોલોજી અને નિષ્ણાત ડોકટરોના માર્ગદર્શન સાથે ક્લિનિકે 27 વર્ષમાં વિશ્વાસનો મજબૂત આધાર ઉભો કર્યો છે.

સખીયા સ્કિન ક્લિનિકમાં એક જ છત હેઠળ સ્કીન ગ્લો, હેર લોસ ટ્રીટમેન્ટ, પ્રિ-બ્રાઇડલ, લેઝર હેર રિમૂવલ, ડર્મેટો સર્જરી, એન્ટી-એજિંગ તથા એક્ને–સ્કાર ટ્રીટમેન્ટ જેવી સંપૂર્ણ સેવાઓ ઉપલબ્ધ છે.

આ ઉપરાંત પી.જે. સખીયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં ત્વચા સંબંધિત રોગોના નિઃશુલ્ક ઉપચાર કેમ્પ પણ નિયમિત આયોજન થાય છે, જેને કારણે હજારો લોકોને સારવાર સુલભ બની રહી છે.

==========

Related posts

બીએનઆઈ અમદાવાદે વિવિધ આકર્ષક એક્ટિવિટિસ દ્વારા ‘બોસ વુમન’ ની શાનદાર ઉજવણી કરી

truthofbharat

આલિયા ભટ્ટ Levi’s®માં ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાઇ છે, ફિટ અને ફેશનના નવા યુગની શરૂઆત કરી

truthofbharat

મહાકુંભની ઉજવણીઃ કોકા-કોલા ઈન્ડિયાનું રિફ્રેશમેન્ટ, હેતુ અને સામાજિક પ્રભાવનું સંમિશ્રણ

truthofbharat