Truth of Bharat
અવેરનેસગુજરાતરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇનહેલ્થકેર

ભગવાનશ્રી સ્વામિનારાયણના સ્વ હસ્તે લિખિત શિક્ષાપત્રીની ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થયાના અવસરે કલોલ(જી.ગાંધીનગર) ની જનતા માટે પી.એસ.એમ હોસ્પિટલ ની ખાસ ભેટ

સળંગ એક માસ સુધી વિનામૂલ્યે સ્પેશ્યાલિટી તથા સુપરસ્પેશ્યાલિટી સારવાર અપાશે.

  • તાજેતરમાં ભગવાનશ્રી સ્વામિનારાયણના સ્વ હસ્તે લિખિત શિક્ષાપત્રીની ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થયેલ છે.
  • આ પાવન પ્રસંગે પી.એસ.એમ. હોસ્પિટલ કલોલ, જી ગાંધીનગર દ્વારા એક સ્તુત્ય અભિયાન હાથ ધરાયેલ છે, જે અંતર્ગત આ હોસ્પિટલ ખાતે સારવાર માટે આવનાર તમામ દર્દીઓને જુદા જુદા પ્રકારની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે, જેમાં સામાન્ય ઓ.પી.ડી કન્સલ્ટેશન થી લઈને લેબ તપાસ, એકસ-રે, ઈ.સી.જી, એમ્બ્યુલન્સ વગેરેનો સમાવેશ થશે. જેની વધુ વિગતો નીચે મુજબ છે.

  • વિનામૂલ્યે સેવાઓ
.પી.ડી. દર્દીઓમાટે દાખલ દર્દીઓ માટે
1. સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સ દ્વારા કન્સલ્ટેશન (નિદાન) 1. હોસ્પિટલ ચાર્જ / વોર્ડ-બેડ ચાર્જ
2. લેબ તપાસ (બ્લડ સુગર, હિમોગ્લોબિન તથા બ્લડ કાઉન્ટ) 2. તમામ પ્રકારના બ્લડ ટેસ્ટ
3. ઇ.સી.જી. 3. એક્સ-રે
4. યુરિન તપાસ 4. જમવાની સુવિધા
5. નિયત કરેલી દવાઓ 5. સર્જન ચાર્જ / ફી
6. આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ, એમ્બ્યુલન્સ સેવાઓ (50 કિ.મી. સુધી) 6. બહેનો માટે પ્રસૂતિ સેવાઓ (નોર્મલ ડિલિવરી)
7. મોતિયાનું ઓપરેશન (લેન્સ સાથે)
8. તમામ પ્રકારના તાવ, ડાયાબિટીસ, બી.પી., હૃદય રોગ, બાળરોગોની મેડિકલ સારવાર
9.ચામડીના રોગો અને માનસિક રોગોની સારવાર

 

  • તદઉપરાંત નીચે મુજબ ની વિશિસ્ટ સેવાઓ અત્યંત ઓછા દરે આપવામાં આવશે.
1. તમામ પ્રકારના ઓપરેશન/સર્જરીઓ માટે દવાઓ તથા ઈમ્પ્લાન્ટ 2. બહેનો માટે સિઝેરીયન ડિલવરી માત્ર રૂ. 5000/-
3. ગર્ભાશયની કોથળી કઢાવવાનું ઓપરેશન – રૂ. 10,000/- 4. સોનોગ્રાફી રૂ. 100/-, સી.ટી. સ્કેન – રૂ. 1200/-, એમ.આર.આઈ – રૂ. 2500/-
5. 2D- ઇકો (હૃદયની સોનોગ્રાફી) – રૂ. 500/- 6. આઈ.સી.યુ.માં સઘન સારવાર/ ક્રિટિકલ કેર
7. બાળકો/શિશુઓ માટે કાચની પેટી દ્વારા સારવાર તથા સઘન સારવાર 8. તમામ દવાઓમાં 20% રાહત
9. એમ્બ્યુલન્સ/આઈ.સી.યુ. ઓન વ્હીલ સેવા

 

  • ઉપરોક્ત તમામ સેવાઓ સ્વામિનારાયણ મેડિકલ કોલેજ તથા પી.એસ.એમ હોસ્પિટલના નિષ્ણાંત તથા અનુભવી ડૉક્ટરોની ટીમ દ્વારા આપવામાં આવશે.
  • આ હોસ્પિટલ ખાતે સમગ્ર વર્ષ દરમિયાન આયુષમાન કાર્ડ ધારકો માટે તમામ સારવાર ઉપલબદ્ધ છે. અને આયુષમાન કાર્ડ કઢાવવા માટે ઉચિત સહકાર આપવામાં આવે છે.
  • સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ તથા સ્વામિનારાયણ યુનિવર્સિટી પ્રમુખ શાસ્ત્રી સ્વામી શ્રી પ્રેમસ્વરૂપદાસજી ના જણાવ્યા મુજબ આ અભિયાનથી જરૂરિયાતમંદ દર્દીઓની સેવાના ભગવાન સ્વામિનારાયણના મંત્રને ચરિતાર્થ કરવાના ધ્યેયને બળ મળશે.

Related posts

પર્યુષણ પર્વમાં પ્રથમ વખત માસક્ષમણ કરનારા તપસ્વી પ્રેક્ષાબેન શાહ

truthofbharat

HCG હોસ્પિટલ, રાજકોટ ખાતે વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર ચેમ્પિયન્સ માટે સૌપ્રથમ વાર પિકલબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું

truthofbharat

સિસિલિયન ગેમ્સ 2024-25 એક ગ્રાન્ડ કાર્નિવલ સાથે અદભૂત સમાપન પર આવી

truthofbharat