Truth of Bharat
ગુજરાતભારત સરકારમોટીવેશનરાષ્ટ્રીયસાંસ્કૃતિક કાર્યક્રમહેડલાઇન

કારગીલમાં શહિદ થયેલા વીરોને મ્યુઝિકલી ટ્રીબ્યુટ આપવામાં આવી

ઓપરેશન સિંદુર બાદ પહેલી વખત સિટીમાં સુર થકી વીરોને સલામી આપવામાં આવી


ગુજરાત, અમદાવાદ | ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૫: હંમેશા દેશની સેવામાં લાગેલા વીર જવાનો દેશમાં થતી કોઈ પણ ઉથલ પાથલમાં આગળ આવી દેશના નાગરીકોની રક્ષા કરતા હોય છે. તો સરહદ પણ તણાવ થતા ક્યારેક દેશના વીરો પોતાની જાન પણ દેશ માટે ગુમાવી દેતા હોય છે. ભારતમાં થયેલ “કારગીલ વોર” હોય કે “ઓપરેશન સિંદુર” દેશના જવાનો કોઈપણ પરિસ્થિતિમાં દેશને આંચ પણ આવવા દેતા નથી જોકે, આપણા વીરો સરહદ પર લડતા લડતા પોતાનો જીવ પણ આપી દે છે. ત્યારે આ તમામ ઘટનાઓમાં શહિદ થયેલા વીરોને સુરો દ્વારા સલામી આપવા માટે આજે શહેરના પંડિત દિનદયાલ ઉપાધ્યાય ઓડિટોરીયમ ખાતે “વીર નારી, વીર માતા”, “સિંદુર કી લાજ, અને કારગીલ કી આગ” જેવા સ્લોગન સાથે દેશના શહીદો માટે રાષ્ટ્રભક્તિના ગીતોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ “સુપ્રા બિઝ એડ્સ અને ઈવેન્ટ્સ પ્રાઈવેટ લિમીટેડ” ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં કારગીલ વોર, ઓપરેશન સિંદુર કે, બોર્ડર પર શહિદ થયેલા વીરજવાનોના કુલ 16 જેટલા પરિવારોને બોલાવી તેમનું સન્માન કરીને 51 હજારનું ડોનેશન પણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શહિદોના પરિવારોને સન્માનિત કરાયા બાદ 1 કલાક સુધી શહિદોને સુર થકી “એસપ્રેસો” બેન્ડના કલાકારો દ્વારા સ્વરાંજલી અર્પણ કરવામાં આવી હતી.

Related posts

વાધવાણી ફાઉન્ડેશનએ ઇનોવેશન આધારિત વૃદ્ધિને વેગ આપવા માટે ગુજરાતમાં ઝીરો-કોસ્ટ, ઝીરો-ઇક્વિટી એન્ટરપ્રિન્યોરશિપ પ્રોગ્રામ્સનો વિસ્તાર કર્યો

truthofbharat

ડેઝર્વે સીરીઝ C ફંડિંગમાં રૂ.350 કરોડ એકત્ર કર્યા

truthofbharat

સાયકનોટેક એજ્યુકેશન ફાઉન્ડેશન સાયકનોફેસ્ટ 2025નું આયોજન કરવા માટે તૈયાર

truthofbharat