Truth of Bharat
ગુજરાતટુરિઝમબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

TV9 ના સહયોગથી આઇકૉનિક 2025 ટુરિઝમ સમિટ સ્વપ્નદ્રષ્ટા અને લીડર્સને એકસાથે લાવશે

નવી દિલ્હી | ૨૫ ઓગસ્ટ ૨૦૨૫ – રેડહાટ કોમ્યુનિકેશન્સ દ્વારા TV9 નેટવર્કના સહયોગથી આયોજિત આઇકૉનિક ટુરિઝમ સમિટ 2025, નવી દિલ્હીના ITC મૌર્ય ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઇ. આખો દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત પૉલિસી મેકર્સ, ડિપ્લોમેટસ, ઇન્ડસ્ટ્રીઝ લીડર્સ, ઇનોવેટર્સ અને કલ્ચરલ એમ્બેડેર્સે ભારતના ટુરિઝમ ભવિષ્ય પર ચર્ચા કરી અને પ્રતિષ્ઠિત આઇકૉનિક એવોર્ડ્સ 2025માં શ્રેષ્ઠતાની ઉજવણી કરવા માટે એકત્ર થયા હતા.

સવારના કોન્ક્લેવનો વિષય “ઇનોવેશન, ટ્રાન્સફોર્મેશન અને ઇમ્પેક્ટ” હતો, જેમાં “ઇન્ફ્લુએન્સિંગ ઇટિનરેરીઝ: ધ કન્ટેન્ટ એન્જિન ફોર ટુરિઝમ ટુડે”, “દેખો અપના દેશ” અને “ક્રિએટિંગ આઇકોનિક ટુરિઝમ એક્સપિરિયન્સ” જેવા જ્ઞાનવર્ધક સેશન હતા. પ્રખ્યાત વક્તાઓમાં નિહારિકા રાય, IAS, સચિવ અને કમિશનર ટુરિઝમ, દિલ્હી સરકાર; રાજેશ માગો, સહ-સ્થાપક અને ગ્રુપ સીઇઓ, મેકમાયટ્રિપ; મુગ્ધા સિંહા, મેનેજિંગ ડિરેક્ટર, ITDC; શ્રીજી હુઝુર ડૉ. લક્ષ્યરાજ સિંહ મેવાડ, ઉદયપુરના રાજા; સંદીપ દ્વિવેદી, મેનેજિંગ ડિરેક્ટર – ભારત અને ઉપખંડ, અમાડિયસ; અંશુલ સેઠી, હેડ ઓફ સેલ્સ – ઇન્ડિયા, ઇન્ડિગો; અને યુમ્મી તલવાર, સીઇઓ – દક્ષિણ એશિયા, VFS ગ્લોબલનો સમાવેશ થાય છે.

સાંજે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત મુખ્ય મેહમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તદઉપરાંત નીતિ આયોગના ભૂતપૂર્વ સીઈઓ અને G20 શેરપા અમિતાભ કાંત; જ્યોત્સના સુરી (ચેરમેન અને એમડી, લલિત હોસ્પિટાલિટી ગ્રુપ), ઇશિકા તનેજા (આધ્યાત્મિક લીડર્સ અને મિસ વર્લ્ડ ટુરિઝમ ઇન્ડિયા 2018), મનોજ અદલખા (સ્થાપક અને સીઈઓ, રેડબેરીલ લાઇફસ્ટાઇલ સર્વિસીસ), સુમન બિલ્લા (એડિશનલ સેક્રેટરી અને ડાયરેક્ટર જનરલ, ટુરિઝમ મંત્રાલય), સંદીપ મારવાહ (ચાન્સેલર, AAFT) સહિતના પ્રતિષ્ઠિત વક્તાઓ પેનલ ડિસ્કશનમાં સામેલ થયા હતા.

પુરસ્કારો માટે પ્રખ્યાત જ્યુરીમાં વિનોદ કુમાર દુગ્ગલ (મણિપુર અને મિઝોરમના ભૂતપૂર્વ રાજ્યપાલ), શાઝિયા ઇલ્મી (રાષ્ટ્રીય પ્રવક્તા, ભાજપ), રાજીવ તલવાર (ભૂતપૂર્વ સીઈઓ અને ચેરમેન, ડીએલએફ), પરિણીતા સેઠી (મુખ્ય સંપાદક, ગ્લોબલ સ્પા ઇન્ડિયા, મિડલ ઇસ્ટ અને પીકલાઇફ), નકુલ આનંદ (ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, આઇટીસી લિમિટેડ), મધુ જૈન (ક્રાફ્ટ રિવાઇવલિસ્ટ), કપિલ કૌલ (સીઈઓ અને ડિરેક્ટર, CAPA સાઉથ એશિયા), જેકબ મેથ્યુ (કો-ઓર્ડિનેટિંગ એડિટર, TV9), દિલીપ ચેરિયન (સ્થાપક, પરફેક્ટ રિલેશન્સ), બલબીર માયલ (નિર્દેશક, ન્યૂ એરવેઝ પ્રાઇવેટ લિમિટેડ), અશ્વિની લોહાની (ભૂતપૂર્વ ચેરમેન, રેલ્વે બોર્ડ અને એર ઇન્ડિયા), અને અરવિંદ સિંહ (ભૂતપૂર્વ પર્યટન સચિવ અને ચેરમેન, AAI)નો સમાવેશ થાય છે.

પુરસ્કારો મેળવનારાઓને તેમના સંબંધિત ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન અને નોંધપાત્ર સિદ્ધિઓને માન્યતા આપતા પ્રતિષ્ઠિત લીડર્સ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

BLS ઇન્ટરનેશનલ સર્વિસીસ લિમિટેડ, GRN કનેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, લિંકઇન REP પ્રાઇવેટ લિમિટેડ, ALPCORD નેટવર્ક ટ્રાવેલ એન્ડ કોન્ફરન્સિંગ અને ACCOR હોટેલ્સ એવોર્ડ્સના પ્રતિષ્ઠિત વિજેતાઓમાં સામેલ હતા. શ્રી જી હુઝુર ડૉ. લક્ષ્યરાજ સિંહને હેરિટેજના રાજા તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે ટ્રેવ એન ટુર્સ ઇન્ટરનેશનલ, આઇ લવ જાપાન અને બર્ડ ગ્રુપને પણ તેમના યોગદાન માટે માન્યતા આપવામાં આવી હતી. માઇનોર હોટેલ્સ, ટ્રેવસ્ટાર્ઝ હોલિડેઝ એન્ડ ડેસ્ટિનેશન પ્રાઇવેટ લિમિટેડ, આઉટબાઉન્ડ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ, ટ્રેવબુલ્ઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને એર IQ એ ટ્રાવેલ, ટુરિઝમ અને હોસ્પિટાલિટી ક્ષેત્રોમાં શ્રેષ્ઠતાની ઉજવણી કરતા સિદ્ધિઓ પ્રાપ્ત કરનારાઓની યાદીમાં પોતાનું નામ જોડયું.

સાંજે ભવ્ય આઇકૉનિક એવોર્ડ સમારોહ યોજાયો હતો, જ્યાં પ્રખ્યાત બ્રાન્ડ્સ અને વ્યક્તિઓને તેમની શ્રેષ્ઠતા અને યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇન્ડિગો, એમિરેટ્સ, ઓબેરોય હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, ITC હોટેલ્સ લિમિટેડ અને સરોવર હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ પ્રખ્યાત વિજેતાઓમાં સામેલ હતા.

રેડિકો ખૈતાન દ્વારા કાશ્મીરને 2025ના લક્ઝરી વોડકા તરીકે માન્યતા આપવામાં આવી હતી, જ્યારે જ્યોર્જિયા – થિંક સ્ટ્રોબેરીઝ અને ક્લાસિક ડેસ્ટિનેશન્સ શ્રીલંકાને અગ્રણી આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. VFS અને Amadeus India ને પણ ઉદ્યોગમાં તેમની પ્રભાવશાળી ભૂમિકાઓ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. રેડબેરીલ લાઇફસ્ટાઇલ સર્વિસીસ અને ઇન્ટરગ્લોબ એર ટ્રાન્સપોર્ટ લિમિટેડને પ્રતિષ્ઠિત લીડર્સ વિનય મલ્હોત્રા, મીના ભાટિયા, રાજદેવ ભટ્ટાચાર્ય અને શ્રી રાજેશ માગોવની સાથે પ્રશંસા મળી હતી. સાંજે શ્રીમતી રાધિકા ચોપરા, ડૉ. નવીના જાફાહ, ડૉ. રૂબી માખીજા, ડૉ. વિવેક નાંગિયા અને શ્રીમતી કવિતા ભારતીયા સહિત સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રતિષ્ઠકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેનાથી આ કાર્યક્રમ વૈશ્વિક શ્રેષ્ઠતા અને નવીનતાનો એક સાચો ઉત્સવ બન્યો હતો.

આ કાર્યક્રમમાં કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

રેડહાટ કોમ્યુનિકેશન્સના સીઈઓ અને ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સ્કીલ કાઉન્સિલના અધ્યક્ષ શ્રીમતી જ્યોતિ માયાલ: “આઇકૉનિક 2025 એ માત્ર એક ઇવેન્ટ નથી, તે એક સામૂહિક મુવમેન્ટ છે જે પ્રવાસન અને હોસ્પિટાલિટીના ભવિષ્યને આકાર આપવા માટે ઉદ્યોગ લીડર્સ, ઇનોવેટર્સ અને પૉલિસી મેકર્સને એકસાથે લાવે છે.”

આ ભાવનાને દોહરાવતા, TV9 નેટવર્કના ચીફ ગ્રોથ ઓફિસર રક્તિમ દાસે ઉમેર્યું: “અમને આઇકૉનિક 2025 માટે રેડહાટ કોમ્યુનિકેશન્સ સાથે ભાગીદારી કરવા પર ગર્વ છે. TV9 પર અમે શક્તિશાળી વાર્તાઓને વિસ્તૃત કરવામાં માનીએ છીએ અને આ સમિટ પ્રવાસન ક્ષેત્રમાં નવીનતા અને સહયોગની ભાવનાનું ઉદાહરણ છે.”

સવારના સેશન અને સાંજે ભવ્ય પુરસ્કાર સમારોહ સાથે આઇકૉનિક 2025 એ ભારતના સૌથી પ્રભાવશાળી પ્લેટફોર્મ તરીકે પોતાને મજબૂતીથી સ્થાપિત કર્યું છે જ્યાં વિચારો તકોનો સામનો કરે છે અને શ્રેષ્ઠતાને વૈશ્વિક મંચ પર માન્યતા આપવામાં આવે છે.

Related posts

ન્યુટન સ્કૂલ ઓફ ટેકનોલોજીએ એઆઈ, રોબોટિક્સ અને ઉદ્યોગસાહસિકતામાં ફ્યુચર લીડર્સને પોષવા બેંગાલુરુ કેમ્પસનો પ્રારંભ કર્યો

truthofbharat

ટાટા મોટર્સે એપ્રિલ 2025થી કોમર્શિયલ વાહનોના ભાવમાં વધારાની જાહેરાત કરી

truthofbharat

ઈંતેજારી ખતમ! બાલવીરનો આગામી અધ્યાયથી શરૂ થશે, જે ખાસ સોની લાઈવ પરથી પ્રસારિત થશે!

truthofbharat