Truth of Bharat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ડિફેન્ડર ઓક્ટા બ્લેક: ધ ટફ લક્ઝરી 4X4 રોક સ્ટાર

  • બોલ્ડ એટીટ્યુડ: ડિફેન્ડર ઓક્ટા બ્લેક એ અણનમ ડિફેન્ડર ફ્લેગશિપનું એક ઓલ-બ્લેક વર્ઝન છે, જે અત્યાધિક ઓલ-ટેરેન પ્રદર્શનને વધુ બોલ્ડ દેખાવ સાથે જોડે છે.
  • વ્યક્તિગત વિગત: 30થી વધુ એક્ટિરિયર એલિમેન્ટસને ગ્લોસ બ્લેક અથવા સેટીન બ્લેક કલરમાં તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં વ્હીલ અને પેઇન્ટ ફિનિશ ઓપ્શન ગ્રાહકોને OCTA બ્લેકને વધુ વ્યક્તિગત બનાવવામાં સક્ષમ બનાવે છે.
  • ટફ લક્ઝરી: એબોની સેમી-એનિલિન લેધર અને ક્વાડ્રેટ™ ઇન્ટિરિયર પહેલી વખત ડિફેન્ડરમાં ઓફર કરવામાં આવ્યું છે. મુલાયમ અને સ્પર્શેન્દ્રિય ફિનિશમાં એકસક્લુઝિવ પર્ફોરેશન પેટર્ન અને સ્ટિચિંગ ડિટેલ સામેલ છે.
  • હાઇ-પર્ફોર્મન્સ હીરો: ડિફેન્ડર OCTA એ અત્યાર સુધીનો સૌથી મજબૂત, સૌથી સક્ષમ ડિફેન્ડર છે, જેમાં 635PS ટ્વીન ટર્બો માઇલ્ડ-હાઇબ્રિડ V8 પાવર, 6D ડાયનેમિક્સ સસ્પેન્શન અને OCTA મોડ છે.
  • રોક ‘એન’ રોલ સ્ટાર: ડિફેન્ડર ઓએસિસ લાઈવ ’25 ના સત્તાવાર ઓટોમોટિવ પાર્ટનર છે, જે બ્રિટિશ બેન્ડને તેમના લાંબા સમયથી રાહ જોવાતા વૈશ્વિક પ્રવાસ પર લઈ જાય છે, જે આજથી શરૂ થાય છે.
  • વધુ જાણો: www.landrover.com/defender પર સમગ્ર ડિફેન્ડરની રેન્જ જુઓ અને કૉન્ફિગર કરો

૦૪ જુલાઈ ૨૦૨૫: ડિફેન્ડર ઓકટા, જે ઓન અને ઓફ-રોડ પર પણ પર્ફોર્મન્સનું માસ્ટર છે, એક નવો અને વધુ સાહસિક દ્રષ્ટિકોણ ધરાવે છે: ડિફેન્ડર OCTA બ્લેક.

હાઇ-પર્ફોર્મન્સવાળી 4×4 હીરો માટે એકસટેન્સિવ બ્લેક ડિટેલિંગ ડિફેન્ડર પરિવારમાં સૌથી મજબૂત, સૌથી સક્ષમ અને સૌથી વૈભવી મોડેલને વધુ ઉદેશપૂર્ણ હાજરી અને વધુ લક્ઝરી પ્રદાન કરે છે.

આ પરિવર્તનના ભાગ રૂપે 30 જેટલા એક્સટિરિયર એલિમેન્ટસને બ્લેક કલરનું ફિનિશંગ કરાયું છે. ડિફેન્ડર ઓક્ટા બ્લેક ને નાર્વિક બ્લેક કલરમાં તૈયાર કરાઈ છે: જે ડિફેન્ડર પેઇન્ટ પેલેટમાં સૌથી વાસ્તવિક બ્લેક કલર. નાર્વિક બ્લેક સ્ટાન્ડર્ડ તરીકે ગ્લોસ ફિનિશ સાથે ઘેરા કલરનો છે, પરંતુ ગ્રાહકો વૈકલ્પિક મેટ પ્રોટેક્ટિવ ફિલ્મ પસંદ કરીને તેમના ઓક્ટા બ્લેકના એક્સટિરિયર ભાગને પર્સનલાઈઝ કરી શકે છે.

ફ્રન્ટ અંડરશીલ્ડ અને રિયર સ્કફ પ્લેટ્સને સેટીન બ્લેક પાવડર કોટમાં ફિનિશ કરવામાં આવી છે, જેમાં સેટીન બ્લેક કલરમાં એક્સપોઝ્ડ રિકવરી આઈઝ છે, જ્યારે ફ્રન્ટમાં ગ્લોસ બ્લેક ટો આઈ કવર અને રિયરમાં ગ્લોસ બ્લેક ક્વાડ એક્ઝોસ્ટ ટિપ્સ કોન્ટ્રાસ્ટિંગ ફિનિશ પ્રદાન કરે છે. ગ્રિલ પર લેન્ડ રોવર ઓવલ ડાર્ક સિલ્વર સ્ક્રિપ્ટની સાથે બ્લેક છે. એટલે સુધી કે અંડરબોડી એલિમેન્ટ્સમાં પણ ગ્લોસ અથવા સેટીન બ્લેક ફિનિશ છે, જેમાં એક્ઝોસ્ટ સાયલેન્સર અને સેન્ટર બોક્સ માટે કવર અને ઓપ્શનલ ઇલેક્ટ્રિકલી ડિપ્લોયેબલ ટોબાર1નો સમાવેશ થાય છે.

20-ઇંચના ફોર્જ્ડ વ્હીલ્સ અથવા 22-ઇંચના ગ્લોસ બ્લેક વ્હીલ્સનો વિકલ્પ ઉપલબ્ધ છે, જેમાં બ્લેક સેન્ટર કેપ અને શેડો એટલાસ ડિફેન્ડર સ્ક્રિપ્ટ છે, જ્યારે ગ્લોસ બ્લેક બ્રેક કેલિપર્સમાં કોન્ટ્રાસ્ટિંગ સેન્ટિએન્ટ સિલ્વર સ્ક્રિપ્ટ છે.
ડ્રામેટિકલી ડાર્ક એક્સટિરિયરના ભાગને પૂરક બનાવવા માટે, ડિફેન્ડર OCTA બ્લેકનું ઇન્ટિરિયર ટફ લકઝરીને એક નવા સ્તર પર લઈ જાય છે. KvadratTM સાથે એબોની સેમી-એનિલિન લેધરને પ્રથમ વખત ડિફેન્ડરમાં રજૂ કરવામાં આવ્યું છે, જે પર્ફોર્મન્સ સીટ્સમાં નરમ અને સ્પર્શેન્દ્રિય ફિનિશ આપે છે. તેમાં સીટ્સ પર પર્ફોરેશન પેટર્નની સુવિઘા છે, બેકરેસ્ટ પર નવી સ્ટિચિંગ ડિટેલની સાથે, જ્યારે સીટ બેક અને આર્મરેસ્ટ હિન્જ્સ કાર્પેથિયન ગ્રે કલરમાં ફિનિશ કરવામાં આવ્યા છે – દરેક એલિમેન્ટસને બોલ્ડ ફિનિશ આપે છે.

ડેશબોર્ડ પર, ક્રોસ કાર બીમને સેટીન બ્લેક પાવડર કોટમાં તૈયાર કરાયા છે, જ્યારે ઇન્ટિરિયર વિગતો માટે ઓપ્શનલ ચોપ્ડ કાર્બન ફાઇબર ફિનિશને પસંદ કરી શકાય છે – જે ટફ લકઝરીનું પ્રતિક છે.

ડિફેન્ડરના મેનેજિંગ ડિરેક્ટર માર્ક કેમરોને જણાવ્યું હતું કે: “ડિફેન્ડર OCTA ની હાજરી અને ઉદ્દેશને કોઈ નકારી શકે નહીં: તે સૌથી લાંબો અને સૌથી પહોળો ડિફેન્ડર છે, જે તેને સૌથી કઠિન ભૂપ્રદેશનો સામનો કરવામાં સક્ષમ બનાવે છે.
ડિફેન્ડર ઓક્ટા બ્લેકની શરૂઆતે વસ્તુઓને એક સ્તર ઉપર લઈ જાય છે. અમે જાણીએ છીએ કે અમારા ગ્રાહકો તેમના ડિફેન્ડરને સંપૂર્ણપણે બ્લેક કલરનું ફિનિશ આપવાનું પસંદ કરે છે, તેથી અમારા ડિઝાઇનરોએ આ સિદ્ધાંતને દરેક શક્ય સ્તર પર લાગૂ કર્યો છે – અંદર અને બહાર – જેથી શ્રેષ્ઠ ટફ લક્ઝકરી ડિફેન્ડર ઓક્ટા બનાવી શકાય.

ડિફેન્ડર OCTA એ અજેય ડિફેન્ડર પરિવારનો એક્સ્ટ્રીમ પર્ફોર્મન્સ હીરો છે, જેમાં 635PS 4.4-લિટર ટ્વીન ટર્બો માઇલ્ડ-હાઇબ્રિડ V8 પાવર, નવીન 6D ડાયનેમિક્સ સસ્પેન્શન અને ઑફ-રોડ ઉપયોગ માટે સમર્પિત OCTA મોડ છે. તેમાં બોડી અને સોલ સીટ્સ (BASS) પણ છે, જે ફ્રન્ટ રો પર્ફોર્મન્સ સીટ્સમાં બેઠેલા લોકોને એ સંગીત અનુભવવાની અનુમતિ આપે છે જે તે સાંભળી રહ્યા છે. ઉદ્યોગ અગ્રણી SUBPACTM સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવેલ અને 700W, 15-સ્પીકર, મેરિડિયન™ સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમના ઓડિયો સિગ્નલોનો ઉપયોગ કરીને, આ ઇમર્સિવ હાઇ ફિડેલિટી વાઇબ્રો-એકોસ્ટિક ટેકનોલોજી વિશ્વના ટોચના રેકોર્ડિંગ કલાકારો અને સંગીતકારો દ્વારા ઉપયોગમાં લેવાતા સમાન AI ઑપ્ટિમાઇઝિંગ સોફ્ટવેરનો સમાવેશ કરે છે.

ડિફેન્ડર ઓક્ટા બ્લેક ડિફેન્ડર લાઇન-અપમાં તાજેતરના સુધારાઓનો લાભ મળે છે, જેમાં સુધારેલા સિગ્નેચર ગ્રાફિક સાથે નવી હેડલાઇટ ડિઝાઇન અને સ્મોક્ડ લેન્સ સાથે ફ્લશ રિયર લાઇટનો સમાવેશ થાય છે. અંદર, એક નવી 13.1-ઇંચ ટચસ્ક્રીન વધુ સાહજિક ઇન્ફોટેનમેન્ટ નિયંત્રણ પ્રદાન કરે છે.

ડિફેન્ડર OCTA બ્લેક હવે સ્ટાન્ડર્ડ ડિફેન્ડર OCTAમાં સામેલ થઇ ગઇ છે, જે હવે ચારેન્ટે ગ્રે અને પેટ્રા કોપર ઉપરાંત બે નવા કલર – સાર્ગાસો બ્લુ અને બોરાસ્કો ગ્રે – માં ઉપલબ્ધ છે. પેટાગોનિયા વ્હાઇટ મેટ રેપ 2025ના અંતથી ઉપલબ્ધ થશે.

ડિફેન્ડર એ ઓએસિસ લાઈવ ’25 ના સત્તાવાર ઓટોમોટિવ પાર્ટનર છે, જે બ્રિટિશ બેન્ડને તેમના લાંબા સમયથી રાહ જોવાતી 41-દિવસની વૈશ્વિક ટૂર પર લઈ જઈ રહ્યા છે, જે આજે યુકેમાં શરૂ થઈ રહી છે.

Related posts

‘સમર્થ 3.0’: રાજ્ય કક્ષાની બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ

truthofbharat

MakeMyTripએ ગ્લોબલ ટૂર્સ એન્ડ એટ્રેક્શન બુકીંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યુ; ભારતીય મુસાફરોને સરળતાથી વિશ્વભરના અનુભવોને બુક કરવામાં સક્ષમ કરે છે

truthofbharat

પટ્ટાયા (થાઇલેન્ડ)માં ગુજરાતીઓનું ફેવરિટ રેસ્ટોરેન્ટ “ટનાટન” હવે 24 કલાક ખુલ્લું રહેશે

truthofbharat