મુંબઈ | ૬ જુલાઈ ૨૦૨૫: જીયો સ્ટુડિયોઝ અને B62 સ્ટુડિયોઝે આજે રણવીર સિંહના જન્મદિવસના ખાસ અવસરે 2025ની સૌથી મોટી અને ખૂબજ અપેક્ષિત ઍક્શન-થ્રિલર ફિલ્મ *‘ધુરંધર’* નો ફર્સ્ટ લુક રિલીઝ કર્યો છે। આ ફિલ્મ 5 ડિસેમ્બર 2025ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ જેવી સુપરહિટ ફિલ્મના નિર્માતા આદિત્ય ધરે દિગ્દર્શિત કરેલી આ ફિલ્મમાં રણવીર સિંહ સાથે સંજય દત્ત, અક્ષય ખન્ના, આર. માધવન અને અર્જુન રામપાલ જેવા દિગ્ગજ કલાકારો પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે।
2 મિનિટ 40 સેકંડનો આ ફર્સ્ટ લુક રો, ઇન્ટેન્સ અને હાઈ-ઓક્ટેન ઍક્શનથી ભરપૂર છે। તેમાં સસ્પેન્સ, જોરદાર ડાયલોગ્સ અને ધમાકેદાર ઍક્શન જોવા મળે છે। ફિલ્મનું મ્યુઝિક શાશ્વતએ આપ્યું છે, જેના ગાયક જેસ્મિન સૅન્ડલસ છે અને ખાસ વાત એ છે કે તેમાં ન્યૂ-એજ આર્ટિસ્ટ *હનુમનકાઈન્ડ* નું પણ કોલાબ છે, જેમની જુદી અને આગવી સ્ટાઇલ આ ગીતને નવો ફ્લેવર આપે છે।
જીયો સ્ટુડિયોઝ દ્વારા રજૂ થયેલી અને B62 સ્ટુડિયોઝ પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મ “ધુરંધર” ને આદિત્ય ધરે લખી છે, દિગ્દર્શન કર્યું છે અને પ્રોડ્યૂસ પણ કરી છે। ફિલ્મને જોયતી દેશપાંડે અને લોકેશ ધરે પણ પ્રોડ્યૂસ કરી છે। આ ફિલ્મ તે અજાણ્યા પુરૂષોની, અજાણી વાર્તાઓને પ્રકાશિત કરશે જે અત્યાર સુધી રહસ્યમય રહી છે।
“ધુરંધર” ની પહેલી ઝલક અહીં જુઓ – (લિંક: [https://youtu.be/rZ\_e-s6VvR4?si=\_itAsCuN8NEyQe1q](https://youtu.be/rZ_e-s6VvR4?si=_itAsCuN8NEyQe1q))
