ગુજરાત, અમદાવાદ 20 જૂન 2025: આજે અમે અમારા અપડેટ્સ ટેબ માટે થોડા નવા ફીચર્સ રજૂ કરી રહ્યા છીએ, જે ચેનલ્સ અને સ્ટેટસ બન્નેનું હોમ છે. અમે આ ટેબ બનાવવા માટે છેલ્લા બે વર્ષથી કામ કર્યુ છે જે તમને WhatsApp કંઇક નવું શોધી આપવામાં મદદ કરે છે અને હાલમાં તેનો ઉપયોગ 1.5 અબજ લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. અમે ઉત્સાહથી પ્રોત્સાહિત છે અને એડમિન્સ, સંસ્થાઓ અને બઝનેસીસને WhatsApp દ્વારા વૃદ્ધિ કરવા માટે મદદ કરવા માંગીએ છીએ.
અમ આ ત્રણ રીતે કરવા જઇ રહ્યા છીએ:
- ચેનલ સબ્સ્ક્રિપ્શન્સ: માસિક ફી માટે વિશિષ્ટ અપડેટ્સ પ્રાપ્ત કરવા માટે સબ્સ્ક્રાઇબ કરીને તમે તમારી મનપસંદ ચેનલને સપોર્ટ કરી શકશો.
- પ્રમોટેડ ચેનલ્સ: અમે તમને ડિરેક્ટરી જોતી વખતે રસપ્રદ લાગતી નવી ચેનલો શોધવામાં મદદ કરીશું. પહેલી વાર, એડમિન પાસે તેમની ચેનલની દૃશ્યતા વધારવાનો એક માર્ગ છે.
- સ્ટેટસમાં વિજ્ઞાપનો: તમે એક નવો વ્યવસાય શોધી શકશો અને સ્ટેટસમાં તેઓ જે પ્રોડક્ટ અથવા સેવાનો પ્રચાર કરી રહ્યા છે તેના વિશે તેમની સાથે સરળતાથી વાતચીત શરૂ કરી શકશો.
આ નવા ફીચર્સ તમારી વ્યક્તિગત ચેટ્સથી દૂર ફક્ત અપડેટ્સ ટેબ પર દેખાશે. આનો અર્થ એ છે કે જો તમે ફક્ત મિત્રો અને પ્રિયજનો સાથે ચેટ કરવા માટે WhatsAppનો ઉપયોગ કરો છો તો તમારા અનુભવમાં કોઈ ફેરફાર થશે નહીં.
ગોપનીયતાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા વિજ્ઞાપનો
WhatsApp પર આપણે જે કંઈ કરીએ છીએ તેની જેમ, અમે આ સુવિધાઓ શક્ય તેટલી ખાનગી રીતે બનાવી છે. તમારા વ્યક્તિગત સંદેશાઓ, કૉલ્સ અને સ્ટેટસ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહે છે, એટલે કે કોઈ પણ (આપણે પણ નહીં) તેમને જોઈ કે સાંભળી શકતું નથી.
સ્ટેટસ અથવા ચેનલ્સમાં વિજ્ઞાપનો બતાવવા માટે, અમે તમારા દેશ અથવા શહેર, ભાષા, તમે જે ચેનલોને ફોલો કરી રહ્યા છો અને તમે જે વિજ્ઞાપનો જુઓ છો તેની સાથે તમે કેવી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરો છો જેવી મર્યાદિત માહિતીનો ઉપયોગ કરીશું. જે લોકોએ WhatsAppને એકાઉન્ટ્સ સેન્ટરમાં ઉમેરવાનું પસંદ કર્યું છે, તેમના માટે અમે તમારા મેટા એકાઉન્ટ્સમાંથી તમારી વિજ્ઞાપન પસંદગીઓ અને માહિતીનો પણ ઉપયોગ કરીશું.
અમે ક્યારેય વિજ્ઞાપનકારોને તમારો ફોન નંબર વેચીશું નહીં કે શેર કરીશું નહીં. તમે જે વિજ્ઞાપનો જોઈ શકો છો તે નક્કી કરવા માટે તમારા વ્યક્તિગત સંદેશાઓ, કૉલ્સ અને જૂથોનો ઉપયોગ કરવામાં આવશે નહીં.
અમે વર્ષોથી એક એવો વ્યવસાય બનાવવાની અમારી યોજનાઓ વિશે વાત કરી રહ્યા છીએ જે તમારી વ્યક્તિગત ચેટમાં વિક્ષેપ ન પાડે અને અમારું માનવું છે કે અપડેટ્સ ટેબ આ નવી સુવિધાઓને કાર્ય કરવા માટે યોગ્ય સ્થાન છે. જે બિઝનેસીસ અને એડમિન્સ શરૂ કરવા વિચારી રહ્યા છે તેમના માટેની આવું કેવી રીતે કરવું તેની વધુ માહિતી અહીં છે.
