Truth of Bharat
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

પિંકથોન ડેની ચોથી આવૃત્તિમાં 10,000 થી વધુ લોકોએ ભાગ લીધો

65 શહેરોમાં મહિલાઓની ફિટનેસ અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપનાર વૈશ્વિક અભિયાન, ‘મ્યુચ્યુઅલ ફંડ્સ સહી હૈ’ સાથે.

અમદાવાદ, ગુજરાત | ૨૫મી ઓક્ટોબર ૨૦૨૬ | અમદાવાદમાં પિંકથોન ડેની ચોથી આવૃત્તિમાં મહિલાઓએ વિશાળ સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેણે શારીરિક તંદુરસ્તી પ્રત્યેની સહિયારી પ્રતિબદ્ધતા દ્વારા સૌને એકસૂત્રે બાંધ્યા હતા. ભારતના સૌથી મોટા મહિલા રનિંગ મૂવમેન્ટ ‘પિંકથોન’ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સવારે ૬:૦૦ વાગ્યે ૩ કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ મહિલાઓને તેમની રોજિંદી જિંદગીમાં શારીરિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો. આ વર્ષની આવૃત્તિમાં ‘મ્યુચ્યુઅલ ફંડ્સ સહી હૈ’ ટાઇટલ પાર્ટનર તરીકે જોડાયું હતું.

શહેરની ભાગીદારી એક વ્યાપક પ્રયાસનો ભાગ હતી, જેણે ત્રણ દેશો – ભારત, બાંગ્લાદેશ અને નેધરલેન્ડ્સના ૬૫ શહેરોમાં ૧૬૮ સ્થળોએ ૧૦,૦૦૦ થી વધુ ભાગ લેનારાઓને એકસાથે જોડ્યા હતા. આ પહેલે સ્થાનિક રનિંગ કમ્યુનિટીઝનું નિર્માણ કરવાના અને દરેક ઉંમર તથા ફિટનેસ સ્તરની મહિલાઓને સક્રિય જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાના પિંકથોનના પ્રયાસોને આગળ ધપાવ્યા હતા.

આ વર્ષની આવૃત્તિનું વધુ એક મુખ્ય આકર્ષણ પારિવારિક સહભાગિતા હતું, જેમાં આ પહેલ હેઠળ મોટાભાગના સહભાગીઓ પોતાના પરિવારના સભ્યો સાથે જોડાયા હતા. ભાગ લેનારાઓમાં 96 વર્ષીય એક મહિલા પણ સામેલ હતા, જેમણે પોતાના પરિવાર સાથે ભાગ લીધો હતો, જે દર્શાવે છે કે ફિટનેસ કેવી રીતે પેઢીઓને એકસાથે લાવી શકે છે.

એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ના ચીફ એક્ઝિક્યુટિવ શ્રી વેંકટ એન. ચલાસાણીએ જણાવ્યું હતું કે, “પિંકથોન ડે સાથેના અમારા જોડાણ દ્વારા અમારો હેતુ મહિલાઓને તેમના નાણાકીય આયોજનમાં સક્રિય ભૂમિકા ભજવવા અને તેમના નાણાકીય ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. જેમ નિયમિત શારીરિક પ્રવૃત્તિ લાંબા ગાળાના સ્વાસ્થ્યમાં યોગદાન આપે છે, તેમ જ માહિતગાર નાણાકીય નિર્ણયો અને શિસ્તબદ્ધ રોકાણ નાણાકીય મજબૂતી બનાવવામાં મદદ કરી શકે છે અને મહિલાઓને આત્મવિશ્વાસ સાથે તેમના લાંબા ગાળાના લક્ષ્યો હાંસલ કરવા માટે સક્ષમ બનાવે છે.”

૧૬૮ સ્થળોએ, ૬૫ શહેરોમાં અને ત્રણ દેશોમાં ભાગ લેનારાઓ એકસાથે આવવાની સાથે, પિંકથોન ડે મહિલાઓના શારીરિક સ્વાસ્થ્યને નાણાકીય જાગૃતિ સાથે જોડવા માટે એક મૂલ્યવાન મંચ પૂરો પાડે છે. AMFI માં અમારું માનવું છે કે નાણાકીય સમાવેશન માત્ર નાણાકીય ઉત્પાદનો સુધીની પહોંચ પૂરતું સીમિત નથી; પરંતુ તે મહિલાઓને માહિતગાર નાણાકીય નિર્ણયો લેવા, નાણાકીય વ્યવસ્થામાં અર્થપૂર્ણ રીતે ભાગ લેવા અને વધુ નાણાકીય સુરક્ષા તથા આત્મનિર્ભરતા તરફ આગળ વધવા માટે જ્ઞાન, આત્મવિશ્વાસ અને તક આપવા વિશે છે.”

પિંકથોનના સ્થાપક મિલિંદ સોમણે જણાવ્યું હતું કે, “પિંકથોન ડેની દરેક આવૃત્તિ એ જોવાની એક તક છે કે કેવી રીતે સ્થાનિક સમુદાયો એક સામાજિક/સહિયારા લક્ષ્ય માટે એકસાથે આવી શકે છે. વિવિધ શહેરોમાં જોવા મળેલી સહભાગિતા અમારા એમ્બેસેડરો, સ્વયંસેવકો અને રનિંગ ગ્રુપ્સના પ્રયાસોને દર્શાવે છે, જે મહિલાઓને ફિટનેસ તરફ પહેલું કદમ ઉઠાવવા પ્રોત્સાહિત કરે છે. હવે મહત્વનું એ છે કે ભાગ લેનારાઓ આ ઉત્સાહ અને ગતિને તેમના રોજિંદા જીવનમાં જાળવી રાખે અને કાર્યક્રમ પૂરો થયા પછી પણ સક્રિય રહેવાના રસ્તાઓ શોધે. તંદુરસ્ત જીવનશૈલીનું નિર્માણ કરવું એ સતત ચાલતી યાત્રા છે, અને અમને આશા છે કે પિંકથોન ડે વધુને વધુ મહિલાઓને તેને પ્રાથમિકતા આપવા માટે પ્રેરણા આપશે.”

ટાઇટલ પાર્ટનર તરીકે, ‘મ્યુચ્યુઅલ ફંડ્સ સહી હૈ’ એ આ પહેલને સમર્થન આપીને મહિલાઓના કલ્યાણ અને સ્વાસ્થ્ય અંગેની ચર્ચાનો વ્યાપ વધારી તેમાં નાણાકીય જાગૃતિ અને આયોજનનો પણ સમાવેશ કર્યો હતો. આ જોડાણે શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માહિતગાર નાણાકીય નિર્ણયો અને લાંબા ગાળાની પૂર્વતૈયારીના મહત્વ પર ભાર મૂક્યો હતો.

આ કાર્યક્રમને પિંકથોનના એમ્બેસેડરો, સ્વયંસેવકો અને સ્થાનિક રનિંગ કમ્યુનિટીઝના નેટવર્ક દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, જેમણે વિવિધ સ્થળોએથી ભાગ લેનારાઓને એકસાથે લાવવામાં મદદ કરી હતી. સમુદાય સંચાલિત આ પ્રયાસો દ્વારા, પિંકથોન મહિલાઓને તેમની ફિટનેસ યાત્રા શરૂ કરવા અને આયોજિત કાર્યક્રમોથી આગળ વધીને વધુ સ્વસ્થ ટેવો જાળવી રાખવા માટે સતત પ્રોત્સાહિત કરે છે.

== સમાપ્ત ==

Related posts

ભારતમાં 10 માંથી 9 કામ કરતી મહિલાઓ કામ પર આત્મવિશ્વાસથી AIનો ઉપયોગ કરે છે, જે પુરુષો કરતાં વધુ છે : LinkedIn

truthofbharat

નાગર જ્ઞાતિ નહીં એક વિચારધારા છે.

truthofbharat

“ઇશ્ક જલકાર કરવાં” ધુરંધર ટ્રેલરની ભારે માંગને પગલે રિલીઝ થયું

truthofbharat

Leave a Comment