Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

મા વૈષ્ણોદેવી તથા રઘુનાથ મંદિરની છાયામાં દશેરાએ રઘુનાથ ગાથાનું ‘મંગલ’ગાન થયું

ભારત દિને-દિને નવં-નવં થઈ રહ્યું છે.

“જવાનો!જ્યાં સુધી તમે છો,ભારતનું કોઈ કંઈ બગાડી નહીં શકે.”

સબબિધિ સાધુનાં નવ લક્ષણ ગવાયા.

ઉપનિષદનાં ચાર સૂત્રો કાશ્મીરનો સાથિયો છે.

 

રામકથા યાત્રાનો સળંગ અગિયારમો દિવસ,મંગળવારની મંગલ પ્રભાતે જમ્મુનાં વિશાળ,ઐતિહાસિક રઘુનાથજી મંદિરે આવી,’મંગલ’

પંક્તિઓનું ગાન કરી બાપુએ કહ્યું કે અખંડ ભારતનાં મહત્વના ભૂભાગમાં આવ્યા છીએ.

ગઈકાલે અમૃતસર વાઘા બોર્ડર ઉપર રાષ્ટ્ર ગૌરવ અને જુસ્સાનું દર્શન કર્યું,ગજબ હતું.હું પહેલા પણ ગયો છું,પરેડનું દર્શન કરેલું છે પરંતુ ભારત દિને-દિને નવં-નવં થઈ રહ્યું છે.ભારત જે રીતે જવાનોને આદર આપે છે,રોજ આખું સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું રહે છે.

બીએસએફનાં જવાનો,પ્રશાસન,પોલીસ ત્યાંનાં ઇન્ચાર્જ એ સતત વ્યાસપીઠને ખૂબ આદર આપ્યો જેના પગની એક ચાલથી ભારત સલામત છે.જ્યાં સુધી તમે છો,ભારતનું કોઈ કંઈ બગાડી નહીં શકે. યુદ્ધ વખતે જો શિબિરમાં સાથે રહેવાનું થાય તો ભાલા તો ન ઉપાડી શકું,પણ માલા લઈને જરૂર બેસીસ એવું ફરીદકોટની કથામાં મેં કહેલું.

સબબિધિ સાધુમાં સબ એટલે પૂર્ણ,પૂર્ણાંક,નવ.

૧-શાતિ-સાધુ અંદરથી શાંત હોય છે.જેમ સમુદ્ર ઉપરથી તરંગીત હોય.આકાશ અને અવકાશમાં અંતર છે.આકાશ સાત છે,અવકાશ બધાનુ એક છે સાત આકાશ અવકાશમાં રહે છે,આકાશની માતા જ અવકાશ છે.ભગવાનનું સ્વરૂપ શાંત છે,આકાશ નહીં મેઘ ગર્જના કરે છે.

ભરત બધી રીતે સાધુ છે,વિષ્ણુનો અવતાર છે.

વિષ્ણુ વય,બળ,ગતિ ગુણ બધામાં શ્રેષ્ઠ છતાં શાંત છે.લક્ષ્મીકાંત,કમલનયન છે,છતાં શાંત છે.બધાની વચ્ચે રહેવા છતાં અસંગ છે.

રામચરિત માનસ પરમ સાધ્વીય ગ્રંથ છે.માનસ સબ બિધિ સાધુ છે.૨-શક્તિ:શાંત હોવાનો મતલબ કાયર,ભીરુ,શક્તિહીન કે ડરપોક નથી.ફણા વગરનું બાણ મારી હનુમાનજીને પછાડી દીધા.શાંતિ જ સાધુની શક્તિ છે.૩-ભક્તિ:સાધુમાં ભજન ખૂબ હોય છે.૪-કરતૂતિ:હંસ જેવી કરતૂતિ.૫-વિરતિ:વૈરાગ્યથી ભરપૂર.૬-મસ્તી:સતત ઉર્જાવાન હોય.૭-સ્મૃતિ:છલોછલ સ્મૃતિથી ભરેલો. ૮-કીર્તિ:કીર્તિ કાયમ વધતી રહે છે.૯-મુક્તિ:મુઠ્ઠીમાં મુક્તિ હોય.

માતૃદેવો ભવ,પિતૃદેવો ભવ,આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ-ઉપનિષદનાં આ ચાર સૂત્રો કાશ્મીરનો સ્વસ્તિક છે.કેન્દ્ર ઉપનિષદ છે.સેતુબંધ રામેશ્વર સ્થાપન સુધી સંક્ષિપ્તમાં ગાયન કરી આજની કથા મા મહિષાસુર મર્દિની-વૈષ્ણોદેવીનાં ચરણોમાં સમર્પિત થઇ.

—————————

વિશેષ-સૂચના:

રામકથા યાત્રાની વાચનયાત્રામાં સાથે રહેલા વાચકો,ભાવકોને યાદ અપાવીએ કે તા-૨૧-૨૨,મંગળવાર-બુધવાર બે દિવસ યાત્રાની ટ્રેઇન દુર્ગમ પહાડો ચડીને ૨૩ ઓક્ટોબર ને ગુરુવારે કેદારનાથ પહોંચશે.

હવે સીધું કેદારનાથમાં આ કથાયાત્રાનાં પહેલા ચરણની પૂર્ણાહૂતિ રૂપે કથાગાન થશે.

જે આપણા ‘ફૂલછાબ’માં ૨૪ ઓક્ટોબર,શનિવારે પ્રસિધ્ધ થશે.

—————————-

કથા-વિશેષ:

કેદારનાથ:ભારત સ્વસ્તિક યાત્રા-૧ની પૂર્ણાહૂતિ જ્યાં થશે.

ભારતના ઉત્તરાખંડ રાજ્યનાં રુદ્રપ્રયાગ જિલ્લામાં ગઢવાલ,હિમાલય પર્વતમાળામાં સ્થિત ભગવાન શિવને સમર્પિત એક અત્યંત પવિત્ર હિન્દુ મંદિર અને તીર્થસ્થાન.

સમુદ્ર સપાટીથી આશરે ૩,૫૮૩ મીટર (૧૧,૭૫૫ ફૂટ)ની ઊંચાઈએ મંદાકિની નદીના કિનારે ભગવાન શિવનાં ૧૨ જ્યોતિર્લિંગોમાંનું એક છે,ઉત્તરાખંડનાં ચાર ધામોમાંનું એક છે અને પંચ કેદારમાંનું એક છે.

આ મંદિર પાંડવો દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

૮મી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું.

આ મંદિર કટ્યુરી શૈલીમાં બનાવવામાં આવ્યું છે, જેમાં મોટા ગ્રે પથ્થરોનાં ઇન્ટરલોકિંગ સ્લેબનો ઉપયોગ કરીને,સિમેન્ટ વિના કરવામાં આવ્યું છે.

ભારે હિમવર્ષા અને ભારે ઠંડીને કારણે,મંદિર દર વર્ષે એપ્રિલ/મેથી નવેમ્બર (ભાઈ બીજ સુધી) ભક્તો માટે ખુલ્લું રહે છે.

શિયાળામાં,દેવતાની ઉત્સવની પાલખી ઉખીમઠનાં ઓમકારેશ્વર મંદિરમાં લઈ જવામાં આવે છે.

મુખ્ય યાત્રા ગૌરીકુંડથી આશરે ૧૮ કિલોમીટરનાં ટ્રેકથી શરૂ થાય છે.ગુપ્તકાશી,ફાટા અને સિરસીથી હેલિકોપ્ટર સેવાઓ પણ ઉપલબ્ધ છે.

મંદિરની પાછળ આદિ શંકરાચાર્ય અને ભીમશિલાની સમાધિ છે,જેણે ૨૦૧૩ની આપત્તિ દરમિયાન મંદિરનું રક્ષણ કર્યું હતું.

== સમાપ્ત ==

Related posts

સેમસંગએ ભારતના આધુનિક ઘરો માટે વધુ સુંદર, ઝડપી અને સુગમ લોન્ડ્રી પૂરી પાડવા માટે નવી બેસ્પોક AI વોશર ડ્રાયર રેન્જ લોન્ચ કરી

truthofbharat

ભવિષ્યના નીત-નિર્માતાઓ અને રાજદ્વરીઓ ડિપ્લોમેસી સિરીઝ MUNમાં એકસાથે આવ્યા

truthofbharat

નડિયાદ, તમારી ઉબર બાઇક આવી ગઈ છે

truthofbharat

Leave a Comment