Truth of Bharat
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

શીલજ ખાતે યોજાશે ‘8 આવર્સ’, 8 કલાકની અવિરત ગરબાની અનોખી ઉજવણી

અમદાવાદ, ગુજરાત | ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | નવરાત્રીના પર્વને એક અલગ જ અંદાજમાં ઉજવવા માટે અમદાવાદના શીલજ ખાતે આ વર્ષે ‘8 આવર્સ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ‘8 Hours of Uninterrupted Garba’ની થીમ સાથે યોજાનાર આ ગરબા મહોત્સવમાં સતત 8 કલાક સુધી ગરબાની રમઝટ જોવા મળશે.

આ આયોજનની ખાસ વાત એ છે કે માત્ર 16 વર્ષનો જયંત પોતાના પિતાના સહયોગ અને માર્ગદર્શનથી આ સમગ્ર આયોજન કરી રહ્યો છે. નાની ઉંમરે નવરાત્રી અને ગરબા પ્રત્યેના પ્રેમને એક મોટા આયોજનમાં રૂપ આપવાનો જયંતનો આ પ્રયાસ છે.

‘8 આવર્સ’નો મુખ્ય ઉદ્દેશ માત્ર ગરબા રમવાનો નહીં, પરંતુ સંગીત, ઉર્જા અને ગુજરાતની પરંપરાને સતત 8 કલાક સુધી એકસાથે જીવવાનો અનુભવ આપવાનો છે. પરંપરાગત ગરબાની સાથે દાંડિયા, ઢોલ-શહનાઈ અને ઉત્સવની વિશેષ સજાવટ સાથે અહીં નવરાત્રીનો સંપૂર્ણ માહોલ સર્જાશે.

આ આયોજનમાં શહેરના ગરબા રસિકો મોટી સંખ્યામાં જોડાય તેવી અપેક્ષા છે. શીલજ ખાતે યોજાનાર ‘8 આવર્સ’માં 8 કલાક સુધી નોન-સ્ટોપ ગરબાની રમઝટ સાથે યુવા પેઢી અને પરંપરાનો સુંદર સંગમ જોવા મળશે.

સ્થળ: શીલજ, અમદાવાદ

થીમ: 8 Hours of Uninterrupted Garba

== સમાપ્ત ==

Related posts

2026નો વર્તારો: વડોદરાની રિયલ એસ્ટેટ માર્કેટનો ગ્રાફ હવે ઉપરની દિશાએ જ

truthofbharat

આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ ભારતીય સેના સાથે કર્મચારીઓ અને તેમના પરિવારને ટેકો આપવા માટે એમઓયુ પર હસ્તાક્ષર કરે છે

truthofbharat

રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઈન દ્વારા ડાયનેમિક બિઝનેસ કોન્ક્લેવનું આયોજન

truthofbharat

Leave a Comment