Truth of Bharat
ગાર્મેન્ટ્સગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

થ્રેડ્સ ઓફ બિકમિંગ: ભારતીય સાડીની શાશ્વત સુંદરતાને રશ્મિ કશ્યપની અંજલિ

અમદાવાદ, ગુજરાત | ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ | ડિઝાઇનર રશ્મિ કશ્યપનું ‘થ્રેડ્સ ઓફ બીકમિંગ’ કલેક્શન ભારતીય સાડીની ચિરંજીવી સુંદરતાની ઉજવણી કરે છે અને પરંપરાગત કારીગરીને સમકાલીન ફેશન શૈલીમાં રજૂ કરે છે. આ કલેક્શનમાં બનારસી, પૈઠણી, હિમરૂ, કાંથા, પાટણ પટોળા અને ઘાટ ચોલા જેવા હાથવણાટના વસ્ત્રો રજૂ કરવામાં આવ્યા છે, જેમાંથી દરેક ભારતના સમૃદ્ધ પ્રાદેશિક વસ્ત્ર વારસાની અનોખી ઝલક દર્શાવે છે.

આ કલેક્શનના કેન્દ્રમાં વૈભવી ફેશન પ્રત્યેનો એક સભાન અભિગમ છે, જેમાં કારીગરી, મૂળ ઉદ્ભવ, ટકાઉપણું અને જવાબદાર ફેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. વિચારપૂર્વક રજૂ કરવામાં આવેલા વિવિધ ડ્રેપ્સ દ્વારા કશ્યપ ભારતીય મહિલાની બદલાતી ઓળખને—પરંપરા અને વારસાથી લઈને વ્યક્તિગત ઓળખ અને નવસર્જન સુધી—અભિવ્યક્ત કરે છે.

ફેશન સ્ટેટમેન્ટથી પણ આગળ વધીને, ‘થ્રેડ્સ ઓફ બીકમિંગ’ ભારતના વણકરો અને કારીગરોને અંજલિ આપે છે જેમની કુશળતા અને તેમની સાથે જોડાયેલી કહાનીઓ આજે પણ દેશની વસ્ત્ર-વણાટની પરંપરાઓને જીવંત રાખવાનું કાર્ય કરી રહી છે.

== સમાપ્ત ==

Related posts

આ છે લેમન. આ છે લાઈમ. હવે તેમાં છે મિંટ. સ્પ્રાઈટ તેની પ્રથમ ફ્લેવર- સ્પ્રાઈટ લેમન મિંટ સાથે સમરમાં મિંટી ટ્વિસ્ટનો ઉમેરો કરે છે

truthofbharat

ગ્રીક ચેસ સ્ટાર સ્ટાવ્રુલા ત્સોલાકિડોઉએ શાનદાર કમબેક સાથે ‘પ્લેયર ઑફ ધી ટુર્નામેન્ટ’નો ખિતાબ જીતીને જાવા ઑલ સ્ટાર્સ 42 ‘સિલ્વર નાઇટ’ બોબર મેળવી

truthofbharat

નરોડામાં અદ્યતન “HCG આસ્થા ડે કેર સેન્ટર”નો પ્રારંભ – કેન્સર સારવાર હવે વધુ સરળ અને સુલભ

truthofbharat

Leave a Comment