Truth of Bharat
ગુજરાતપર્યાવરણરાષ્ટ્રીયસામાજિક પ્રવૃત્તિહેડલાઇન

રોટરી સ્કાયલાઇન જ્યુપિટર દ્વારા 1,000થી વધુ રોપાઓનું વાવેતર; આ રોટરી વર્ષ માં 10,000+ રોપાઓ વાવવાનો સંકલ્પ

એ. શ્રીધર ગ્રુપ ના સહયોગથી વર્ષભર વિશાળ ગ્રીન મિશન આગળ વધારાશે

અમદાવાદ, ગુજરાત | ૩૧ ઓગસ્ટ ૨૦૨૬ | પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્ય તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન જ્યુપિટર, આરસીએ સ્કાયલાઇન પ્લેટિનમ અને આરસીએ સ્કાયલાઇન ના સહયોગથી કલરવ ફાર્મ, ઝાલોડા ખાતે 1,000થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું.

આ વૃક્ષારોપણ ઝુંબેશ માત્ર એક દિવસ પૂરતી પ્રવૃત્તિ ન રહે, પરંતુ લાંબા ગાળાની પર્યાવરણલક્ષી ઝુંબેશ બને તે હેતુથી આરસીએ સ્કાયલાઇન જ્યુપિટર દ્વારા ચાલુ રોટરી વર્ષ દરમિયાન 10,000થી વધુ રોપાઓ વાવવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ ગ્રીન મિશન ને એ. શ્રીધર ગ્રુપ નો સતત સહયોગ પ્રાપ્ત થશે.

*“Together we plant. Together we grow. Together we heal the Earth.”*ના સંદેશ સાથે યોજાયેલી આ પહેલમાં રોટેરિયન્સ, સભ્યો અને સહયોગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પર્યાવરણ સંરક્ષણ અને આવનારી પેઢીઓ માટે હરિયાળું ભવિષ્ય સર્જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

એ. શ્રીધર ગ્રુપ દ્વારા સ્થળ અને ગ્રીન મિશન પાર્ટનર તરીકે સ્થળ તથા જરૂરી સહયોગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. સાથે જ વર્ષ દરમિયાન 10,000+ રોપાઓ વાવવાના વિશાળ લક્ષ્યને સાકાર કરવા માટે પણ સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ સમગ્ર અભિયાનના સફળ આયોજન અને સંકલન માટે અમિતભાઈ કોષ્ટીના વિશેષ પ્રયાસો અને યોગદાનની પ્રશંસા કરવામાં આવી.

આ ગ્રીન મિશનમાં સ્કાયલાઈન લીડરશિપ તરફથી Rtn સૌરભ ખંડેલવાલ, Rtn આશિષ પાંડે, Rtn પંકજ સંગાનેરિયા અને Rtn રાહુલ ગર્ગ પણ જોડાયા અને પોતાના સમય, ઊર્જા તથા સહયોગ દ્વારા આ પર્યાવરણલક્ષી પહેલને વધુ મજબૂત બનાવી.

1,000થી વધુ રોપાઓના સફળ વાવેતર સાથે શરૂઆત કરીને હવે 10,000+ રોપાઓનું લક્ષ્ય, આરસીએ સ્કાયલાઇન જ્યુપિટર માટે માત્ર આંકડો નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની લાંબા ગાળાની જવાબદારી અને સમાજસેવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.

આગામી મહિનાઓમાં એ. શ્રીધર ગ્રુપ, રોટેરિયન્સ અને સમાજના સહયોગથી આ ગ્રીન મિશનને વધુ વિસ્તૃત કરવામાં આવશે, જેથી વૃક્ષારોપણ એક પ્રતીકાત્મક કાર્યક્રમ નહીં, પરંતુ એક સતત અને અસરકારક જનઅભિયાન બની શકે.

== સમાપ્ત ==

Related posts

કોકા-કોલા અને ગૂગલ જેમિની દ્વારા ‘‘ફેસ્ટિકોન્સ’’ સાથે દિવાળીનો ઝળહળાટ, જ્યાં પંરપરાનું મિલન AIના જાદુ સાથે થાય છે

truthofbharat

એચએન્ડએમ બ્યુટીએ શર્વરીનું કર્યું સ્વાગત, ભારતમાં બ્રાન્ડની પ્રથમ એમ્બેસેડર બની

truthofbharat

નુવોકો ‘સૌથી ખાસ ગરબા’ સાથે ગુજરાતના વારસાની ઉજવણી કરે છે

truthofbharat