Truth of Bharat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ગુજરાતમાં TESLAનો વ્યાપ વધ્યો: અમદાવાદમાં ટેસ્લા-મંજૂર નવું બોડી શોપ, સંપૂર્ણ સર્વિસ સપોર્ટ અને ટેસ્ટ ડ્રાઇવની સુવિધા શરૂ

અમદાવાદ, ગુજરાત | ૦૧ સપ્ટેમ્બર ૨૦૨૬ | TESLAએ આજે અમદાવાદમાં નવા TESLA-મંજૂર બોડી શોપ (TAB)ના પ્રારંભની જાહેરાત કરી છે. ગુજરાતમાં TESLAના ગ્રાહકો માટે વેચાણ બાદની સેવા અને કાર માલિકીનો અનુભવ વધુ સુવિધાજનક બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. હવે સ્થાનિક TESLA માલિકોને ઓરિજિનલ સ્પેર પાર્ટ્સ, પ્રશિક્ષિત બોડી રિપેર ટેક્નિશિયનો તેમજ TESLAના નિર્ધારિત ધોરણો અનુસાર કરવામાં આવતી અકસ્માતગ્રસ્ત વાહનોની મરામત જેવી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે. આ સુવિધાથી વાહન રિપેર માટે લાગતો સમય ઘટશે અને અમદાવાદ તેમજ ગુજરાતના આસપાસના વિસ્તારોમાં TESLA માલિકોને વધુ સુગમ અને નિશ્ચિંત માલિકીનો અનુભવ મળશે.

અમદાવાદના ગ્રાહકો નવીનતમ TESLA કારનો આનંદ માણી શકે છે. 2026 મોડેલ Y પ્રીમિયમ રીઅર-વ્હીલ ડ્રાઇવ અને મોડેલ Y L બંને માટે ટેસ્ટ ડ્રાઇવ અને ડિસ્પ્લે ખુલ્લું છે. ટેસ્ટ ડ્રાઇવ માટે ટેસ્લા વેબસાઇટ tesla.com/en_in/drive પર રસ નોંધાવીને અથવા ટોલ-ફ્રી નંબર 1-800 203 1538 પર કૉલ કરીને શેડ્યૂલ કરી શકાય છે.

મોડલ Y પ્રીમિયમ રિયર-વ્હીલ ડ્રાઇવ રોજિંદા ઉપયોગની વ્યવહારિકતા સાથે શાનદાર પરફોર્મન્સનું સંયોજન આપે છે. તેમાં 2,138 લિટરનું સ્ટોરેજ સ્પેસ, પાંચ વ્યક્તિઓ માટે બેઠક વ્યવસ્થા અને પાવર-ફોલ્ડિંગ સીટ્સ આપવામાં આવી છે. આ કાર માત્ર 5.9 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી શકે છે, જ્યારે તેની WLTP મુજબની ડ્રાઇવિંગ રેન્જ 500 કિમી સુધીની છે. ભારતમાં આ મોડલની કિંમત ₹50.89 લાખ રાખવામાં આવી છે. ગ્રાહકો માટે ₹6 લાખના ડાઉન પેમેન્ટ સાથે માસિક EMI ₹39,990થી શરૂ થાય છે. આ મોડલની ડિલિવરી જુલાઈ 2026થી શરૂ થઈ હતી.

વધુમાં વધુ જગ્યા ઇચ્છતા પરિવારો માટે મોડલ Y L ત્રણ રો અને 6 સીટ સાથેનું ઓલ-વ્હીલ ડ્રાઇવ લેઆઉટ ધરાવે છે. તેમાં વધુ હેડરૂમ અને લેગરૂમ સાથે 2,539 લિટર સુધીનું કાર્ગો સ્પેસ ઉપલબ્ધ છે. આ કાર માત્ર 5.0 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે, જ્યારે તેની WLTP મુજબની ડ્રાઇવિંગ રેન્જ 681 કિમી સુધીની છે. મોડલ Y Lની ભારતમાં કિંમત ₹61.99 લાખથી શરૂ થાય છે. ગ્રાહકો માટે ₹6.50 લાખના ડાઉન પેમેન્ટ સાથે માસિક EMI ₹49,990થી શરૂ થાય છે. બંને વેરિઅન્ટની સરખામણી કરવા અને પોતાની જીવનશૈલી માટે કયું મોડલ Y વધુ યોગ્ય છે તે નક્કી કરવા માટે ટેસ્ટ ડ્રાઇવ લેવી ગ્રાહકો માટે સૌથી સારો વિકલ્પ બની શકે છે.

બંને મોડલને વિશ્વની અનેક પ્રતિષ્ઠિત સેફ્ટી સંસ્થાઓ દ્વારા શ્રેષ્ઠ સુરક્ષા રેટિંગ્સ મળ્યાં છે. તેમાં અમેરિકાની NHTSA અને IIHS, યુરોપની Euro NCAP, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની ANCAP તેમજ ચીનની C-IASI જેવી અગ્રણી સંસ્થાઓનો સમાવેશ થાય છે.

આ વૈશ્વિક સુરક્ષા રેટિંગ્સ સાથે બંને મોડલ સુરક્ષા, કાર્યક્ષમતા, પરફોર્મન્સ અને અદ્યતન ટેક્નોલોજીના ક્ષેત્રે નવા ધોરણો સ્થાપિત કરે છે.

મોડલ Y પ્રીમિયમ રિયર-વ્હીલ ડ્રાઇવ અને મોડલ Y L બંનેનું બુકિંગ ટેસ્લાની સત્તાવાર વેબસાઇટ મારફતે કરી શકાય છે. સમગ્ર ભારતમાં આ બંને મોડલની ડિલિવરીની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, દેશના તમામ રાજ્યોમાં હોમ ચાર્જિંગ સપોર્ટની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ સુવિધા ટેસ્લા માલિકોને વધુ સરળ અને સુવિધાજનક ઓનરશિપ અનુભવ પ્રદાન કરે છે અને સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે સુવિધાની નવી વ્યાખ્યા રજૂ કરે છે.

અમદાવાદમાં Tesla-મંજૂર બોડી શોપના આગમન સાથે સર્વિસ સુવિધા અને ઓન-રોડ ટેસ્ટ ડ્રાઇવની ઉપલબ્ધતા ભારતમાં ગ્રાહકો માટે સંપૂર્ણ સર્વિસ અને ઓનરશિપ ઇકોસિસ્ટમ વિકસાવવા માટે ટેસ્લાના સતત પ્રયાસોને દર્શાવે છે. હવે ભારતમાં ટેસ્લા-મંજૂર બોડી શોપની સુવિધા પુણે, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, દિલ્હી અને અમદાવાદ સહિતના શહેરોમાં ઉપલબ્ધ છે.

== સમાપ્ત ==

Related posts

સ્વર્ગભૂમિ સ્વિટ્ઝરલેન્ડનાં દાઓસથી ૯૬૦મી રામકથાનો આરંભ થયો

truthofbharat

HCG કેન્સર સેન્ટર વડોદરા દ્વારા ખાસ નાટ્ય સાંજ સાથે ડોક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવી

truthofbharat

ટ્રાઇડેન્ટ ગ્રૂપ તેના અખંડ ભારત તક્ષશિલા-2026 હાયરિંગ પ્રોગ્રામ દ્વારા વિકિસિત ભારત વિઝનને મજબૂત બનાવે છે

truthofbharat

Leave a Comment