Truth of Bharat
ગુજરાતબિઝનેસમહિલા સશક્તિકરણરાષ્ટ્રીયહેડલાઇન

ગાંધીનગરમાં ભવ્ય બ્યુટી પેજન્ટ અને રેમ્પ વોક શો 2026 યોજાયો

દીપ પ્રાગટ્ય અને ગણેશ સ્તુતિ સાથે શોનો શુભારંભ

ગાંધીનગર, ગુજરાત | ૨૩મી ઓગસ્ટ ૨૦૨૬ | પૂજન ડાન્સ એકેડેમીના ફાઉન્ડર પ્રજ્ઞા ગજ્જર અને વુમન્સ એક્ટિવ ગ્રુપના ફાઉન્ડર મોનિકા જિતેન્દ્ર લેવા દ્વારા હોટેલ પ્રાઈડ એલીટ, સરગાસણ, ગાંધીનગર ખાતે ભવ્ય બ્યુટી પેજન્ટ અને રેમ્પ વોક શો 2026 નું આયોજન કરવામાં આવ્યું હતું. શોનો શુભારંભ દીપ પ્રાગટ્ય અને ગણેશ સ્તુતિ સાથે કરવામાં આવ્યો હતો.

પ્રજ્ઞા ગજ્જર છેલ્લા 30 વર્ષથી ગાંધીનગરમાં પોતાની પૂજન ડાન્સ એકેડેમી સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. તેઓ દરેક મહિલાને પોતાના સપના પૂરા કરવા માટે પ્રેરણા આપે છે, તેમને પ્રોત્સાહિત કરે છે અને તેમનામાં આત્મવિશ્વાસ વધારે છે. તેઓએ ટાઉનહોલમાં અનેક શો હોસ્ટ કર્યા છે. તેમને બાળકો સાથે કામ કરવું ખૂબ જ ગમે છે અને અત્યાર સુધી અનેક બાળકોને પોતાના સ્ટેજ પર પ્લેટફોર્મ આપ્યું છે.

જ્યારે મોનિકા જિતેન્દ્ર લેવા છેલ્લા પાંચ વર્ષથી પોતાનું વુમન્સ એક્ટિવ ગ્રુપ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે અને મહિલાઓને એક્ટિવ અને આત્મનિર્ભર બનાવવા માટે સતત કાર્યરત છે.

જે મહિલાઓએ ક્યારેય રેમ્પ પર ચાલવાનું સપનું જોયું હોય તેવી તમામ ઉંમરની ફ્રેશર મહિલાઓને પ્લેટફોર્મ આપવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહિલા સશક્તિકરણને સમર્પિત હતો.

આ શોમાં બાળકો અને તમામ ઉંમરની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ શોમાં મુખ્ય બે રાઉન્ડ હતા – ટ્રેડિશનલ રાઉન્ડ અને વેસ્ટર્ન રાઉન્ડ. સ્ટેજ પર બાળકોનું પરફોર્મન્સ જોઈને ઓડિયન્સ ખૂબ જ ખુશ થયું હતું.

ટ્રેડિશનલ રાઉન્ડમાં સ્પર્ધકોએ રાજસ્થાની, આસામી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, બંગાળી વગેરે જેવા વિવિધ રાજ્યોના પોશાકો પહેરીને ભારતની વિવિધ સંસ્કૃતિને સુંદર રીતે રજૂ કરી હતી.

કિડ્સ ગેસ્ટ શો સ્ટોપર હિર ચૌહાણે પોતાના અદ્ભુત રેમ્પ વોક પરફોર્મન્સથી સૌના દિલ જીતી લીધા હતા.

શોનું કોરિયોગ્રાફી વિશ્વમ શુક્લા – એક્ટર, કોરિયોગ્રાફર અને ડિરેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અભિનેત્રી હેતલ બારોટ અને ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા. ધર્મિષ્ઠાબેન ગજ્જરે બાળકોને આવા સુંદર પ્લેટફોર્મ આપવા બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ ઉપરાંત જ્યોતિ મહિલા મંડળના પ્રમુખ ચેતનાબેન બુચ, કોર્પોરેટર શૈલાબેન ત્રિવેદી, પ્રિયંકાબેન રાજપૂત, ફેશન શોના આઇકોન મોનિકા મંડલ, રિયા પંચાલ, પ્રિયંકા દત્તા પણ ઉપસ્થિત રહ્યા હતા.

શોનું સુંદર સંચાલન જીયા ગજ્જર દ્વારા ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું હતું. શોમાં તમામ પાર્ટીસિપન્ટ્સને ટાઈટલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

પ્રજ્ઞા ગજ્જર અને મોનિકા લેવાની સખત મહેનતથી આ શો ખૂબ જ સફળ અને યાદગાર બન્યો હતો.

== સમાપ્ત ==

Related posts

કોક સ્ટુડિયો ભારત દ્વારા ઈશ્ક બાવલા રજૂઃ ઓળખ અને આત્મચિંતનનો હરિયાણ્વી પડઘો

truthofbharat

એમેઝોન ગ્રેટ સમર સેલ 2026 માટે AI સંચાલિત ખરીદી અને ઉનાળાની વધતી માંગને લઈને જોરદાર ઉત્સાહ

truthofbharat

ગુજરાતના માનવ ઠક્કર અને માનુષ શાહ બટરફ્લાય યુટીટી સિઝન 7માં ચમકશે, જ્યારે અમદાવાદ એપીએલ પાઈપર્સે મજબૂત ખેલાડીઓવાળું સ્કવૉડ તૈયાર કર્યું

truthofbharat