Truth of Bharat
ગુજરાતરાષ્ટ્રીયહેડલાઇન

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન AMA ખાતે ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ્સ અને પુસ્તક વિમોચનનું આયોજન કરવામાં આવ્યું

ગુજરાતનાં અન સંગ હીરોસને વિકાસ અસ્મિતા એવોર્ડ્સથી સન્માનિત કરાયા

અમદાવાદ | ૧૧મી ઓગસ્ટ ૨૦૨૬ | નોર્થ અમેરિકન ઈન્ડિયનસ, નૉલેજ પ્લસ ફાઉન્ડેશન અને LJ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે સિટીના અમદાવાદ મૅનેજમેન્ટ એસોસિએશન AMA ખાતે “ગુજરાત વિકાસ અસ્મિતા એવોર્ડ્સનું આજે કરવામાં આવ્યું હતું.

આ એવોર્ડ્સ નો હેતુ ગુજરાતનાં પ્રેરણાદાયી વ્યક્તિત્વોને સન્માનિત કરવાનો અને આવનારી પેઢીને પ્રેરિત કરવાનો એક પ્રયાસ છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે  ગુજરાત રાજ્યના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને સાંસદ સભ્ય નરહરિભાઈ અમીન, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય અમિત ઠાકર, અમિત શાહ, બરોડાથી પધારેલ દ્વારકેશ લાલજી મહારાજ, lJ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર મનીષ શાહ, બોલિવુડના એક્ટર, ડિરેક્ટર દિપક તિજોરી, સમાજસેવી, પત્રકાર એવા વિષ્ણુ પંડ્યા, અને કાર્યક્રમની સારસંભાળ માટે ભાવેશ ઉપાધ્યાય તેમજ ગ્લોબલ મેનેજમેન્ટ થિન્કર તરીકે ડૉ શૈલેષ ઠાકર હાજર રહ્યાં હતાં.

આ પ્રસંગે ડૉ શૈલેષ ભાઈ ઠાકરે જણાવ્યું હતું કે, વતનની માટી સાથે જોડાયેલા આ લોકો ગુજરાતનો ખરો ખજાનો છે, તેથી તેમના કામને બિરદાવી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે રાજકોટ, સુરત, અમરેલી, મુંબઇ, જામનગર, વડોદરા, ગાંધીનગર અને અમદાવાદ જેવા શહેરોમાં રહેતા વિવિધ ક્ષેત્રના અનસંગ હીરોસને એવોર્ડ્સ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

== સમાપ્ત ==

Related posts

ટાટા મોટર્સે ડ્રાઇવરની સુવિધામાં વધારો કર્યો, તેની ટ્રક રેન્જમાં એર કન્ડિશન્ડ કેબિન અને કાઉલ્સ લોન્ચ કર્યા

truthofbharat

મોરારી બાપુએ તલગાજરડા અને સાળંગપુર વચ્ચે એસટી બસ સેવાનું ઉદ્ઘાટન કર્યું

truthofbharat

ગુજરાતી સિનેમાના ‘કોમેડી એવેન્જર્સ’નો ધમાકો! 12 જૂને હાસ્યનો મહોત્સવ લઈને આવી રહી છે ‘બધું ઓલરાઈટ છે’

truthofbharat