Truth of Bharat
અપરાધઆંતરરાષ્ટ્રીયઆરોગ્યગુજરાતજીવનશૈલીટેકનોલોજીફેશનબિઝનેસમનોરંજનરમતગમતરાજકારણરાષ્ટ્રીય

રાહુલે કહ્યું- હરિયાણાનાં પરિણામો ખૂબ જ અણધાર્યાં: શિવસેનાએ કહ્યું- કોંગ્રેસ જાણે છે કે જીતને હારમાં કેવી રીતે ફેરવવી; TMCએ કહ્યું- હારનું કારણ અભિમાન છે


Gujarati NewsNationalAfter Losing The Election, Rahul Gandhi Broke His Silence And Raised Questions On EVMs Again; Said We Will Analyze The Unexpected Results Of Haryana

1 દિવસ પેહલા

કૉપી લિંકશિવસેના (UBT)એ તેના મુખપત્ર સામનામાં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર ટીકા કરી છે. - Divya Bhaskar

શિવસેના (UBT)એ તેના મુખપત્ર સામનામાં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પર ટીકા કરી છે.

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ બુધવારે જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે X પરની પોસ્ટમાં કહ્યું કે હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામો અણધાર્યાં છે.

રાહુલે લખ્યું, ‘અમે હરિયાણાના અણધાર્યા પરિણામનું વિશ્લેષણ કરી રહ્યા છીએ. અનેક વિધાનસભા મતવિસ્તારોમાંથી ફરિયાદો આવી રહી છે. અમે આ અંગે ચૂંટણી પંચને જાણ કરીશું. અમે અધિકારો, સામાજિક અને આર્થિક ન્યાય અને સત્ય માટે આ સંઘર્ષ ચાલુ રાખીશું. રાહુલે જમ્મુ-કાશ્મીરમાં I.N.D.I.A ગઠબંધનની જીત પર લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

હરિયાણામાં ભાજપની હાર પર I.N.D.I.A ગઠબંધનના નેતાઓએ કોંગ્રેસની નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. શિવસેના (ઉદ્ધવ જૂથ)એ તેના મુખપત્ર સામનાના તંત્રીલેખમાં લખ્યું છે કે કોંગ્રેસ જાણે છે કે જીતને હારમાં કેવી રીતે બદલવી. ટીએમસી નેતા સાકેત ગોખલેએ કોંગ્રેસનું નામ લીધા વિના કહ્યું કે ઘમંડ અને પ્રાદેશિક પક્ષોની અવગણના કરવી એ હારનું કારણ બન્યું.

શિવસેનાએ કહ્યું- કોંગ્રેસે હરિયાણાની હારથી પાઠ ભણવાની જરૂર છે

શિવસેનાએ સામનામાં લખ્યું છે કે, કોંગ્રેસે હરિયાણામાં હારથી પુાઠ ભણવાની જરૂર છે. હરિયાણાની હાર કોંગ્રેસના વધુ પડતા આત્મવિશ્વાસ અને રાજ્યના નેતાઓના ઘમંડનું પરિણામ છે. હુડ્ડાએ બિન-જાટ મતદારોને સાથે લીધા ન હતા, જેના કારણે તેમને પરિણામ ભોગવવા પડ્યા હતા.

શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે જો કોંગ્રેસ મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડવા માંગતી હોય તો પહેલા જણાવે. રાઉતે કહ્યું કે ભાજપે હારેલી બાજી જીતી લીધી. બધા માનતા હતા કે કોંગ્રેસ જીતી રહી છે પરંતુ તે હારી ગઈ. ભાજપ જીત્યું કારણ કે તેનું વ્યવસ્થિત મેનેજમેન્ટ છે.

ઓમર અબ્દુલ્લાએ કહ્યું- કોંગ્રેસે મંથન કરવાની જરૂર છે

નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે કોંગ્રેસે હરિયાણામાં પોતાની હારના કારણો શોધવા માટે મંથન કરવું પડશે. મેં પહેલેથી જ કહ્યું છે કે અમે આ એક્ઝિટ પોલ પર વિશ્વાસ કરીને અમારો સમય બગાડી રહ્યા છીએ. એક્ઝિટ પોલ આટલા ખોટા હશે એવું કોઈએ વિચાર્યું પણ નહીં હોય. 30 60 થયા અને 60 30 થઈ ગયા.

કોંગ્રેસે આ આરોપ લગાવ્યા હતા તમને જણાવી દઈએ કે પરિણામો બાદ કોંગ્રેસે પ્રેસ-કોન્ફરન્સ કરી ચૂંટણીપંચ પર આરોપ લગાવ્યો અને કહ્યું હતું કે આ લોકતંત્રની નહીં, પણ સિસ્ટમની જીત છે. પાર્ટી પરિણામ સ્વીકારતી નથી. કોંગ્રેસના નેતાઓ પવન ખેડા અને જયરામ રમેશે પ્રેસ-કોન્ફરન્સ કરીને આરોપ લગાવ્યો કે હરિયાણાનાં પરિણામો ખૂબ જ અણધાર્યાં છે, અમે આ સ્વીકારી શકીએ નહીં. અનેક જિલ્લામાંથી ગંભીર ફરિયાદો આવી છે.

પવન ખેડાએ કહ્યું હતું કે પરિણામો ચોંકાવનારાં છે અને અમે ગ્રાઉન્ડ લેવલ પર જે જોયું એનાથી તદ્દન વિપરીત છે. અમને અમારા કાર્યકરો તરફથી મતગણતરી સંબંધિત ફરિયાદો મળી રહી છે. અમે ટૂંક સમયમાં ઔપચારિક ફરિયાદ નોંધાવીશું. આ લોકશાહીની નહીં, પણ વ્યવસ્થાની જીત છે. અમે આ સ્વીકારી શકતા નથી.

કોંગ્રેસનો EVM પર સવાલ

રાહુલ ગાંધીના નિવેદન પહેલાં જમ્મુ-કાશ્મીર ચૂંટણી પરિણામ પર કોંગ્રેસનેતા ઉદિત રાજે ઈવીએમ પર સવાલ ઊભા કર્યા છે. ઉદિત રાજે કહ્યું, જમ્મુ-કાશ્મીરમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. જો અનુચ્છેદ 370 અને રામમંદિર બન્ને ફ્લોપ થઈ ગયું તો હવે તેમને મત ક્યાંથી મળી રહ્યા છે? કોંગ્રેસનેતાએ આરોપ લગાવ્યો કે ભાજપ ઈવીએમ દ્વારા અપ્રામાણિક રીતે જીતી રહ્યું છે. ઈવીએમથી ચૂંટણી ન થવી જોઈએ.

જયરામ રમેશે કહ્યું હતું કે અમે એક-બે દિવસમાં ચૂંટણીપંચમાં જઈશું અને ઔપચારિક ફરિયાદ નોંધાવીશું. સ્થાનિક અધિકારીઓ પર દબાણ હતું. એવી ઘણી બેઠકો છે, જ્યાં આપણે હારતા નહિ, પરંતુ ત્યાં આપણે હાર્યા છીએ. પરિણામો ભાવના વિરુદ્ધ જાય છે. જમ્મુ-કાશ્મીરે સ્પષ્ટ આદેશ આપ્યો છે. અમે રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા માટે કામ કરીશું. એક કોમન મિનિમમ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવશે.

ભાજપને 48 અને કોંગ્રેસને 37 બેઠક મળી હતી… વિધાનસભા ચૂંટણીમાં 48 બેઠક જીતીને ભાજપ સત્તા જાળવી રાખવા અને સતત ત્રીજી વખત સરકાર બનાવવા માટે તૈયાર છે, જ્યારે કોંગ્રેસને 37 બેઠક મળી છે. ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)એ બે બેઠક જીતી હતી, જ્યારે અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠક જીતી હતી. જનનાયક જનતા પાર્ટી (JJP) અને AAP બંનેને ચૂંટણીમાં કોઈ સફળતા મળી નથી. ભાજપ અને કોંગ્રેસની મત ટકાવારી લગભગ સમાન હતી. ભાજપને 39.94 ટકા વોટ મળ્યા, જ્યારે કોંગ્રેસને 39.09 ટકા વોટ મળ્યા.

રાઘવ ચઢ્ઢાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર…

હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધનની વાતચીત ન થતાં કોંગ્રેસને કેટલું નુકસાન પહોંચાડ્યું હતું એનો અંદાજ રાજ્યની પાંચ વિધાનસભા બેઠકનાં ચૂંટણી પરિણામો જોઈને લગાવી શકાય છે. ઉચાના કલાનમાં કોંગ્રેસ માત્ર 32 મતથી હારી છે. અહીં આમ આદમી પાર્ટીને 2495 વોટ મળ્યા છે. અસંધમાં કોંગ્રેસ 2306 વોટથી હારી છે, અહીં AAPને 4290 વોટ મળ્યા છે. જ્યારે ડબવાલીમાં કોંગ્રેસ 610 મતથી હારી ગઈ હતી. અહીંથી આમ આદમી પાર્ટીના ઉમેદવારને 6606 વોટ મળ્યા છે. એવી જ રીતે દાદરીમાં AAPને 1339 વોટ મળ્યા હતા. અહીં કોંગ્રેસનો 1957 મતથી પરાજય થયો હતો. મહેન્દ્રગઢમાં કોંગ્રેસ 2648 મતથી હારી ગઈ. અહીં તમને 1740 વોટ મળ્યા છે, એટલે કે આમ આદમી પાર્ટીએ રાજ્યની પાંચ બેઠક પર કોંગ્રેસને સીધું નુકસાન પહોંચાડ્યું. જો બંને પક્ષ ગઠબંધન કરીને લડ્યા હોત તો કદાચ આ બેઠકો જીતી શકી હોત. આમાંથી ચાર બેઠક ભાજપે જીતી છે, જ્યારે એક પર INLDનો વિજય થયો છે.

Related posts

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય: લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને કેન્દ્રની મંજૂરી

admin

દિલ્હીમાં CM હાઉસ સીલ: આતિશીનો સામાન બહાર કાઢ્યો, PWDએ કહ્યું- કેજરીવાલ પાસેથી ઘરની ચાવી લીધી, અમને જાણ કર્યા વગર રહેવા આવ્યા

admin

કોલકાતા રેપ-મર્ડર, CBI ચાર્જશીટમાં 11 પુરાવા: આરોપી સંજયના શરીર પર તેનાં નિશાન, DNA-વાળની પુષ્ટિ થઈ; ટ્રેઇની ડોક્ટર્સનો વિરોધ

admin

Leave a Comment