Truth of Bharat
અપરાધઆંતરરાષ્ટ્રીયઆરોગ્યગુજરાતજીવનશૈલીટેકનોલોજીફેશનબિઝનેસમનોરંજનરમતગમતરાજકારણરાષ્ટ્રીય

મોદીએ કહ્યું- કોંગ્રેસ હિન્દુઓને જાતિઓમાં વિભાજિત કરે છે: જ્યારે મુસલમાનોની વાત આવે છે ત્યારે તેમના નેતાઓનાં મોઢાં બંધ થઈ જાય છે

નવી દિલ્હી1 દિવસ પેહલા

કૉપી લિંકPM મોદીએ કહ્યું, કોંગ્રેસ સંપૂર્ણપણે સાંપ્રદાયિક અને જાતિવાદના આધારે ચૂંટણી લડે છે. - Divya Bhaskar

PM મોદીએ કહ્યું, કોંગ્રેસ સંપૂર્ણપણે સાંપ્રદાયિક અને જાતિવાદના આધારે ચૂંટણી લડે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા મહારાષ્ટ્રમાં રૂ. 7600 કરોડની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ અવસરે PMએ કહ્યું હતું કે કોંગ્રેસ દેશને વિભાજિત કરવાની રાજનીતિ કરે છે.

PMએ કહ્યું- આજ સુધી કોંગ્રેસના એકપણ નેતાએ કહ્યું નથી કે આપણાં મુસ્લિમ ભાઈ-બહેનોમાં કેટલી જાતિઓ હોય છે. જ્યારે મુસ્લિમ જાતિની વાત આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓનાં મોઢાં બંધ થઈ જાય છે, પરંતુ જ્યારે પણ હિન્દુ સમાજની વાત આવે છે ત્યારે કોંગ્રેસ જાતિની ચર્ચા શરૂ કરે છે.

PM મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ મુસ્લિમોના મનમાં ભયનું વાતાવરણ બનાવી રહી છે. કોંગ્રેસ લોકોમાં ભય પેદા કરે છે. કોંગ્રેસ પોતાની વોટબેંક ખાતર દેશનું સાંપ્રદાયિકીકરણ કરી રહી છે. કોંગ્રેસની ફોર્મ્યુલા સ્પષ્ટ છે કે મુસ્લિમોને ડરાવતા રહો, તેમને ડર બતાવો, તેમને વોટબેંકમાં ફેરવો અને વોટબેંકને મજબૂત કરો.

QuoteImage

કોંગ્રેસની નીતિ હિન્દુઓની એક જાતિને બીજી જાતિ સામે લડાવવાની છે. કોંગ્રેસ જાણે છે કે હિન્દુઓ જેટલા વધુ વિભાજિત થશે તેટલો ફાયદો થશે. કોંગ્રેસ કોઈપણ રીતે હિન્દુ સમાજને આગમાં રાખવા માંગે છે, જેથી તે તેના પર રાજકીય રોટલા શેકતી રહે. ભારતમાં જ્યાં પણ ચૂંટણી થાય છે ત્યાં કોંગ્રેસ આ જ ફોર્મ્યુલા લાગુ કરે છે.

QuoteImage

કોંગ્રેસે કહ્યું- વિપક્ષ પર પ્રહાર કરવા માટે શા માટે સરકારી પ્લેટફોર્મનો ઉપયોગ?

કોંગ્રેસના નેતા પવન ખેડા Xપર પોસ્ટ કરી- પીએમ મોદીએ રાજકીય ભાષણ આપવા અને વિપક્ષ પર પ્રહાર કરવા માટે સરકારી કાર્યક્રમના પ્લેટફોર્મનો ઉપયોગ ન કરવો જોઈએ. કરદાતાનાં નાણાંનો ઉપયોગ વૈભવી વસ્તુઓ માટે ન કરવો જોઈએ. તેઓ રાજકીય ભાષણ માટે ભાજપના પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે.

કોંગ્રેસની ફોર્મ્યુલા- હંમેશાં ભાગલા પાડો અને સત્તા મેળવો મોદીએ કહ્યું- કોંગ્રેસ સંપૂર્ણપણે સાંપ્રદાયિક અને જાતિવાદના આધારે ચૂંટણી લડે છે. કોંગ્રેસની રાજનીતિનો આધાર હિન્દુ સમાજને વિભાજિત કરીને પોતાની જીતની ફોર્મ્યુલા બનાવવાનો છે. કોંગ્રેસ ભારતની ‘સર્વજન હિતાય-સર્વજન સુખાય’ની પરંપરાનું દમન કરી રહી છે, તે સનાતન પરંપરાને કચડી રહી છે.

કોંગ્રેસ હંમેશાં ભાગલા પાડો અને સત્તા મેળવોની ફોર્મ્યુલાને અનુસરે છે. કોંગ્રેસે વારંવાર સાબિત કર્યું છે કે તે એક બેજવાબદાર પાર્ટી છે. તે હજુ પણ દેશના ભાગલા પાડવા માટે નવા પ્લાન ઘડી રહી છે. કોંગ્રેસ સમાજમાં ભાગલા પાડવાની ફોર્મ્યુલા લાવતી રહે છે.

મહારાષ્ટ્રમાં વિકાસને વેગ મળ્યો તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં વિકાસને વેગ મળ્યો, અમે મરાઠી ભાષાને નવી ઓળખ આપી. આજે મહારાષ્ટ્રમાં 10 મેડિકલ કોલેજ છે. નાગપુર એરપોર્ટના આધુનિકીકરણ અને વિસ્તરણ અને શિરડી એરપોર્ટ માટે ટર્મિનલ બિલ્ડિંગના નિર્માણનું કામ, આ બે મહત્ત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓ સંબંધિત પ્રોજેક્ટનો પણ આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું હતું કે હું આ તમામ વિકાસકાર્યો માટે મહારાષ્ટ્રની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મહારાષ્ટ્રના ઈતિહાસમાં અલગ-અલગ વિસ્તારોમાં આટલી ઝડપી ગતિએ અને આટલા મોટા પાયા પર ક્યારેય વિકાસ થયો નથી. હા, એ અલગ વાત છે કે કોંગ્રેસના શાસનમાં વિવિધ ક્ષેત્રોમાં આટલી ઝડપે અને આટલા પ્રમાણમાં ભ્રષ્ટાચાર જરૂર થતો હતો.

કરોડો મરાઠી લોકોનું દાયકાઓ જૂનું સપનું પૂરું થયું તેમણે આગળ કહ્યું હતું કે થોડા દિવસો પહેલાં જ અમે મરાઠી ભાષાને ઉચ્ચ ભાષાનો દરજ્જો આપ્યો હતો. જ્યારે કોઈ ભાષાને ગૌરવ મળે છે ત્યારે માત્ર શબ્દો જ નહીં, પરંતુ આખી પેઢીને નવા શબ્દો મળે છે. કરોડો મરાઠી લોકોનું દાયકાઓ જૂનું સપનું પૂરું થયું છે.

તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકોએ દરેક જગ્યાએ આની ઉજવણી કરી. આજે મહારાષ્ટ્રના દરેક ગામમાંથી મને ખુશીના સંદેશાઓ પણ મોકલવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રના લોકો મરાઠીને ઉચ્ચ ભાષાનો દરજ્જો આપવા બદલ તેમના સંદેશામાં મારો આભાર માની રહ્યા છે, પરંતુ હું કહેવા માગું છું કે આ કામ મારાથી નહીં, પરંતુ તમારા બધાના આશીર્વાદથી થયું છે.

હરિયાણાના યુવાનોને ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપ પર વિશ્વાસ PMએ કહ્યું હુતં કે ગઈકાલે જ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરનાં ચૂંટણી પરિણામો આવ્યાં છે. હરિયાણાએ બતાવી દીધું કે દેશનો મૂડ શું છે. બે ટર્મ પૂર્ણ કર્યા બાદ સતત ત્રીજી વખત ચૂંટાઈ આવવું એ ઐતિહાસિક છે.

કોંગ્રેસનું આખું ઈકોસિસ્ટમ, અર્બન નક્સલીઓની આખી ટોળકી જનતાને ગેરમાર્ગે દોરવામાં વ્યસ્ત હતી, પરંતુ કોંગ્રેસનાં તમામ ષડયંત્રો ધ્વસ્ત થઈ ગયાં. તેણે દલિતોમાં જૂઠાણું ફેલાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ દલિત સમાજે તેના ખતરનાક ઈરાદાઓને સમજી ગયા. દલિતો સમજી ગયા કે કોંગ્રેસ તેમની અનામત છીનવીને તેમની વોટબેંકમાં ભાગલા પાડવા માગે છે.

PMએ કહ્યું હતું કે કોંગ્રેસે યુવાનોને નિશાન બનાવ્યા અને તેમને અલગ-અલગ રીતે ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો, પરંતુ હરિયાણાના યુવાનો, અમારી બહેનો અને દીકરીઓ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે માત્ર ભાજપ પર વિશ્વાસ કરી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે આજે હરિયાણાના દલિત વર્ગે ભાજપને રેકોર્ડ સમર્થન આપ્યું છે. હરિયાણાના OBC તેનાં વિકાસકાર્યોને જોઈને ભાજપની સાથે છે. કોંગ્રેસે ખેડૂતોને ઉશ્કેર્યા, પરંતુ ખેડૂતો જાણે છે કે તેમને પાક પર MSP કોણે આપી. હરિયાણાના ખેડૂતો ભાજપની ખેડૂત કલ્યાણ યોજનાઓથી ખુશ છે.

અમારી સરકારમાં વિકાસની સાથે સાથે વારસો પણ છે કોંગ્રેસને ન તો વિકાસની ચિંતા હતી કે ન તો વારસાની. અમારી સરકારમાં વિકાસની સાથે સાથે વારસો પણ છે. અમે અમારા સમૃદ્ધ ભૂતકાળમાંથી પ્રેરણા લઈને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ.

વિશ્વ ત્યારે જ દેશ પર વિશ્વાસ કરે છે, જ્યારે તેના યુવાનો આત્મવિશ્વાસથી ભરેલા હોય. આજે યુવા ભારતનો આત્મવિશ્વાસ એ ભારતના ભવિષ્યની નવી કહાની છે. વિશ્વના મોટા દેશો આજે ભારતને માનવ સંસાધનના મુખ્ય કેન્દ્ર તરીકે જોઈ રહ્યા છે.

PM મોદી સાથે જોડાયેલા અન્ય સમાચાર પણ વાંચો…

મોદીએ કહ્યું- કોંગ્રેસનું રહસ્ય ખુલ્લું છે, તેમનું બોક્સ ગોળ છેઃ તેઓ ફેલાવી રહ્યા છે જાતિનું ઝેર, હરિયાણાએ બેફામ કહ્યું- રાષ્ટ્રવિરોધી રાજનીતિ નહીં ચાલે.

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતું. પોતાના 35 મિનિટના ભાષણમાં તેમણે નવરાત્રિ, કલમ 370, ડબલ એન્જિન સરકાર, જનતાની પસંદગી, કોંગ્રેસની રાજનીતિ, રમતગમત અને ખાણીપીણી વિશે વાત કરી હતી.

Related posts

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય: લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને કેન્દ્રની મંજૂરી

admin

ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના CM બનશે: ધારાસભ્ય દળની બેઠકમાં નિર્ણય, કાલે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે; 13 કે 14 ઓક્ટોબરે શપથગ્રહણ સમારોહની શક્યતા

admin

લખીમપુરમાં ભાજપના MLAની ધોલાઈ કરી: પોલીસની સામે ખેંચીને લાફાવાળી કરી, લોકોએ ફટકાર્યા; UP સપા સાંસદે કહ્યું- બીજેપીના ધારાસભ્ય સુરક્ષિત નથી તો જનતાનું શું થશે?

admin

Leave a Comment