⇒ વાર્ષિક ધોરણે નફામાં 59.4%ની વૃદ્ધિ અને સ્થિર અસ્કયામત ગુણવત્તાના ધોરણો સાથે બેંક નાણાકીય વર્ષ 2026માં વેગને ટકાવી રહી છે
ગુજરાત, અમદાવાદ | ૨૫મી જુલાઈ ૨૦૨૫: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંકો પૈકીની એક યસ બેંકનો કર બાદનો નફો (પીએટી)માં વાર્ષિક ધોરણે 59.4% વધીને રૂ. 801 કરોડ થવાની સાથે બેંકે નાણાકીય વર્ષ 2026ની શરૂઆત કરી છે. આ ટકાઉ ગતિમાં સીએએસએ વૃદ્ધિનાં આંકડા (વાર્ષિક ધોરણે 10.8%); બિન-વ્યાજની આવક (એનઆઇઆઇ)માં વાર્ષિક ધોરણે 46.1%નો નોંધપાત્ર વધારો; અસ્કયામતો પર વળતર (આરઓએ)માં વધારો અને સ્થિર અસ્કયામત ગુણોત્તર ધોરણે યોગદાન આપ્યું છે.
યસ બેંકનો કર બાદનો નફો પાછલા સાત ત્રિમાસિક ગાળાથી સતત વધી રહ્યો છે, જ્યારે સંચાલકીય નફો પણ વાર્ષિક ધોરણે 53.4% વધીને રૂ. 1,358 કરોડ વધીને સતત ચોથા ત્રિમાસિક ગાળા માટે વધ્યો છે. સીએએસએ થાપણોમાં વાર્ષિક ધોરણે 10.8%નો વધારો નોંધાયો છે, જ્યારે સીએએસએ ગુણોત્તરમાં સુધારો થઈને 32.8% થયો છે. રિટેઇલ અને બ્રાન્ચ બેંકિંગ આધારિત થાપણો, જે બેંકની પ્રગતિનો આધાર રહી છે, તે વાર્ષિક ધોરણે 20% વધી છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ પાછલા નવ વર્ષમાં બેંકની થાપણો 43%થી ઘટીને 35% થઈ હોવાનું જણાવ્યું છે એવા સમયે એકંદરે થાપણો વાર્ષિક ધોરણે 4.1% વધી છે.
બેંકના વૈવિધ્યસભર પોર્ટફોલિયોની સંકેતકાર બિન-વ્યાજની આવક (એનઆઇઆઇ) પણ ટ્રેઝરી આવકની સહાયતાથી વાર્ષિક ધોરણે નોંધપાત્ર 46.1% વધીને રૂ. 1,752 કરોડ થઈ છે. બેંકનાં લાંબા ગાળાનાં સ્વાસ્થ્યના સંકેતકાર આરઓએમાં નાણાકીય વર્ષ 2025ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા 0.5%થી નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 0.8%નો વધારો નોંધાયો છે.
અસ્કયામત ગુણવત્તા ધોરણોએ 1.6% પર એકંદર નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (જીએનપીએ);0.3% પર ચોખ્ખી નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનએનપીએ) અને પ્રોવિઝન કવરેજ રેશિયો સુધરીને 80.2% ટકા થવાની સાથે સ્થિરતા દર્શાવી છે. વાણિજ્ય બેંકિંગ (વાર્ષિક ધોરણે 19%ની વૃદ્ધિ) અને માઇક્રો બેંકિંગ (વાર્ષિક ધોરણે 11.2%નો વધારો) સાથે એડવાન્સિસે ટકાઉ પ્રગતિ દર્શાવી છે, જેને વાર્ષિક ધોરણે 5%ની એકંદર વૃદ્ધિમાં યોગદાન આપ્યું છે.
યસ બેંક સતત વેગને પ્રદર્શિત કરી રહી હોવાથી, વૈશ્વિક નાણાકીય ક્ષેત્રની અગ્રણી સુમિતોમો મિત્સુઇ કોર્પોરેશન બેંક (એસએમબીસી) લગભગ 20%નો ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવાના નિર્ણાયક કરારમાં પ્રવેશી રહી હોવાની સાથે તેનો પાયો વધુ મજબૂત બન્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઇ) અને અન્ય બેંકો પાસેથી હિસ્સો હસ્તગત કર્યા બાદ એસએમબીસી યસ બેંકમાં સૌથી મોટા શેરધારક બનવાની અપેક્ષા છે, જ્યારે એસબીઆઇ મુખ્ય શેરધારક જળવાઇ રહેશે.
આ તમામ વિકાસ અને વૃદ્ધની મજબૂત આંકડાની પુષ્ટિ તાજેતરના સમયમાં રેટિંગ અપગ્રેડ્સ દ્વારા થઈ છે. મૂડીઝે બેંકનાં લાંબા ગાળાનાં રેટિંગને અપગ્રેડ કરીને બીએ2 કર્યો છે, જ્યારે સીએઆરઇ અને આઇસીઆરએએ ધિરાણકર્તાનાં રેટિંગને ક્રમશઃ એ+ અને એથી અપગ્રેડ કરીને એએ- કર્યું છે. આ તમામ ત્રણેયે બેંક પરના તેમના દૃષ્ટિકોણને સંશોધિત કરીને ‘સ્થિર’ કર્યો છે.
યસ બેંક વૃદ્ધિના આગામી તબક્કામાં પ્રવેશ કરવા માટે તૈયાર થઈ રહી હોવાનું દેખાય છે, કારણ કે તે તેના ગ્રાહકો અને વ્યાપકપણે નાણાકીય ઇકોસિસ્ટમમાં મૂલ્યનો ઉમેરો કરવાની જારી રાખે છે.
સંસ્કૃત્તિથી પ્રેરિત, ગુણવત્તા માટે પ્રતિબદ્ધ
યસ બેંક ડિજિટલ ચુકવણીના કિસ્સામાં પણ સતત અગ્રણી સ્થાન જાળવી રાખવામાં સક્ષમ રહી છે. માર્ચ, 2025 સુધી તે લગભગ 55% બજાર હિસ્સાની સાથે નંબર 1 યુપીઆઇ પેયી પીએસપી બેંક અને લગભગ 33% બજાર હિસ્સા સાથે નંબર 2 યુપીઆઇ પેયર પીએસપી બેંક છે. બેંકે તાજેતરમાં ત્રિમાસિક ગાળા દરમિયાન ડાઇરેક્ટ ટેક્સ અને કસ્ટમ ડ્યુટીચુકવણી સુવિધાની પણ શરૂઆત કરી હતી.
એક મજબૂત ટીમની સાથે યસ બેંકે પાછલા અડધા દાયકાને આત્મવિશ્વાસ સાથે આગળ વધાર્યો છે. ત્રિમાસિક ગાળા દરમિયાન વેરવેંટા હોલ્ડિંગ્સ લિમિટેડના નોમિની શ્રીમાન ડી. શિવકુમારની નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ચીફ એક્સપિરિઅન્સ ઓફિસર તરીકે સુશ્રી હરમીત ચડ્ઢા બેંક માટે ગ્રાહક અનુભવ પ્રાથમિકતા રહેતે સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
ટકાઉ કારોબાર પ્રદર્શન ઉપરાંત યસ બેંકે કર્મચારીઓ અને ગ્રાહકો બંનેને ગુણવત્તાયુક્ત અનુભવો પૂરા પાડવા પર કેન્દ્રિત સંસ્થા તરીકે વૃદ્ધિ પામવાને પ્રાથમિકતા આપી છે. આ વચનબદ્ધત્તાને બેંકને સતત પ્રાપ્ત થઈ રહેલા પુરસ્કારો અને પ્રશંસાઓ પ્રમાણિત કરે છે.
તેને બેંકોમાં ભારતના શ્રેષ્ઠ કાર્યસ્થળો પૈકીના એક તરીકે માન્યતા આપવામાં આવી છે અને બીએફએસઆઇ સેક્ટરમાં ભારતનાં ટોચના 50 શ્રેષ્ઠ કાર્યસ્થળોમાં સામેલ કરવામાં આવી છે. યસ બેંકને નાણાપ્રધાન શ્રીમતિ નિર્મલા સીતારમન દ્વારા ડિજિટલ પેમેન્ટ્સ એવોર્ડ 2025માં છેતરપિંડી નિવારણ અને ફરિયાદ સંચાલનમાં સ્પેશિયલ મેન્શન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
પાછલા થોડા વર્ષોમાં ટકાઉ વધારા તરફી પ્રદર્શનની સાથે એક મજબૂત ટીમનાં નેતૃત્ત્વ અને વ્યાપક નાણાકીય ઇકોસિસ્ટમમાંથી સકારાત્મક સમર્થનની સાથે યસ બેંક આગળ વધવા માટે તૈયાર છે.
