ચેન્નાઈ, તામિલનાડુ | ૦૫ જાન્યુઆરી ૨૦૨૬ — યામાહા મોટરની 70મી એનિવર્સરીની ઉજવણી ચાલુ રાખતાં ઈન્ડિયા યામાહા મોટર દ્વારા 5મી જાન્યુઆરી, 2026થી અમલ સાથે યામાહા R15 સિરીઝ પર Rs. 5,000 સ્પેશિયલ પ્રાઈસ બચત રજૂ કરી છે. આ એનિવર્સરીની પહેલના ભાગરૂપે યામાહા R15 સિરીઝ હવે Rs.1,50,700 (એક્સ- શોરૂમ, દિલ્હી) સાથે શરૂ થાય છે, જે તેની પ્રતીકાત્મક સ્પોર્ટ મોટરસાકલ્સને શોખીનો માટે વધુ પહોંચક્ષમ બનાવવાની યામાહાની કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર આપે છે.
તેની રજૂઆત થઈ ત્યારથી યામાહા R15 ભારતના પ્રવેશસ્તરીય પરફોર્મન્સ મોટરસાઈકલ સેગમેન્ટને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી હોઈ તેની રેસ- પ્રેરિત ડિઝાઈન, અત્યાધુનિક ટેકનોલોજી અને રોજબરોજની રાઈડેબિલિટી માટે દેશના યુવાનોમાં વ્યાપક સન્માન અને મજબૂત સ્વીકાર મેળવ્યો છે. ભારતમાં દસ લાખથી વધુ યુનિટનું ઉત્પાદન સાથે, R15 એક સીમાચિહ્નરૂપ ઉત્પાદન તરીકે ઊભું છે જે યામાહાની મજબૂત ઉત્પાદન ક્ષમતાઓ અને ભારતીય મોટરસાયકલિંગ સંસ્કૃતિ સાથે તેના ઊંડા જોડાણને પ્રતિબિંબિત કરે છે.
યામાહાના આધુનિક 155cc લિક્વિડ- કૂલ્ડ, ફ્યુઅલ- ઈન્જેક્ટેડ એન્જિન સાથે બ્રાન્ડના પ્રોપ્રાઈટરી DiASil સિલિંડર ટેકનોલોજી અને પ્રસિદ્ધ ડેલ્ટાબોક્સ ફ્રેમ દ્વારા પાવર્ડ હોઈ R15એ પરફોર્મન્સ અને હેન્ડલિંગમાં બેન્ચમાર્કસ સ્થાપિત કરવાનું ચાલુ રાખ્યું છે. મોટરસાઈકલ ચુનંદા પ્રકારમાં ટ્રેકશન કંટ્રોલ સિસ્ટમ, આસિસ્ટ અને સ્લિપર ક્લચ, ઝડપી શિફ્ટર, અપસાઈડ- ડાઉન ફ્રન્ટ ફોર્કસ અને લિંક્ડ ટાઈપ મોનોક્રોસ સસ્પેન્શન સહિત આધુનિક વિશિષ્ટતાઓની શ્રેણી સાથે સેગમેન્ટ અવ્વલ પરફોર્મન્સ પ્રદાન કરે છે. તેની ટ્રેક- પ્રેરિક ડિઝાઈન અને નિર્વિવાદ રેસિંગ ડીએનએ સાથે યામાહા R15 સિરીઝ ભારતમાં સૌથી આકાંક્ષાત્મક અને પરફોર્મન્સ પ્રેરિત મોટરસાઈકલ્સમાંથી એક રહી છે.
|
Model |
Price (INR) |
|
Yamaha R15 S |
Rs 1,50,700 |
|
Yamaha R15 V4 |
Rs 1,66,200 |
| Yamaha R15 M |
Rs 1,81,100 |
==♦♦♦♦♦♦♦♦==
