Truth of Bharat
ગુજરાતમોટીવેશનરાષ્ટ્રીયસ્પોર્ટ્સહેડલાઇન

વડોદરા ખાતે “ટોપ ચેમ્પિયનશ લીગ” TCL સિઝન 2માં જોવા મળશે વુમેન ક્રિકેટ ટેલેન્ટ

નોન પ્રોફેશનલ ક્રિકેટ પ્લેયર્સ TCLમાં હાર્ડ ટેનીસ બોલથી ક્રિકેટ રમશે

વડોદરા | ૧૨મી નવેમ્બર ૨૦૨૫ — તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો છે. ત્યારે આપણી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ દેશની તમામ દિકરીઓના રોલ મોડેલ બન્યા છે. જેમાં યુવા પેઢીમાં, ખાસ કરીને છોકરીઓ, તેમના સપનાઓને સાકાર કરવા માટે હવે પ્રેરિત થઈ છે. અને હવે છોકરીઓ ક્રિકેટમાં વધુને વધુ રસ લેતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, શહેરોમાં ક્રિકેટ્ની એકેડમીમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલા ખેલાડીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ત્યારે મહિલાઓને ક્રિકેટ ક્ષેત્રે વધારે પ્રોત્સાહિત કરવા તેમજ એક મનોરંજનના હેતુથી વડોદરા ખાતે વુમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ એક દિવસની મેચમાં નોન પ્રોફેશનલ ક્રિકેટ પ્લેયર્સ આવી પોતાનું બેસ્ટ પર્ફોર્મન્સ આપશે. આ એક ટેનીસ ટુર્નામેન્ટ હશે જેમાં 15 વર્ષની ઉપરની કોઈપણ મહિલા આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે. વડોદરા ખાતે યોજાવા જઈ રહેલી TCL ટોપ ચેમ્પિયન્સ લીગ માં હાઉસ વાઈફ, સ્ટુડન્ટ્સ, વર્કીંગ વુમન, ભાગ લઈ શકશે. 7 ડિસેમ્બર ચાલુ થનારી આ ટુર્નામેન્ટના પ્રસ્તુતકર્તા છે, ધ ક્યુબ ક્લબ”. આ ઉપરાંત આ ટુર્નામેન્ટના ઓર્ગેનાઈઝર સ્પ્રિન્ટએરાના ફાઉન્ડર નિમીષા શાહ છે, જે વુમન ક્રિકેટ ટુર્નામેન્ટ 2011થી કરતા આવ્યા છે, જેનો મુખ્ય હેતુ સ્પોર્ટસ અને મહિલાઓને પ્રોત્સાહન આપવાનું છે.

+++++++++++

Related posts

ગુજરાતમાં બસ બુકિંગમાં 79% અપેક્ષિત વૃદ્ધિ સાથે દિવાળીના ધસારાને ધ્યાનમાં રાખીને રેડબસ તૈયાર છે

truthofbharat

બર્ગનર ઇન્ડિયાએ રાજકોટ ગેલેરી ખાતે કોઠારી ડિપાર્ટમેન્ટલ સ્ટોર સાથે આર્જેન્ટ ક્લાસિક પ્રેશર કૂકર અને પીટલમ બ્રાસ કલેક્શનનું અનાવરણ કર્યું

truthofbharat

એમએસ ધોની એકોમાં રોકાણકાર અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયોઃ સ્માર્ટ ઈન્શ્યુરન્સના ભવિષ્ય પર દાવ લગાવે છે

truthofbharat