ગુજરાત, અમદાવાદ | ૦૨ ડિસેમ્બર ૨૦૨૫ — ગુજરાતભરમાં વિદ્યાર્થીઓમાં માનસિક આરોગ્ય, નશાના દુરુપયોગ, આત્મહત્યા નિવારણ, સોશિયલમીડિયાએડિક્શન અને ડિજિટલ શિસ્ત અંગે જાગૃતિ લાવવા માટે રાજ્યવ્યાપી અભિયાન શરૂ થયું છે.
હાયર એજ્યુકેશન કમિશનર ઓફિસ દ્વારા શ્રી વિદિત શર્માને યુથ એમ્બેસેડર (ગુજરાત) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
યુથ એમ્બેસેડર શ્રી વિદિત શર્માનુંવિઝન
- વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી વચ્ચેના તમામ સંવાદ-ગેપ દૂર કરીને, વિદ્યાર્થીઓને નિર્ભય રીતે વાત કરવાની સુરક્ષા આપવી.
- કેમ્પસવોલન્ટિયરસિસ્ટમ, જેમાં ટ્રેન્ડ વોલન્ટિયરોઈમેલ/વોટ્સએપ દ્વારા વિદ્યાર્થીઓની સમસ્યાઓ સ્વીકારશે અને સંબંધિત વિભાગ સુધી પહોંચાડશે.
- ડ્રગ-ફ્રી કેમ્પસમૂવમેન્ટ – દરેક વિદ્યાર્થી “ડ્રગ-ફ્રી કેમ્પસ યુથ વોલન્ટિયર” બને.
- કેમ્પસમાં બાહ્ય શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળે તો તાત્કાલિક HoD/પ્રિન્સિપલ દ્વારા પોલીસને માહિતી આપવી.
ફોકસક્ષેત્રો:
માનસિકઆરોગ્યજાગૃતિ, નશોવિરોધીઆંદોલન, આત્મહત્યાનિવારણ, સોશિયલમીડિયાઅનેડિજિટલશિસ્ત, પ્રેરણા, લીડરશીપઅનેયુથરિસ્પોન્સિબિલિટી.
કોલેજ મુલાકાતો શરૂ – 26/11/2025 થી
શ્રી વિદિત શર્મા સમગ્ર ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં જઈને શિસ્ત, આત્મવિશ્વાસ અને યુથ એમ્પાવરમેન્ટ અંગે સત્રો લેશે.
સંસ્થાઓની જવાબદારીઓ
સંસ્થાઓએ મહત્તમ વિદ્યાર્થીઓની હાજરી, યોગ્ય વ્યવસ્થા, એડમિનિસ્ટ્રેટિવસપોર્ટ, મંચ/હોલ સેટઅપ અને સત્તાવાર પ્રચાર સુનિશ્ચિત કરવાનું રહેશે.
વિદિત શર્મા વિશે
વિદિત શર્મા એક જાણીતા પબ્લિક ફિગર છે, જેમના એક મિલિયનથી વધુ અનુયાયીઓ છે અને યુવાનો પર તેમનો અસાધારણ પ્રભાવ છે. તેઓ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા – મોસ્ટડિઝાયરેબલમેનઓનટીવીમાં સ્થાન પામ્યા છે અને MTV રોડીઝ દ્વારા રાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ થયા, જ્યાં તેમને 100 કરોડ+ ડિજિટલરીચ પ્રાપ્ત થઈ.
11 ઓક્ટોબર 2025ના રોજ વિદિતે ફિલ્મફેર રેડ કાર્પેટ પર વોક કર્યું અને તેમની ગુજરાતી લિમિટેડ ડ્યુરેશન ફિલ્મ “થાળી” (ગુજરાત ટૂરિઝમસાથે)નુંટીઝરલોન્ચ થયું.
તેઓ ગંગા સમાગ્રહા હેઠળ “શિક્ષા આયામ” – ગુજરાત રાજ્યપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. PDEUમાંથી કેમિકલ એન્જિનિયર તરીકે અભ્યાસ પૂર્ણ કર્યો છે અને શ્રી મુકેશઅંબાણી દ્વારા સન્માનિત થયા છે. તેઓ વિદિત શર્માફિલ્મ્સના સ્થાપક છે, ટાઈમ્સફ્રેશફેસ અમદાવાદના વિજેતા અને યુથ આઈકન ઓફ ધ ઈયર – CAMA Awardsથી નવાજાયા છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીજીથી પ્રેરિત થઈ, વિદિતનો ધ્યેય છે – “માઈન્ડસ્ટ્રોંગ ભારત” નિર્માણ કરવાનો.
તેઓએ એક પેડ માંના નામે, નો ટુ ડ્રગ્સ, નો ટુ સુસાઈડ, નમામીગંગે જેવી ઘણી સફળ અભિયાનની આગેવાની કરી છે, જે NID, PDEU, LJ કોલેજ સહિત અનેક અગ્રણી સંસ્થાઓમાંયોજાયા છે.
તાજેતરમાં, 26 અને 27નવેમ્બરના રોજ તેમણે **LD એન્જિનિયરિંગ, ગુજરાત યુનિવર્સિટી, KK શાસ્ત્રી, ગુજરાત ગવર્મેન્ટ પોલિટેકનિક (અમદાવાદ) અને ગુજરાત કોલેજ (3કેમ્પસો)**માં પાંચ મોટા કેમ્પસ પ્રોગ્રામ સફળતા પૂર્વક પૂર્ણ કર્યા.
વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો અને તેમની પ્રતિભાવ તેમના Instagram @viditsharma09 પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.
સમગ્ર ગુજરાત આવરી લેવામાં આવશે.
=============
