વેન્ટિવ હોસ્પિટાલિટી લિમિટેડએપોતાની પ્રમોટર ગ્રૂપ કંપનીઓ સાથે તમામ 7 હોટેલમાં 1,548 રૂમોનું મેનેજમેન્ટ કરવા મેરિયટ ઇન્ટરનેશનલ સાથે ભાગીદારી કરી
પૂણે | ૧૦ જુલાઈ ૨૦૨૫ — વેન્ટિવ હોસ્પિટાલિટી લિમિટેડ (BSE: 544321, NSE: VENTIVE) (“વેન્ટિવ હોસ્પિટાલિટી”)એ પોતાની પ્રમોટર ગ્રૂપ કંપનીઓ સાથે ભારત અને શ્રીલંકામાં કુલ 1,548 રૂમ ધરાવતી સાત લક્ઝરી, અપર અપસ્કેલ અને અપસ્કેલ હોટેલ્સ શરૂ કરવા મેરિયટ ઇન્ટરનેશનલ, ઇન્ક સાથે તેમની વ્યૂહાત્મક ભાગીદારીનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી છે. આ ભાગીદારીમાં શ્રીલંકા, વારાણસી, મુન્દ્રા, પૂણે અને નવી મુંબઈ સહિત મુખ્ય કેન્દ્રોમાં એકથી વધારે બ્રાન્ડ હોટેલ્સ શરૂ કરશે. ઉપરાંત વેન્ટિવ હોસ્પિટાલિટીએ ભારતના મુન્દ્રામાં પોતાની હાલની ભાડાપટ્ટા પરની જમીન પર એક હોટેલ વિકસાવવાની યોજનાની પણ જાહેરાત કરી હતી.
આ સાત હોટેલ્સમાં ત્રણ હોટેલ્સ વેન્ટિવ હોસ્પિટાલિટી અને એની પેટાકંપનીઓ વિકસાવી રહી છે – જેમાં એક શ્રીલંકામાં યલા ઇસ્ટ નેશનલ પાર્ક નજીક પોટ્ટુવિલમાં રિત્ઝ-કાર્લ્ટન રિઝર્વ (વેચાણ માટે 80 બ્રાન્ડેડ રેસિડન્સ1 સાથે 73 વિલા); બીજી ભારતના વારાણસીમાં વારાણસી મેરિયટ હોટેલ (161 રૂમ) અને ત્રીજી ભારતના મુન્દ્રામાં કોર્ટયાર્ડબાયમેરીયટ(200 રૂમ) સામેલ છે.
બાકીની ચાર હોટેલ્સમાં – સૂચિત જેડબલ્યુ મેરિયટ નવી મુંબઈ (450 રૂમ), મોક્સી નવી મુંબઈ (200 રૂમ), મોક્સી પૂણે વાકડ (264 રૂમ) અને મોક્સી પૂણે ખરાડી (200 રૂમ)ને રાઇટ ઓફ ફર્સ્ટ ઓફર (ROFO) પર પ્રમોટર ગ્રૂપ કંપનીઓ વિકસાવી રહી છે અથવા વેન્ટિવ હોસ્પિટાલિટી વૈકલ્પિક માળખાગત આધારે વિકસાવી રહી છે તથા તમામ શેરધારકોને સમાન ધોરણે મહત્તમ મૂલ્ય એવી અનુકૂળ ગોઠવણ અંતર્ગત કંપનીને હસ્તાંતરિત કરશે.
આ ભાગીદારી ભારતમાં લક્ઝરી અને અપર-અપસ્કેલ હોટેલ ક્ષેત્રમાં સૌથી મોટી ભાગીદારી પૈકીની એક છે, જે વેન્ટિવ હોસ્પિટાલિટીના પ્રોજેક્ટ અમલીકરણ ક્ષમતાની સાથે મેરિયટ ઇન્ટરનેશનલની પ્રસિદ્ધ બ્રાન્ડ તથા હોટેલ મેનેજમેન્ટ કુશળતાનો ઉપયોગ કરશે. બંને કંપનીઓ માગ-પુરવઠાની સાનુકૂળતાનો લાભ લેવાની મહત્વપૂર્ણ તક ઝડપવા સજ્જ છે.
આ વ્યૂહાત્મક ભાગીદારીની ઔપચારિક જાહેરાત વેન્ટિવ હોસ્પિટાલિટી લિમિટેડના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અતુલ ચોરડિયા અને મેરિયટ ઇન્ટરનેશનલના એશિયા પેસિફિક (ચીન સિવાય)ના પ્રેસિડન્ટ રાજીવ મેનનએ કરી હતી. આ પ્રસંગે મેરિયટ ઇન્ટરનેશનલના દક્ષિણ એશિયાના રિજનલ વાઇસ પ્રેસિડન્ટ રંજુ એલેક્સ, વેન્ટિવ હોસ્પિટાલિટી લિમિટેડના સીઇઓ રણજિત બત્રા, ફાઇનાન્સ એન્ડ ઇન્વેસ્ટર રિલેશન્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ મિલિન્દ વાડેકર, મેરિયટ ઇન્ટરનેશનલના હોટેલ ડેવલપમેન્ટના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ કિરણ એન્ડિકોટ તથા વેન્ટિવ હોસ્પિટાલિટી, પંચશીલ ગ્રૂપ અને મેરિયટ ઇન્ટરનેશનલના અન્ય વરિષ્ઠ લીડર સામેલ હતાં.
આ જાહેરાત પર વેન્ટિવ હોસ્પિટાલિટી લિમિટેડના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અતુલ ચોરડિયાએ કહ્યું હતું કે, “અમે મજબૂત કામગીરી સાથે નાણાકીય વર્ષ 2025-26ની શરૂઆત કરવા રોમંચિત છીએ, ખાસ કરીને આ નાણાકીય વર્ષમાં લિસ્ટિંગ પછી અમારી પ્રથમ સમજૂતી છે. આ ભાગીદારી મેરિયટ ઇન્ટરનેશનલ સાથે અમારી બે દાયકાના લાંબા સંબંધોને મજબૂત કરવાની સાથે ભારતના હોસ્પિટાલિટી ક્ષેત્રને નવેસરથી પરિભાષિત કરવા અમારી સફરમાં સીમાચિહ્નરૂપ ક્ષણ છે. મેરિયટની વૈશ્વિક કુશળતા અને રિયલ એસ્ટેટમાં અમારી ઊંડી જાણકારીનો ઉપયોગ કરીને અમારો ઉદ્દેશ વિશિષ્ટ ડેસ્ટિનેશનો ઊભા કરવાનો છે, જે વ્યવસાયિક અને શોખીન એમ બંને પ્રકારનાં પ્રવાસીઓ માટે મહેમાનનવાઝીનો શ્રેષ્ઠ અનુભવ આપશે, જે લક્ઝરી અને અપર-અપસ્કેલ સેગમેન્ટોમાં વૃદ્ધિ તથા પૂણે, બેંગાલુરુ અને માલ્દિવ્સ ઉપરાંત અમારી કામગીરીનું વિસ્તરણ કરવાથી સંચાલિત છે. આ જોડાણ અમારી આક્રમક વૃદ્ધિ પ્રત્યેની કટિબદ્ધતા પર ભાર મૂકવાની સાથે અમારી ક્ષમતાનો સમજીવિચારીને ઉપયોગ જાળવવાનું પ્રતીક છે.”
મેરિયટ ઇન્ટરનેશનલના એશિયા પેસિફિક (ચીન સિવાય)ના પ્રેસિડન્ટ રાજીવ મેનને કહ્યું હતું કે, “અમારી વૃદ્ધિની વ્યૂહરચના એવા કેન્દ્રોમાં હાજરી ઊભી કરવા પર કેન્દ્રિત છે, જ્યાં અમારા મહેમાનો પ્રવાસ કરવા આતુર છે. અમને વેન્ટિવ હોસ્પિટાલિટી સાથે કામ કરવાનો રોમાંચ છે, કારણ કે અમે પ્રવાસનો લક્ઝરી અનુભવ અને આંતરરાષ્ટ્રીય સ્તરની હોસ્પિટાલિટી સેવાઓ માટે વધતી માગ પૂર્ણ કરવાનું જાળવી રાખ્યું છે. અમે ખાસ કરીને રિત્ઝ-કાર્લ્ટન રિઝર્વ સાથે સમજૂતી કરીને ખુશ છીએ, જે શ્રીલંકામાં બ્રાન્ડના પ્રવેશ સાથે શરૂ થવાની અપેક્ષા છે. આજે થયેલી સમજૂતી વેન્ટિવ હોસ્પિટાલિટી સાથે અમારા લાંબા સંબંધો પર ભાર મૂકે છે તથા અમે આ તમામ પ્રોજેક્ટ પૂર્ણ કરવા આતુર છીએ.”
વેન્ટિવ હોસ્પિટાલિટી લિમિટેડના સીઇઓ રણજિત બત્રાએ કહ્યું હતું કે, “વેન્ટિવ હોસ્પિટાલિટીમાં અમે ઝડપથી વૃદ્ધિ કરવા, શેરધારકનું મૂલ્ય વધારવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ કેન્દ્રોમાં ભારતની હોસ્પિટાલિટીની સેવાને નવેસરથી પરિભાષિત કરવા કટિબદ્ધ છીએ. આ વિઝન સાકાર કરવા, મહેમાનોને શ્રેષ્ઠ અનુભવો આપવા અને ઉદ્યોગની વૃદ્ધિમાં પ્રદાન કરવા મેરિયટ ઇન્ટરનેશનલ સાથે અમારી વ્યૂહાત્મક ભાગીદારી એક પથપ્રદર્શક પગલું છે. અમે ભવિષ્યની તકોને લઈને આશાવાદી છીએ અને સફળ સફર માટે આતુર છીએ.”
#####
