Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયશિક્ષણહેડલાઇન

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી એકવાર તોડ્યો રેકોર્ડ

ગુજરાત, અમદાવાદ ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫– ભારતનું  અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE મેઇન ૨૦૨૫ સેશન ૧ના રીઝલ્ટ સાથે  નવા બેન્ચમાર્ક સ્થાપિત કર્યા છે. અનએકેડેમીના ૯૨૦થી વધુ વિદ્યાર્થીઓએ ૯૯ ટકાથી વધુનો મહત્વપૂર્ણ  સ્કોર હાંસલ કર્યો છે, જે તેના હાઇબ્રિડ લર્નિંગ મોડેલની અસરકારકતાને મજબૂત બનાવે છે. આસાથે ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણને એકીકૃત રીતે સંકલિત પણ કરે છે.

સર્વોચ્ચ અંક પ્રાપ્ત કરવામાં સૌરવ એ ૧૦૦ ટકા સ્કોર મેળવ્યો, ઉજ્જવલ કેસરી (૯૯.૯૯૯%ile), સમુદ્ર સરકાર (૯૯.૯૯૨% ile), શ્રીજન અગ્રવાલ (૯૯.૯૮% ile), યશ કુમાર (૯૯.૯૮% ile) અને અન્ય ઘણા મહત્વપૂર્ણ  વિદ્યાર્થીઓએ પોતાનું સમર્પણ અને સખત મહેનત દર્શાવી છે.

અનએકેડેમીના સહ-સ્થાપક સુમિત જૈને ઉત્કૃષ્ટ પરિણામો અંગે ઉત્સાહ વ્યક્ત કરતાં કહ્યું કે,“અમારા વિદ્યાર્થીઓએ ફરી એકવાર તેમની ક્ષમતા અને દ્રઢતા દર્શાવી છે. આ પરિણામો અમારા શિક્ષકોના સમર્પણ, અમારી અભ્યાસ સામગ્રીની શક્તિ અને અમારા હાઇબ્રિડ લર્નિંગ મોડેલની અસરને પ્રતિબિંબિત કરે છે. અમને વિશ્વાસ છે કે આ ફક્ત શરૂઆત છે અને અમારા વિદ્યાર્થીઓ JEE, NEET અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રેકોર્ડ તોડતા રહેશે.”

ઉચ્ચ સ્તરીય શિક્ષણ પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા સાથે અનએકેડેમી  હવે ભારતના 50 થી વધુ શહેરોમાં 75 થી વધુ સેન્ટર સાથે પોતાની પહોંચને વિસ્તૃત કરી રહ્યું છે.  આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓને મહત્વપૂર્ણ સંસાધનો, નિષ્ણાત માર્ગદર્શન અને વ્યાપક શૈક્ષણિક સહાય સાથે સશક્ત બનાવવાના પોતાના મિશનમાં અડગ રહે છે, જે તેમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ટોચના ક્રમ મેળવવાના તેમના સપનાને પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવે છે.

વધુ જાણકારી માટે વિગતો માટે કૃપા કરીને https://unacademy.com/ અથવા press@unacademy.com ની અવશ્ય મુલાકાત લો.

Related posts

માનસી વિંગ્સ હોન્ડા ખાતે Honda QC1 ઇલેક્ટ્રિક સ્કૂટરનું સફળ લોન્ચ

truthofbharat

ઇલેક્રામા 2025એ પાવર ઇક્વિપમેન્ટના વૈશ્વિક નિકાસકાર બનવાના પ્રયાસને સમર્થન આપ્યું

truthofbharat

સેમસંગનો અત્યંત પોષણક્ષમ સ્માર્ટફોન Galaxy A26 5G, ભારતમાં લોન્ચ થયો, જેની પ્રારંભિક કિંમત છે રૂ. 22999

truthofbharat

Leave a Comment