ગુજરાત, અમદાવાદ | ૦૮ જુલાઈ ૨૦૨૫: અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડની તેર લાઈમસ્ટોન ખાણોને રાજસ્થાનના જયપુરમાં 7મી જુલાઈ, 2025ના રોજ આયોજિત પુરસ્કાર સમારંભ ખાતે નાણાકીય વર્ષ 2023-24 માટે ખાણકામ મંત્રાલય દ્વારા ઈન્ડિયન બ્યુરો ઓફ માઈન્સ દ્વારા સક્ષમ ખાણકામમાં ઉત્કૃષ્ટતા માટે સન્માનિત કરવામાં આવી છે.
પ્રતિષ્ઠિત 5- સ્ટાર સન્માન જીતનારી ખાણમાંથી એક ગુજરાતના ભુજ જિલ્લામાં સ્થિત અલ્ટ્રાટેકના ઈન્ટીગ્રેટેડ ઉત્પાદન એકમ સેવાગ્રામ સિમેન્ટ વર્કસનો હિસ્સો હારુડી- ખારાઈ લાઈમસ્ટોન માઈને પ્રાપ્ત કર્યો છે. સેવાગ્રામની બે લાઈમસ્ટોન ખાણે (ખારાઈ- હારુડી લાઈમસ્ટોન માઈન અને હારુડી- ખારાઈ લાઈમસ્ટોન માઈન) પુરસ્કારના આરંભથી ઈન્ડિયન બ્યુરો ઓફ માઈન્સ દ્વારા એકંદરે નવ 5-સ્ટાર રેટિંગ પ્રાપ્ત કર્યા છે. તેમના ખાણકામ ક્ષેત્રમાં વોટર હાર્વેસ્ટિંગના પ્રયાસો, હરિત પટ્ટાનો વિકાસ, સમુદાય સહભાગ અને નજીકનાં અનેક ગામડાંઓને દત્તક લેવાયાં તે અન્યોથી તેમને અલગ તારવે છે.
અલ્ટ્રાટેક લાઈમસ્ટોનની બાર ખાણને 5-સ્ટાર રેટિંગ મળ્યો છે અને એકે ‘હરિત ખાણકામ’ પ્રત્યે ઉત્તમ કાર્ય માટે 7 સ્ટાર રેટિંગ પુરસ્કાર થઈને સર્વોચ્ચ અજોડતા પ્રાપ્ત કરી છે, જે દેશમાં લાઈમસ્ટોન ખાણકામ શ્રેણીમાં 7-સ્ટાર રેટિંગ પ્રાપ્ત કરનારી એકમાત્ર ખાણ બની છે.
આ કાર્યક્રમમાં કોલસો અને ખાણકામના સન્માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી જી. કિશન રેડ્ડીને હસ્તે નાણાકીય વર્ષ 2023-24માં સક્ષમ વિકાસ અને કામગીરી માટે આ ખાણોની અનન્ય સિદ્ધિ માટે ભારતની સૌથી વિશાળ સિમેન્ટ અને રેડી- મિક્સ કોન્ક્રીટ (આરએમસી) કંપની અલ્ટ્રાટેકનું સન્માન કરાયં હતું. આ સન્માન સમારંભમાં રાજસ્થાનના મુખ્ય મંત્રી શ્રી ભજન લાલ શર્મા અને કોલસો તથા ખાણકામના કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી સતીશ ચંદ્ર દુબે પણ હાજર હતા.
અલ્ટ્રાટેક દ્વારા ખાણકામમાં ઉત્કૃષ્ટ લાવવાના પ્રયાસો સક્ષમ, હરિત ખાણકામ, કાર્યક્ષમ કામગીરીઓ અને ટેકનોલોજી પ્રેરિત ખનીજ પ્રક્રિયામાં ઈન્ડિયન બ્યુરો ઓફ માઈન્સનાં લક્ષ્યોની રેખામાં છે. અલ્ટ્રાટેક લાગલગાટ બીજા વર્ષ માટે રિપોર્ટિંગ વર્ષ નાણાકીય વર્ષ 2023-24માં ખનીજોની સર્વ શ્રેણીઓ (લાઈમસ્ટોન, આયર્ન ઓર, બોક્સાઈટ, લીડ ઝિંક, મેંગનીઝ)માં ખાણોની સર્વોચ્ચ સંખ્યા માટે 5-સ્ટાર રેટિંગ કર્યાની અજોડતા ધરાવે છે.
ખાણકામ મંત્રાલયની સંકલ્પના સ્ટાર રેટિંગ્સ ખાણકામમાં સક્ષમ વિકાસ કાર્યરેખાની વ્યાપક અને સાર્વત્રિક અમલબજાવણી માટે ઉત્તમ વ્યવહારો અપનાવવા પર આધારિત છે. રેટિંગ યોજનામાં સર્વોચ્ચ 7-સ્ટાર અને 5-સ્ટાર ખાણોને ઉત્તમ કામગીરી કરવા માટે અને વૈજ્ઞાનિક તથા કાર્યક્ષમ ખાણકામ, મંજૂર ઉત્પાદનનું અનુપાલન, શૂન્ય કચરો ખાણકામ, પર્યાવરણ રક્ષણ, પ્રગતિશીલ અને આખરી ખાણ બંધ કરવા માટે પગલાં, હરિત ઊર્જાનું સોર્સિંગ, જમીન, આંતરરાષ્ટ્રીય ધોરણો અપનાવવા, સ્થાનિક સમુદાયનો સહભાગ અને કલ્યાણ કાર્યક્રમો, પુનર્વસન અને અન્ય સામાજિક પ્રભાવો જેવાં પરિણામો પ અપવાદાત્મક રીતે ઉત્તમ અને શ્રેષ્ઠ કામગીરી કરનારી ખાણોને અપાય છે.
અહીં અલ્ટ્રાટેકની ખાણોની યાદી આપી છે, જેનું રિપોર્ટિંગ વર્ષ નાણાકીય વર્ષ 2023-24 માટે સન્માન કરાયું હતું:
| નાણાકીય વર્ષ માટે પુરસ્કૃત અલ્ટ્રાટેક લાઈમસ્ટોન માઈન | ખાણ જ્યાં સ્થિત છે તે અલ્ટ્રાટેકનું એકમ | લાગલગાટ 5-સ્ટાર રેટિંગ્સની સંખ્યા |
| નવકારીલાઈમસ્ટોનમાઈન | અવરપુરસિમેન્ટવર્કસ, ચંદ્રપુર, મહારાષ્ટ્ર | 9 |
| કોવાયાલાઈમસ્ટોનમાઈન | ગુજરાતસિમેન્ટવર્કસ, ગુજરાત | 9 |
| બાગા- ભાલગલાઈમસ્ટોનએન્ડશેલમાઈન | બાગાસિમેન્ટવર્કસ, સોલન, હિમાચલપ્રદેશ | 5 |
| માણિકગઢસિમેન્ટલાઈનસ્ટોનમાઈન | માણિકગઢસિમેન્ટવર્કસ, ચંદ્રપુર, મહારાષ્ટ્ર | 4 |
| આદિત્યલાઈમસ્ટોનમાઈન | આદિત્યસિમેન્ટવર્કસ, ચિત્તોરગઢ, રાજસ્થાન | 3 |
| તુમામલાપેન્ટાલાઈમસ્ટોનમાઈન | આંધ્રપ્રદેશસિમેન્ટવર્કસ, અનંતાપુરજિલ્લો, આંધ્રપ્રદેશ | 3 |
| નર્મદાસિમેન્ટલાઈમસ્ટોનમાઈન | નર્મદા- જાફરાબાદસિમેન્ટવર્કસ | 3 |
| સીતાપુરીલાઈમસ્ટોનમાઈન | ધરસિમેન્ટવર્કસ, ધર, મધ્યપ્રદેશ | 2 |
| પારસવાનીલાઈમસ્ટોનમાઈન | હિરમીસિમેન્ટવર્કસ, બલોદાબજાર- ભાતાપરા, છત્તીસગઢ | 2 |
| રાજશ્રીસિમેન્ટલાઈમસ્ટોનમાઈન | રાજશ્રીસિમેન્ટવ્રકસ, ગુલબર્ગા, કર્ણાટક | 2 |
| ખારાઈ- હારુડીલાઈમસ્ટોનમાઈન | સેવાગ્રામસિમેન્ટવર્કસ, કચ્છ, ગુજરાત | 1* |
| વિક્રમસિમેન્ટલાઈમસ્ટોનમાઈન | વિક્રમસિમેન્ટવર્કસ, નીમુચ, મધ્યપ્રદેશ | 1 |
| બુદાવાડાલાઈમસ્ટોનમાઈન | બાલાડીસિમેન્ટવર્ક, કૃષ્ણા, આંધ્રપ્રદેશ | 1 |
* સેવાગ્રામ સિમેન્ટ વર્કસ બે લાઈમસ્ટોન ખાણ (ખારાઈ- હારુડી લાઈમસ્ટોન માઈન અને હારુડી- ખારાઈ લાઈમસ્ટોન માઈન)ને એકત્રિત રીતે આરંભથી બ્યુરો ઓફ ઈન્ડિયન માઈન્સ દ્વારા નવ 5-સ્ટાર રેટિંગ્સ પ્રાપ્ત થયા છે.
