Truth of Bharat
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

UBN રંગ તાળી 2.Oના ગરબે ઝુમવા થઈ જાઓ તૈયાર!

કલરફુલ થીમ સાથે રજુ થનારા UBN રંગ તાળી 2.Oના ગરબા રમવા ખેલૈયાઓ આતુર

રંગ તાળી 2.Oમાં ગરબા કરી બિઝનેસ શેર કરવાની અનોખી તક

ગુજરાત, અમદાવાદ | ૧૭મી સપ્ટેમ્બર ૨૦૨૫: 22 સપ્ટેમ્બરથી 1લી ઓક્ટોબર સુધી ચાલનારા નવરાત્રિ મહોત્સવમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રિની ગરબાપ્રેમીઓ કાગડોળે રાહ જોતા હોય છે. ત્યારે ખેલૈયાઓના મનપસંદ ગરબા એવા  UBN રંગ તાળી 2.O પોતાના અવનવા રંગો લઈને પોતાની એક યુનિક થીમ સાથે ગરબા લઈને આવી રહ્યાં છે.

“રાધે ઈવેન્ટ્સ”, “યુનીકોર્ન ઈન્સ્ફ્રાસ્ટ્રક્ચર” દ્વારા આયોજીત UBN રંગ તાળી 2.Oના ગરબા અંગે વાત કરતા UBN અમદાવાદના આયોજકે જણાવ્યું હતું કે, આ વર્ષે અમે ગરબા કરી લોકો એકબીજાને બિઝનેસ શેર કરી શકે તેવા આશયથી  રંગ તાળી 2.Oના ગરબાનું આયોજન કર્યું છે. નવરાત્રિમાં માતાની ભક્તિ સાથે ઉદ્યોગ જગતના લોકો આવી પોતાનો બિઝનેસ વધારે આગળ લાવી શકે તેમજ પોતાનો બીઝનેસ નેટવર્કીંગ આગળ વધારી શકે તે માટે રંગ તાળી 2.Oના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે,  UBN રંગ તાળી 2.Oમાં ખેલૈયાઓને ગરબે ઝુમાવવા આ વખતે અમે સુપ્રસિદ્ધ ગાયક કલાકાર ભુપેન્દ્ર શાસ્ત્રી તેમજ સીતા બહેન રબારીને લઈને આવી રહ્યાં છે. જે નવરાત્રિ મહોત્સવમાં ગરબા પ્રેમીઓને ગરબે ઝુમાવવા તમામ તૈયારી સાથે આવી રહ્યાં છે.

Related posts

જીવનમાં આપલે કરવાથી જીવન સારું બને છેઃ LG ઈન્ડિયાએ ભારતભરમાં રક્તદાન પહેલનું વિસ્તરણ કર્યું છે

truthofbharat

ગુજરાતના અર્થતંત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રેનીવ ડેવલપર્સના સીઈઓ અને એમડીને હુરુન ઈન્ડિયા સન્માન મળ્યું

truthofbharat

આમીર ખાનના કેવ મેન વર્લ્ડ સાથે ફરી એક વખત ‘Mind Charged, Body Charged’

truthofbharat