“હું કેવળ ધર્મ પકડીને જ નહીં નથી ચાલતો વિજ્ઞાન અને અધ્યાત્મને પકડીને પણ ચાલુ છું.”
“બોલિંગ થતી રહેશે ત્યાં સુધી બેટિંગ કરતો રહીશ,હું થાક્યો નથી અને થાકવાનો નથી,હું સિકસરો મારતો રહીશ”
સનાતનીઓ જાગો!!
વિજ્ઞાન ગતિ આપે અને ધર્મ દિશા આપી શકે છે
વ્યાસપીઠ પર રોજ સતત અનેક પત્રો,ચિઠ્ઠીઓ પ્રશ્નો આવતા હોય છે એમાંના બધા જ પ્રશ્ન સારા જ હોય છે એવું નથી એક-બે કડક,ટીકાત્મક,આલોચનાત્મક પત્ર રજૂ કરતા બાપુએ કહ્યું કે કોઈએ પૂછ્યું છે કે અહીં અનેક વિચારો રોજ રજૂ થાય છે,બાપુ તમે કેટલા સ્વિકાર્યા?બાપુએ કહ્યું ગોપનાથની સાક્ષીએ જો વાત કરું તો પહેલો વિચાર તો એ સ્વિકાર્યો કે આ વૈશ્વિક પરિવાર છે તો એ વૈશ્વિક વિચાર.વારંવાર કહેલું પણ છે કે યુદ્ધ કરતા દેશોની વચ્ચે બોર્ડર પર બેસીને હું કથા કરું.જે થવાનું એ થાય અને આજે સારા સમાચાર એ છે કે ગાઝા- ઇઝરાયેલ વચ્ચે સમાધાન અને સંધિ થઈ છે,એ લાંબુ ટકે.કારણકે નાનકડા બાળકોના મોઢા ઉપર સ્મિત જોઈને અતિશય ખુશી દેખાય છે,
આ વૈશ્વિક કથાએ મને વિજ્ઞાન વિચાર પણ આપ્યો છે.હું કેવળ ધર્મ પકડીને જ નહીં નથી ચાલતો વિજ્ઞાન અને અધ્યાત્મને પકડીને પણ ચાલુ છું. રામાયણમાં વાલ્મિકી અને હનુમાન-એકને કવિશ્વર બીજાને કપિશ્વર કહ્યા છે બંને વિજ્ઞાની છે એવું તુલસીજી કહે છે.ત્રીજો વૈરાગ્ય વિચાર,જો કે એ તો લોહીમાં છે.અમુક સમય પછી માણસે વિરાગ વિચાર કરવો રહ્યો.બધું મૂકીને ભાગી જવાનું નહીં પણ ઘરમાં રહીને વાનપ્રસ્થ બનીને જીવવું.આમ તો ભગવાનની વૈદિક વ્યાખ્યામાં જ્યાં જ્ઞાન,વૈરાગ્ય, ઐશ્વર્ય,ધર્મ,યશ આવા છ ભગ જેનામાં હોય એ ભગવાન.
પણ આપણા જેવા માટે ભગવાનનો અર્થ (ભ)જન કરતો-સેવા કરતો,(ગ)ગનગામી દ્રષ્ટિ કોણ રાખતો, (વા)નપ્રસ્થ રહીને (ન)કારાત્મક જીવન ઓછું કરતો-એ ભગવાન!
વિનોબાજી કહેતા કે વિજ્ઞાન ગતિ આપે અને ધર્મ દિશા આપી શકે છે.અહીંથી વિવેક વિચાર પર રામાયણ માથી લીધેલો છે અને એનો વિનય પૂર્વક હું જવાબ આપણને આપી રહ્યો છું.
બીજો પણ આવો જ પ્રશ્ન હતો કે તમારી કથાથી દુનિયા કંટાળતી નથી! બાપુએ આજે સરસ મજાની વાત કરતા વ્યંગમાં કહી દીધું કે “બોલિંગ થતી રહેશે ત્યાં સુધી બેટિંગ કરતો રહીશ,હું થાક્યો નથી અને થાકવાનો નથી,હું સિકસરો મારતો રહીશ”
જગતના ચોકમાં ખેલદિલીથી રમી રહ્યો છું,સૂર્ય ચંદ્ર અમ્પાયરો છે અને બરાબર રમીને આઉટ(મુક્તિ) થઇશ તો પણ બીજા ટેસ્ટ માટે મારું સિલેક્શન થાય કારણ કે નરસિંહ મહેતા કહે છે એમ-હરિના જન તો મુક્તિ ન માંગે..
એ પછી રામ જન્મ તરફની કથા આગળ વધારતા પાર્વતી ભલ અવસર જાણીને શિવને રામ જન્મના કારણ વિશે પૂછે છે અને ઈશ્વરને જન્મવા માટે કોઈ કારણ કાર્યકારણ નથી છતાં પણ પાંચ કારણોની વાત કરીને બાપુ સંવાદ અને ગાન દ્વારા દશરથ દ્વારા પુત્ર કામેષ્ટિ યજ્ઞ થાય છે.ચારે માતાઓ ગર્ભવતી થઈ રાજા દશરથના રાજમહેલમાં કૌશલ્યાની કૂખે રામનો જન્મ થાય છે.એક માતા ઈશ્વરને મનુષ્ય કેમ બનવું એ સમજાવીને ગોદમાં રમાડે છે.ત્રિભુવનને રામ જન્મની વધાઈ આપી આજની કથાને વિરામ અપાયો.
Box
એક શબદમેં સબ કહા
એક સુંદર યાદગાર પ્રકલ્પથી ગોપનાથના દરિયા કાંઠે ચાલતી રામકથાના સાતમા દિવસનો આરંભ થયો ભાવનગર સરામાં રહેતા અને સાધુરૂપ મહાપુરુષ જેવું જીવન વિતાવતા સુભાષ ભટ્ટ,જેણે અનેક લેખો લખ્યા છે તેનું સંપાદન ગાંધી કેન્દ્ર લોકભારતી-સણોસરાનાં ડો.દિનુ ચુડાસમાએ કર્યું એના વિશેની સુંદર વાત કરતા ‘અનહદ ગરજે’- જેમનું દર્શન સુભાષભાઈએ કરાવેલું.સુભાષભાઈનો ૬૬મો જન્મદિવસ હમણાં ગયો,૩૩૦૦ જેટલાં પાનાઓમાંથી સંપાદન કરીને ૩૩-લેખો સંકલિત કર્યા ને હવે બાપુના શુધ્ધ હસ્તે વ્યાસપીઠની સાક્ષીએ બ્રહ્માર્પણ થયું એથી એ શબ્દ નહીં પણ શબદ બની જાય છે.
એ ૬૬ વર્ષના,૬૬ લેખો ઉપરાંત ૩૩૦આ ઉમેરીએ ૯૯ થાય અને બાપુ ૯-નાં પૂર્ણાંકને ખૂબ માને એટલે એમાં એ નવ ઉમેરીએ તો સુભાષ ભટ્ટ ૧૦૮ વરસ નિરામય જીવે એવી માનસિક ઈચ્છા.
પણ ધૂળિયા માર્ગની પ્રજાને સુભાષભાઈ કોણ?એવું સમજાવતા કહ્યું કે:એવો વિરલ સાધુ જેનાં ત્રણ પર ત્રણ પુસ્તકો-પ્રથમ પુસ્તક સત્ય-ઈસ ઘટ અંતર અનહદ ગરજે’,બીજું પ્રેમ ઉપર-જીવન સંવાદ
જેમાં સુભાષ ભટ્ટનો સાક્ષાતકાર એટલે કે ઇન્ટરવ્યૂ ખૂબ જ ટૂંકા અડધી લીટીના ૮૪ પ્રશ્નો ને એના અડધી જ લીટીના ખૂબ સુંદર ચોટડૂક જવાબો સુભાષભાઈ આપ્યા છે.એમાં એક બે:
પૂજ્ય બાપુ એટલે શું?સુભાષ ભટ્ટ કહે:મારી અનુભૂતિ સત્ય પ્રેમ અને કરુણાનું અઘોળ આચરણ પ્ર-કબીર કેમ આટલા તેજ દેખાય છે?જવાબ- કરુણાને લીધે!
સુભાષ ભટ્ટ એટલે કોણ?જવાબ-માત્ર મૈત્રી,મૈત્રી અને મૈત્રી!
ત્રીજું પુસ્તક જે કરુણા ઉપર-‘એક શબદમેં સબ કહા’ પૂ.બાપુને શુભ શુધ્ધ હસ્તે બ્રહ્માર્પિત થયું
જ્ઞાની ભટકે છે અને પ્રેમી પહોંચે છે એવું કહેનાર સુભાષ ભટ્ટ પર પોતાનો સુંદર પ્રસન્નતાપૂર્વકનો પ્રતિભાવ પણ આપ્યો.કહ્યું કે:
રાઝ કૈસે પહોંચ ગયે ગૈરોં તક,
મશવરે તો હમને અપનોં સે કિયે થે!
Box
અયોધ્યા રામમંદિર પ્રતિષ્ઠામાં એકેય અંદર દર્શન કરવા નથી આવ્યા!..જાગો..સનાતનીઓ..જાગો!!
કથા દરમિયાન વારંવાર બાપુએ સનાતનીઓને જાગવાની જરૂરત પર ભાર મૂક્યો.
રામ-પરાત્પર બ્રહ્મ,પરબ્રહ્મ,ઇશ્વર,પ્રભુ,સમર્થ,સૌથી ઊંચાઇનુ તતત્વ છે એના પર બીજું કોઇ નથી.
પણ જ્યાં આખું ગામ સનાતની હોય ત્યાં આવીને કાનોમાં ઝેર રેડવાના પ્રયત્નો થાય છે…એ જાગો! જાગો!
કોઇ વિચારધારા કહે કૃષ્ણ નરકે ગયો છે બીજી ચોવીસીમાં અમારો તિર્થંકર બનીને આવે પછી…,રામ જ સ્વર્ગે ગયા લક્ષમણ નથી ગ્યા! આવી વાતો કરી ભરમાવે છે,એલાવ તમે ક્યાં છો?તમારા સરનામા આપો!શાસ્ત્રોમાં નરકવાસીઓનાં લક્ષણો આપ્યા છે એમાં સ્પષ્ટ છે.એ ભાદરવાનાં ભીંડાઓ! રાજમાર્ગ છોડાવી કેડીઓ પકડાવો છો!
ગામડે-ગામડે પંચદેવોનાં મંદિરો,પ્રતિષ્ઠા થવી જોઇએ,શિવમંદિર,રામમંદિર,કૃષ્ણમંદિર,મા દુર્ગા-ભવાની માતાજીનું મંદિર,ગણપતિ દાદાનું મંદિર,હનુમાન દાદાનું મંદિર…ને જીર્ણ-શીર્ણ થયું હોય તો તલગારરડાની પ્રસાદી રૂપે સવાલાખનું તુલસી પત્ર લઇ જાઓ પણ મંદિર કરો
એમને જે કરવું હોય એની રીતે કરે!
અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વખતે વડાપ્રધાન(ને સારું લગાડવા) સામે બધા આવેલા,મારી આજુબાજુ જ હતા પણ એકે ય અંદર દર્શન કરવા નથી આવ્યા!!કહ્યું તો કહે ફ્લાઇટ છે!!અરે સાવ બાજુમાં જ અયોધ્યા અને રામ,પણ કોઇ દિ’ નથી આવતા!…એ જાગને જાદવા…જાગો જાગો!
