50 વર્ષના માઈલસ્ટોન પૂર્વે થમ્સ અપ તરફથી મોટે પાયે લોન્ચિંગ
નેશનલ 04 એપ્રિલ 2025: કોકા-કોલા ઈન્ડિયાની પ્રતીકાત્મક એક અબજ ડોલરની ઘરમાં વૃદ્ધિ પામેલી બ્રાન્ડ થમ્સ અપ તેના નવીનતમ ડ્રોપ- થમ્સ અપ એક્સફોર્સ સાથે નો- શૂગર બેવરેજ અવકાશમાં નવો દાખલો બેસાડવા માટે સુસજ્જ છે. પાવર-પેક્ડ દુનિયામાં ધામધૂમથી પદાર્પણ સાથે નો શુગર બેવરેજીસ તેના મજબૂત રૉ ટેસ્ટ અને હાઈ ફિઝ સાથે ‘‘ઓલ ઠંડર’’ અનુભવ પ્રદાન કરે છે. બ્રાન્ડ તેની 50મી એનિવર્સરીની નજીક છે ત્યારે આ લોન્ચ નોંધપાત્ર માઈલસ્ટોન છે, જે તેના પ્રતિકાત્મક મજબૂત સ્વાદ સાથે બાંધછોડ કર્યા વિના નો- શુગર ઓફર સાથે થમ્સ અપની મજબૂત અને નક્કર ઓળખ પર ભાર આપે છે.
ઓલ ઠંડર, નો શુગર. આ ટેગલાઈન બધું જ કહી જાય છે. થમ્સ અપ એક્સફોર્સ સ્પર્ધા પોતાને માટે જ છે એવું મહેસૂસ કરનારા, અસીમિત મહેસૂસ કરનારા અને સતત પોતાની સીમાઓ પાર કરનારા માટે ખાસ ઘડવામાં આવ્યું છે. તુરંત ધ્યાન ખેંચી તેવી ધારદાર, પ્રીમિયમ બ્લેક ડિઝાઈન સાથે તેનું લક્ષ્ય તેના યુવા ડ્રિંકર્સમાં સહજ રીતે શક્તિશાળી ચમત્કાર નિર્માણ કરવાનું છે.
થમ્સ અપ એક્સફોર્સ માટે માગણી તેના વિધિસર પદાર્પણ અગાઉથી જ વધી ગઈ છે. થમ્સ અપ અને ઝેપ્ટોએ વિશિષ્ટતા અભિમુખ બનાવવા અને રોમાંચ નિર્માણ કરવા માટે ક્યુ કોમ ઉદ્યોગમાં પ્રથમ પ્રી બુક ફીચર લોન્ચ કર્યું છે. એપ પર સહજ રીતે ઈન્ટીગ્રેશન ગ્રાહકોને રાષ્ટ્રવ્યાપી રજૂઆત પૂર્વે થમ્સ અપ એક્સફોર્સનો તેમનો પ્રથમ ઘૂંટડો સંરક્ષિત કરવા અભિમુખ બનાવે છે, જેથી અન્ય બધાની અગાઉ બ્રાન્ડની આગામી ઉત્ક્રાંતિ અનુભવી શકે. આ ભાગીદારી થમ્સ અને ઝેપ્ટોની યુવાનો સાથે સુસંગત રહેવાની કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે અને ઈનોવેટિવ અને સહજ રીતે ટેકનોલોજીનો લાભ લેતાં પ્રીમિયમ પ્રોજક્ટો લાવે છે.
કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના સ્પાર્કલિંગ ફ્લેવર્સના કેટેગરી હેડ સુમેલી ચેટરજીએ જણાવ્યું હતું કે, “થમ્સ અપ સાથે અમે હંમેશાં આ મોરચે આગળ રહ્યા છીએ. થમ્સ અપ એક્સફોર્સ તે દિશામાં નક્કર પગલું છે. નો- શુગર ઓફર તે જ મજબૂત સ્વાદ અને ઠંડરસ કિક પ્રદાન કરે છે, જે અમારા ગ્રાહકોને ગમે છે. તે થમ્સ અપને પ્રતિકાત્મક શું બનાવે છે તેની સાથે સાર્થક રહેતાં ઈનોવેશન પ્રત્યે અમારી કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે. ઝેપ્ટો સાથે ભાગીદારી સાથે અમે ખાતરી રાખી રહ્યા છીએ કે ગ્રાહકોને બજારમાં બહુપ્રતિક્ષિત નવા પીણાને વહેલી પહોંચ મળીને બ્રાન્ડ અને પ્લેટફોર્મ્સ ઉદ્યોગમાં નવાં સીમાચિહનો સ્થાપિત કરવા એકત્ર કઈ રીતે આવે છે તેમાં દાખલો બેસાડે છે.’’
ઝેપ્ટોના સહ-સંસ્થાપક કૈવલ્ય વોહરાએ જણાવ્યું હતું કે, “થમ્સ અપ એક્સફોર્સ વિધિસર લોન્ચ કરાયું તે પૂર્વે જ અદભુત માગણીએ તેને પ્રથમ પ્રી-બુકિંગ ફીચર રજૂ કરવા માટે ઉત્તમ પ્રોડક્ટ બનાવી છે, જે ઈલેક્ટ્રોનિક્સમાં જ જોવા મળતી લાક્ષણિકતા છે. હજારો સાઈન-અપ્સ સાથે આ માઈલસ્ટોન ઝેપ્ટોનું ટેક- પ્રેરિત ઈનોવેટર તરીકે સ્થાન પર ભાર આપીને ઝડપી કોમર્સના અનુભવમાં પરિવર્તન લાવે છે. અમારા મંચની સ્થિતિસ્થાપકતા અને ઊંડા યુઝર ઈનસાઈટ્સનો લાભ લઈને અમે સુવિધા પ્રદાન કરવા સાથે ભારત જે રીતે ખરીદી કરે તે ભવિષ્યને આકાર પણ આપી રહ્યા છીએ.’’
થમ્સ અપ એક્સફોર્સ રાષ્ટ્રવ્યાપી સ્તરે શેલ્વ્ઝ પર ટૂંક સમયમાં જ આવી જશે, પરંતુ ઝેપ્ટોના ઉપભોક્તાઓને ઠંડરનો સૌપ્રથમ અનુભવ કરવા મળશે. આથી સીમાઓ પાર કરવા અને ઓલ ઠંડર, નો શૂગરનો તમારો પ્રથમ ઘૂંટડો પીવા માટે તૈયાર થઈ જાઓ.