થમ્સ અપની નવી કેમ્પેઈન શાહરુખ ખાન અને જગપથી બાબુને બિરયાની અને થમ્સ અપ માટે ભારતના પ્રેમની ઉજવણી કરવા માટે જોડે છે, ખાસ ટીવી, ડિજિટલ અને ગ્રાહક સહભાગ એક્ટિવેશન્સ સાથે
કેમ્પેઈન માટે લિંક્સ – હિંદી: Link 1, Link 2 | તેલુગુ: Link 1, Link 2
નવી દિલ્હી | 29 ઓગસ્ટ 2025: કોકા-કોલા ઈન્ડિયાની આઈકોનિક બિલિયન- ડોલર બ્રાન્ડ થમ્સ અપ દ્વારા આજે તેની નવીનતમ કેમ્પેઈન ‘બિરયાની એક નહીં, દો હાથ સે ખાતે હૈ’’ રજૂ કરી છે, જેમાં બોલીવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાન અને તેલુગુ ફિલ્મના લીજેન્ડ જગપથી બાબુ જોવા મળશે. આ કેમ્પેઈન ઉત્તમ બિરયાની અનુભવ માટે બેજોડ છે, જે વિચલિત થયા વિના રોમાંચક રસમમાં તેને ફેરવે છે. તે ધીમા પડો, દરેક ફ્લેવર માણો અને અવસરને ખરા અર્થમાં જીવોનો સંદેશ આપે છે.
છેલ્લાં ત્રણ વર્ષમાં બ્રાન્ડે થમ્સ અપ સાથે બિરયાની માણવાની ખૂબી હાથમાં લીધી છે અને તેને ઉજવણીરૂપ રસમમાં આકારબદ્ધ કરી છે. બિરયાની સાથે પસંદગીનું અજોડ પીણું તરીકે શરૂ થઈને હવે તે એ સાંસ્કૃતિક સચ્ચાઈમાં ફેરવાઈ ગઈ છે કે ગ્રાહકો તેમનું પોતાનું તરીકે તેને ઓળખે છે. મજબૂત ફિઝ અને થંડરસ સ્વાદ સાથે થમ્સ અપે આદાનપ્રદાન કરવાના સાંસ્કૃતિક અવસરમાં ભારતની વૈવિધ્યપૂર્ણ બિરયાની સંસ્કૃતિને નવી ઊંચાઈ આપી છે.
કેમ્પેઈન આ જ ખૂબી પર નિર્માણ કરાઈ છે, જે જોડી જમાવવાનું તે ભોજન કરતાં પણ વિશેષ હોવાનું દર્શાવે છે. ફોન્સ બઝ થાય છે, ટીવી ફ્લેશ અને જીવન ઝડપથી આગળ વધે છે તે દુનિયામાં બિરયાનીને ઝડપભેર બાઈટ લેવાથી પણ વિશેષ જોઈએ છે. આથી ધીમા પડો, ફોન બાજુમાં રાખો, ચમચી ઉપાડો અને ઠંડી ઠંડી થમ્સ અપ સાથેની બિરયાનીથી ભરેલી પ્લેટમાંથી બિરયાની લો.
ખ્યાતિપ્રાપ્ત ફિલ્મકાર કાર્થિક સુબ્બારાજ દ્વારા દિગ્દર્શિત ટીવીસી શાહરુખ ખાન અને જગપથી બાબુ વચ્ચે તણાવપૂર્ણ સ્ટેન્ડઓફફ સાથે શરૂ થઈને બિરયાની અને થમ્સ અપનું આગમન થાય ત્યારે તૂફાની અનુભવમાં ફેરવાઈ જાય છે.
કોકા-કોલા ઈન્ડિયા અને સાઉથવેસ્ટ એશિયાના સ્પાર્કલિંગ ફ્લેવર્સના કેટેગરી હગેડ સુમેલી ચેટરજીએ જણાવ્યું હતું કે “થમ્સ અપ હંમેશાં સાધારણ કરતાં ભવ્ય અવસરની પડખે રહી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં અમે અજોડ રસમમાં બિરયાની- થમ્સ અપની જોડીને આકારબદ્ધ કરી છે. 2023માં અમે તૂફાની બિરયાની હંટ સિરીઝ રજૂ કરી હતી, જેને દેશભરના ચાહકો પાસેથી અદભુત પ્રતિસાદ મળ્યો હતો. હવે અમે તેની નવી ઊંચાઈએ લઈ જતાં થમ્સ અપ અને બિરયાનીને સામાજિક હૂંડિયામણ તરીકે મજબૂત બનાવી રહ્યા છીએ. આ સાંસ્કૃતિક સંકેત બની ગયો છે, જે લોકો આદાનપ્રદાન કરવા, દોહરાવવા અને તેમનું પોતાનું બનાવવા માગે છે.’’
શાહરુખ ખાને જણાવ્યું હતું કે, “ભારતમાં આપણને કઈ બિરયાની ઉત્તમ છે, હૈદરાબાદી, લખનવી કે કોલકતાની તેની પર ચર્ચા કરવાનું ગમે છે, પરંતુ તેમાં આપણી માણવાની રીત નિર્વિવાદ છે. તમે બિરયાની તુરંત ઝાપટી નાખતા નથી, પરંતુ થમ્સ અપ સાથે તેને પૂરક બનાવો છો અને સ્વાદને ભરપૂર માણો છો.’’
જગપથી બાબુએ જણાવ્યું હતું કે, “બિરયાની ફક્ત ક્યાંથી આવી તેનું મહત્ત્વ નથી, પરંતુ તે પરંપરા છે. તમે તેની સાથે તમારો સમય લો. સુગંધ, મસાલા, દરેક બટકાની પોતાની વાર્તા છે. અને તમને તેની સાથે થમ્સ અપ મળે છે ત્યારે વાર્તાનો હંમેશાં ઉત્તમ અંત આવે છે.’’
વીએમએલ ઈન્ડિયાના ગ્રુપ સીસીઓ કલ્પેશ પાટણકરે જણાવ્યું હતું કે, “આ કેમ્પેઈન બિરયાનીના અનુભવને નક્કર નવી રસમમાં ફેરવીને વ્યાખ્યા કરે છે, જ્યાં એક હાથ પૂરતો નથી. અમે ભારતને સર્વ વિચલિતતાને બાજુમાં મૂકવા અને એક હાથે તેમની ફેવરીટ બિરયાની ઉપાડવા અને બીજા હાથે તૂફાની થમ્સ અપ ઉઠાવવા અને અવિસ્મરણીય જોડીમાં માણવા માટે આમંત્રિત કરીએ છીએ. કારણ કે બિરયાની અને થમ્સ અપ ફક્ત મીલ નથી, પરંતુ એકત્રતાની શક્તિશાળી ઉજવણી છે.’’
આ ઈન્ટીગ્રેટેડ કેમ્પેઈન ટીવી, ડિજિટલ સોશિયલ અને ઓન- ગ્રાઉન્ડ ટચપોઈન્ટ્સ અને ગ્રાહક સહભાગ મંચોમાં રજૂ કરાશે, જેમાં ચાહકોને ખાસ બિરયાની વાઉચર્સના પુરસ્કાર પણ અપાશે. આ કેમ્પેઈન સાથે થમ્સ અપ મીલને એવો અવસર બનાવે છે, જે લોકો ફરીથી માણવા ચાહે, જ્યારે બિરયાની માણવાની અનેક રીત છે ત્યારે તે માણવાની આ એકમાત્ર તૂફાની રીત છે.
