એક એવી એરલાઇન જે આવનારી પેઢીઓ માટે બનાવવામાં આવી રહી છે
રાષ્ટ્રીય | ૦૭ ઓગસ્ટ ૨૦૨૫: ભારતની સૌથી ઝડપથી વિકસી રહેલી એરલાઇન ‘અકાસા એર’ દ્વારા આજે તેના ઓપરેશન્સની શરૂઆતના ત્રણ સફળ વર્ષની ઉજવણી કરવામાં આવી છે, જેની શરૂઆત થઈ ત્યારથી જ તેની ઐતિહાસિક વૃદ્ધિની ગતિ ઉજ્જવળ રહી છે. 7 ઓગસ્ટ 2022ના રોજ મુંબઈ અને અમદાવાદ વચ્ચે અકાસાએ તેની ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરીને અત્યાર સુધીમાં ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં એક પ્રચંડ શક્તિ બની ગઈ છે, જે વિશ્વસનીયતા, સહાનુભૂતિ અને સેવામાં શ્રેષ્ઠતાના નવા બેન્ચમાર્ક સ્થાપિત કરીને ભારતમાં હવાઇ મુસાફરીની ફરીથી કલ્પના કરવાની હિંમતપૂર્ણ મહત્વાકાંક્ષા દ્વારા આધારિત છે.
અકાસા એર દ્વારા ફક્ત 36 મહિનામાં, 19 મિલિયનથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડવામાં આવી છે, જેમાં છેલ્લા 12 મહિનામાં જ 8 મિલિયન મુસાફરોનો નોંધપાત્ર વધારો થયો છે હજુ પણ આ વૃદ્ધિ ચાલુ જ રાખીને 87% થી વધુના ઉદ્યોગ-અગ્રણી લોડ ફેક્ટર્સ સતત નોંધાવી રહી છે, જે ભારતમાં અને તેનાથી પણ આગળ પ્રવાસીઓના મજબૂત વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
અકાસા એરના સ્થાપક અને CEO વિનય દુબેએ કામગીરી અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે: “અકાસાનો જન્મ એવા વિચાર સાથે થયો હતો કે એક મહાન એરલાઇન બનવા માટે માત્ર મહત્વાકાંક્ષા નહીં પરંતુ કરતાં વિશેષ હોવું જરૂરી છે; તેના માટે શિસ્ત, ઉદ્દેશ્ય અને દિલની જરૂર છે. માત્ર ત્રણ વર્ષમાં, અમે સાબિત કરી બતાવ્યું છે કે, ઝડપથી વ્યાપક સ્તરે ફેલાવો કરવો, નિરંતર સેવા પહોંચાડવી અને અમારી કામ કરવાની રીતમાં ઊંડો માનવીય સ્પર્શ જાળવી રાખવો શક્ય છે. અમે ફક્ત ઝડપથી વિકાસ કરી રહ્યા છીએ એવું નથી, અમે સાચી રીતે વિકાસ કરી રહ્યા છીએ, જે વિશ્વ કક્ષાની સલામતી પ્રત્યેની અમારી અટલ પ્રતિબદ્ધતા, અમારા લોકોમાં ઊંડા રોકાણ અને અમારા દ્વારા ગ્રાહકને મળતા અનુભવની દરેક નાનામાં નાની બાબતો પ્રત્યેના જુસ્સાથી અંકિત છે. 19 મિલિયન કરતાં વધુ મુસાફરોએ ઉડાન ભરી છે, 4700 થી વધુ અકાસીયનની કાર્યરત વર્કફોર્સ અને ઓપરેશનલ શ્રેષ્ઠતાના નિરંતર રેકોર્ડ સાથે, અકાસા વૈશ્વિક ઉડ્ડયનમાં એક જનરેશનલ સંસ્થા બનવા માટે તૈયાર છે અને આ દાયકાના અંત સુધીમાં વૈશ્વિક સ્તરે ટોચની 30 એરલાઇન્સમાં સ્થાન મેળવવાના તેના લાંબા ગાળાના દૃષ્ટિકોણ પર નિશ્ચિતપણે અડગ રીતે આગેકૂચ કરી રહી છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “મને 4700+ અકાસીયનોની અમારી ટીમ પર ખૂબ જ ગૌરવ છે, તેમજ મુસાફરોએ અમારા પર મૂકેલા વિશ્વાસ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને DGCAના અતૂટ સમર્થન, અમારા રોકાણકારો દ્વારા વ્યક્ત કરવામાં આવેલા વિશ્વાસ અને અમે જે ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છીએ તેના માટે ઉત્સાહિત છીએ, જેમાં સલામતી, ઉદ્દેશ્ય અને લોકોને ઉડ્ડયનના આગામી પ્રકરણના કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. જેમ જેમ અમે વિકાસની આગેકૂચને આગળ વધારી રહ્યા છીએ, તેમ તેમ અમે એક એવી એરલાઇનનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ જેના પર ભારત ગૌરવ લઈ શકે અને તે વૈશ્વિક આકાશમાં નેતૃત્વ કરવા માટે પણ તૈયાર હોય.”
ઓપરેશનલ શ્રેષ્ઠતા
અકાસા એર તેની શિસ્તબદ્ધ અને ચોકસાઈ-આધારિત વિકાસની વ્યૂહરચના પર ભાર મૂકીને નોંધપાત્ર ઓપરેશનલ સીમાચિહ્નો હાંસલ કરવામાં સફળ રહી છે. 3,800+ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ સહિત કુલ 100,000 થી વધુ ડિપાર્ચર (પ્રસ્થાન)નો આંકડો ઓળંગીને, આ એરલાઇને ભારતીય ઉડ્ડયનમાં સૌથી ઓછો રદ થવાનો દર તેમજ ઉદ્યોગ-અગ્રણી ઓન-ટાઇમ કામગીરી જાળવી રાખીને, ગતિ અને સ્થિરતા સાથે તેના ઓપરેશન્સને વ્યાપક બનાવ્યા છે. અકાસાએ 1,31,000 ટનથી વધુ માલસામાનનું પરિવહન કરીને ઝડપથી ભારતની કાર્ગો ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર તરીકે પોતાનું સ્થાન સ્થાપિત કર્યું છે. 1,150+ કોર્પોરેટ ભાગીદારોના પોર્ટફોલિયો સાથે, આ એરલાઇન ઝડપથી વ્યવસાયિક પ્રવાસીઓ માટે પસંદગીની કૅરિઅર બની રહી છે.
આ સીમાચિહ્નો અકાસા એરની ઓપરેશનલ શ્રેષ્ઠતાની સાથે સાથે પેસેન્જર, કાર્ગો અને એન્ટરપ્રાઇઝ સેગમેન્ટમાં સતત મૂલ્યવાન સેવાઓ પહોંચાડવાની તેની ક્ષમતા પર પણ પ્રકાશ પાડીને વિશ્વાસ અને કામગીરી પર આધારિત વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક એરલાઇન તરીકેનો તેનો પાયો નાખે છે.
ફાઇનાન્સિયલ સ્થિતિસ્થાપકતા અને શિસ્ત
અકાસાની વૃદ્ધિ તેના મજબૂત ફાઇનાન્સિયલ વ્યવસ્થાપન સાથે તાલ મિલાવી રહી છે. નાણાકીય વર્ષ 2025માં, એરલાઇન્સે શિસ્તબદ્ધ વિસ્તરણ અને વધી રહેલી યુનિટ નફાકારકતાને કારણે વાર્ષિક ધોરણે આવકમાં 49%ની વૃદ્ધિ નોંધાવી હતી. ઉપલબ્ધ સીટ કિલોમીટર (અથવા ASK)ની દૃષ્ટિએ FY24 ની તુલનામાં ક્ષમતામાં 48%ના આશ્ચર્યજનક દરે વૃદ્ધિ થઈ હતી. એરલાઇને નવા મૂડી રોકાણ માટે સંખ્યાબંધ રોકાણકારો સાથે કરારો પણ કર્યા છે, જેને કાયદાકીય મંજૂરીઓ મળવાની રાહ જોવાઈ રહી છે. આ રોકાણ અકાસાની બેલેન્સ શીટને મજબૂત બનાવશે અને તેની લાંબા ગાળાની વૃદ્ધિ વ્યૂહરચનાને પ્રવેગ આપવા માટે ફાઇનાન્સિયલ રનવે પ્રદાન કરશે તેમજ ગતિશીલ ઉડ્ડયન લેન્ડસ્કેપમાં સ્થિતિસ્થાપકતા સુનિશ્ચિત કરશે. અકાસાની ફાઇનાન્સિયલ વ્યૂહરચનાનાં મૂળ ખર્ચમાં નેતૃત્વ, નેટવર્ક ઑપ્ટિમાઇઝેશન અને સમજદારીપૂર્ણ વિસ્તરણમાં હોવાથી તેણે સ્પર્ધાત્મક બજારમાં પણ ટકાઉક્ષમ નફાકારકતા મેળવવામાં સફળતાપૂર્વક સ્થાન પામી છે.
આજ અને આવતીકાલ માટે નેટવર્કનું નિર્માણ
અકાસા એરના એરક્રાફ્ટના કાફલાની સંખ્યા વધીને 30 સુધી પહોંચી છે અને 28 સ્થળોએ સેવા આપી રહી છે, જેમાં 23 સ્થાનિક અને પાંચ આંતરરાષ્ટ્રીય શહેરો સામેલ છે. આ નેટવર્ક લાંબા ગાળાના વિઝન પર આધારિત વિચારશીલ વિસ્તરણ, સભાનતાપૂર્વક એરક્રાફ્ટના કાફલાની નિયુક્તિ અને અમલીકરણનું ફળ છે. માર્ચ 2025માં એતિહાદ એરવેઝ સાથેના તેના પ્રથમ કોડશેર કરાર દ્વારા એરલાઇને વૈશ્વિક કૅરિઅર બનવાની પોતાની મહત્વાકાંક્ષાને સાકાર કરવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
કર્મચારી કેન્દ્રિતતાના ધોરણોમાં વૃદ્ધિ
એરલાઇનની સ્થાપના થઈ ત્યારથી તે પોતાના કાર્યસ્થળમાં સમાવેશીતા, સશક્તિકરણ અને ગૌરવ આધારિત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ઇરાદાપૂર્વક કામ કરી રહી છે. 2022માં લૈંગિકતા-તટસ્થ ગણવેશ અને પરફોર્મન્સ સ્નીકર્સ રજૂ કરનારી ભારતની પ્રથમ એરલાઇન તરીકે, અકાસાએ સતત પ્રગતિશીલ નીતિઓ સાથે નેતૃત્વ કર્યું છે જે મોબાઇલ, આધુનિક કાર્યબળની જરૂરિયાતોને પ્રતિબિંબિત કરે છે. એરલાઇને તેના ત્રીજા વર્ષમાં ક્રૂ સુવિધા માટે તૈયાર કરવામાં આવેલી કસ્ટમ-ડિઝાઇન કરેલી ટ્રાવેલ ગિયર અને ઉડ્ડયન ભૂમિકાઓની ભૌતિક માંગને સંતોષવા માટે રચાયેલી હાઇ-પરફોર્મન્સ સ્નીકર્સ જેવા સાકાર પગલા દ્વારા આ પ્રતિબદ્ધતાને વધુ ગાઢ બનાવી છે. આ પ્રયાસો માત્ર પ્રતીકાત્મક નથી; પરંતુ તે વ્યૂહાત્મક છે. અકાસા પોતાના કર્મચારીની સુખાકારીમાં રોકાણ કરીને, એક સરળ માન્યતાને મજબૂત બનાવે છે: સશક્ત લોકો અસાધારણ સેવા આપે કરે છે. આ લોકોને પ્રાથમિકતા આપવાની વિચારધારા અકાસાની ઓળખની આધારશીલા અને તેની લાંબા ગાળાની સફળતાનો મુખ્ય ચાલક બની રહે છે.
સેવા શ્રેષ્ઠતા પ્રત્યે પ્રતિબદ્ધતા
અકાસા એરની શરૂઆતના પહેલા દિવસથી જ, ભારતમાં હવાઇ મુસાફરી માટે ધોરણો ઉન્નત કરવા પર ધ્યાન આપી રહી છે, જેમાં આ ઉદ્યોગમાં પ્રથમ તેવી તેની બહુવિધ અને ગ્રાહક માટે મૈત્રીપૂર્ણ ઓફરો સામેલ છે. કાફે અકાસા દ્વારા, એરલાઇને 6.4 મિલિયનથી વધુ લોકોને ભોજન પીરસ્યું છે, જે મુસાફરોને ફ્લાઇટમાં સ્વાદિષ્ટ ભોજનનો અનુભવ આપે છે અને તેમાં સ્વસ્થ વિકલ્પો, ઉત્સવને લગતા ભોજન અને કોમ્બુચા જેવા ઉદ્યોગ-પ્રથમ પીણાંનો સમાવેશ કરાયો છે. એરલાઇન્સની પૅટ મુસાફરી સેવા એટલે કે ‘પૅટ્સ ઓન અકાસા’ દ્વારા તેના નેટવર્કમાં 7100થી વધુ ખુશ પૅટ્સ ઉડાન ભરી શક્યા છે. તેનો નવો કાફલો પૂરતો લેગરૂમ, ઉન્નત આરામદાયકતા અને USB પોર્ટથી સજ્જ છે. અકાસા એર દ્વારા અકાસા ગેટઅર્લી, સીટ એન્ડ મીલ ડીલ, એક્સ્ટ્રા સીટ અને અકાસા હોલિડેઝ જેવા 25થી વધુ સહાયક ઉત્પાદનો ઓફર કરવામાં આવે છે જે ખૂબ જ વ્યક્તિગત અને નિર્બાધ મુસાફરી સુનિશ્ચિત કરે છે. સ્કાયસ્કોર બાય અકાસા, સ્કાયલાઇટ્સ, ક્વાયટફ્લાઇટ્સ અને દૃષ્ટિહીન મુસાફરો માટે બ્રેઇલ સલામતી અને મેનૂ કાર્ડ જેવી ગ્રાહક-કેન્દ્રિત ઇનોવેશન દ્વારા, અકાસા ઉડ્ડયનમાં સમાવેશીતા અને વિચારશીલતા માટે નિરંતર નવા ધોરણો સ્થાપિત કરે છે.
ભવિષ્ય પર નજર
ભારત ઉડ્ડયનના નેતૃત્વ હેઠળના વિકાસના નવા અધ્યાયમાં પ્રવેશી રહ્યું છે, ત્યારે અકાસા એર ઉદ્દેશ્ય, વ્યાપકતા અને દૂરંદેશી સાથે સતત આગળ વધશે. એરલાઇન દિલ્હી જેવા મુખ્ય બજારોમાં તેની હાજરીનું વિસ્તરણ કરશે અને એક વ્યાપક નેટવર્ક બનાવવા માટે આગામી નવી મુંબઈ અને નોઇડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો લાભ લેશે. અકાસા એર આગામી થોડા વર્ષોમાં સાર્ક અને આસિયાન સહિત નવા પ્રદેશોમાં પ્રવેશ કરીને તેની વૈશ્વિક હાજરીમાં વિસ્તરણ કરશે. એરલાઇન આ વર્ષના અંત સુધીમાં 30+ એરક્રાફ્ટનો કાફલો ધરાવશે તેવી અપેક્ષા રાખે છે. અકાસા એર ચાલુ નાણાકીય વર્ષમાં ASKની દૃષ્ટિએ તેની ક્ષમતા 30% થી વધુ વધવાનો અંદાજ રાખે છે અને આ પ્રગતિને RASKમાં સતત ઉપર તરફ લઈ જવાનો માર્ગ બનાવે છે.
મજબૂત ફાઇનાન્સિયલ ફંડામેન્ટલ્સ, લવચીક સંસ્કૃતિ અને શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાના સમર્થન સાથે, અકાસા આવનારી પેઢીઓનું નેતૃત્વ કરવા માટે તૈયાર થઈ રહી છે.
