Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

જેનામાં કુટુંબ પ્રીતિ ન હોય તે રાષ્ટ્ર પ્રીતિમાં પ્રવેશી ન શકે

ખુમારી ક્યારેક હિંસક બને,નમ્રતા સાધુતાનું અવતરણ કરે.

પત્રકારે સત્તા અને સંપત્તિનીશેહમાં ન આવવું જોઈએ.

પત્રકારે કોઈનાં ખોટા વખાણ કે કારણ વગર વિવાદ પણ ન કરવો જોઈએ.

મેઘાણીજીએ ચમત્કારો નહિ પણ આધ્યાત્મજીવનનાસાક્ષાતકારોશોધ્યા છે.

બગસરાના પાદરમાં ચાલતી રામકથાનાં ત્રીજા દિવસે જીજ્ઞેશદાદા સહિત સંતો-મહંતો સાક્ષરોની ઉપસ્થિતિમાં બાપુએ કહ્યું કે મેઘાણીને કેટલી જગ્યાએ પ્રીતિ અને રૂચી હતી? તલગાજરડી નોંધ પ્રમાણે ૧૪ જેટલી જગ્યાએ મેઘાણી પ્રીતિ ધરાવતા હતા.

એ બહુમુખી પ્રતિભાનીઉડીને આંખે વળગે એવી પહેલી પ્રીતિ-કુટુંબ પ્રીતિ હતી.જેનામાં કુટુંબ પ્રીતિ ન હોય તે રાષ્ટ્ર પ્રીતિમાં પ્રવેશી ન શકે.

કાગબાપુ એ તો મેઘાણીને ભાઈ,ક્યારેક મિત્ર,ક્યારેક ગુરુ ગણ્યાછે.બીજીરાષ્ટ્રપ્રીતિ,છલોછલ રાષ્ટ્રપ્રેમ. ત્રીજી સ્વાતંત્રપ્રીતિ.લીંબડીના રાજકવિ શંકરદાનદેથાએચારણોની સભામાં ઊભા થઈને કહ્યું કે કળિયુગ આવી ગયો છે! બે હજાર ચારણો બેઠાં હોય અને એક વાણિયો ચારણોનેડોલાવી દે એવું બોલી શકે! આ ટીકા નહીં પણ મેઘાણીનાં વખાણ હતા.ચારણ વિદ્યા તરફની પ્રીતિ,અંગ્રેજી સાહિત્ય, બંગાળી,હિન્દી-ભાષા પ્રત્યેની પ્રીતિ.ગીત,વાર્તા, નાટક પ્રત્યેની પ્રીતિ,લોકસંગીત પ્રત્યે પણ પ્રીતિ.

ચોથી જાગીર રૂપી પત્રકારત્વનાં ના ચાર સ્તંભ જાણે મેઘાણી નક્કી કરતા હોય એમ કહે છે કે

પત્રકારત્વની ખુમારી સાથે નમ્રતા પણ હોવી જોઇએ કારણ કે ખુમારી ક્યારેક હિંસક બને,નમ્રતા સાધુતાનું અવતરણ કરે.પત્રકારે સત્તા અને સંપત્તિનીશેહમાં ન આવવું જોઈએ અને કોઈનાં ખોટા વખાણ કે કારણ વગર વિવાદ પણ ન કરવો જોઈએ.

સરળ ભાષા સરળ વેશભૂષા પ્રત્યેની પણ પ્રીતિ એમનામાં દેખાય છે.

મેઘાણીનું વધુ એક રત્ન જુનાગઢનાશેરગઢનાંજસમતસેંજળિયા-પટેલને ત્યાં એક અનાથ બાળક વેલો-કે જે કોળી જ્ઞાતિનો છે-તે આવે છે.

અંતર જેના ઉજળા એની જાત્યું ના જોવાય;

મારો અવધેશએંઠા ખાય,ભીલડીનાં બોર ભૂધરા.

એ છોકરો બધું કામ કરે.એના આવ્યા પછી પટેલને ત્યાં રિદ્ધિ-સિદ્ધિ ઉભરાણી.જેને મા માની એને એરૂઆભડી ગયા પછી વેલો ફરી નવજીવન આપે છે.ચમત્કાર નહિ પણ સાક્ષાતકાર કરાવે છે. ઇર્ષાળુઓ એ ન જોઈ શક્યા.વેલા તરફ ખોટી ફરિયાદો કરી.પટેલના મનમાં શંકા ઉત્પન્ન થઈ.વેલાનેસુતેલો જોઈ પટેલે પાટું માર્યું પરંતુ વેલાએકહયું કે આતા!ગાદલા જેવું ખેતર કરી નાખ્યું છે.અહીંમેઘાણી નોંધે છે કે કોદાળી પોતાની રીતે ખેતરમાં ચાલે છે.મેઘાણીઅંધશ્રદ્ધાળુ નથી પણ આ આધ્યાત્મિક સત્ય છે.એ પછી વેલો ગિરનારનો રસ્તો પકડે છે.૧૨ વર્ષની સાધના પછી એક વડ પાંગરે છે જે આજે પણ વેલોવડ તરીકે પ્રખ્યાત છે.ખડખડમાં રહે છે ત્યારે બીજી એક વ્યક્તિ રામ ખાંટનો દીકરો ગુજરી જાય છે અને વેલાના કારણે એ ફરી સજીવન થાય છે.આ સમગ્ર કથાને માંડીને ખૂબ જ વિસ્તારપૂર્વક બાપુએ કહી અને કહ્યું કે આ બધા ચમત્કારો નહીં પણ આધ્યાત્મ જગતના સાક્ષાતકારોછે.જેમેઘાણીએ શોધી કાઢ્યાછે.એ પછી મેઘાણી આ વેલનાથ બાવો જે રૂખડ છે એના પ્રત્યેનું પોતાનું પદ રચે છે જે આખું પદ-રૂખડબાવા તું હળવે હળવેહાલ્ય…બાપુ ગાય છે.

અંતે વેલો ગુરુને મળીને ભૈરવજપ પાસે સમાધિ લે છે.બાપુએ આ વેલનાથનેમેઘાણીનું બીજું રત્ન ગણાવ્યું.

કથાપ્રવાહમાંરામકથાનાં ચાર ઘાટમાં શરણાગતિનાં ઘાટ પર માત્ર નિષ્ક્રિયતા નહીં પણ કર્તવ્ય કર્મ કરવું એવી વાત કરી.

કુંભ સ્નાન પછી યાજ્ઞવલ્ક્યભારદ્વાજ પાસે વિદાય માંગે છે ત્યારે ભરદ્વાજ મુનિ પોતાનો સંશય જણાવીનેરામકથા વિશે પૂછે છે.અનેયાજ્ઞવલ્ક્યશિવકથાથી શરૂઆત કરે છે.

Box

ક્રિકેટ જીત્યું છે,ટીમને પ્રસન્નતા ભરી વધાઇ

રામકથાના ત્રીજા દિવસે આરંભે ભારતીય ક્રિકેટ ટીમને ખૂબ જ વધાઇ આપતા બાપુએ કહ્યું કે ક્રિકેટ જીત્યું છે.જિંદગી એક સફર હૈ સુહાના-ભારતીય હોવાના નાતે પ્રસન્નતા એ લોકોના હૃદયમાં પધરાવી રહ્યો છું એમ જણાવ્યું.

આજે નવ માર્ચ-મેઘાણીજીનીપુણ્યતિથિ.ગઈકાલેપૂર્વસંધ્યાએ થયેલા લોક સાહિત્યનાં કાર્યક્રમથી પુણ્યશ્લોક અને લોકશ્લોકમેઘાણીનેશ્રદ્ધાંજલિની પણ પ્રસન્નતા વ્યક્ત કરી.

Box

“‘ફૂલછાબ’ એનું કર્તવ્ય બજાવી રહ્યું છે એ બદલ ખૂબ-ખૂબ ધન્યવાદ”

મેઘાણીરાણપુરમાં આવ્યા અને પછી ‘ફૂલછાબ’માં આવ્યા.બાપુએ આજે ‘ફૂલછાબ’ને ખાસ યાદ કરી અને ધન્યવાદ આપતા કહ્યું કે ‘ફૂલછાબે’ આ મેઘાણી કથા નિમિત્તે રોજ કોઈને કોઈ વિદ્વાનનાં વિચારો છાપીનેમેઘાણી પ્રત્યે અંજલિ અર્પણ કરી રહ્યું છે એ માટે ધન્યવાદ આપુંછું.એક વખત મેઘાણી પણ આ ખુરશી ઉપર બેઠેલાં.’ફૂલછાબ’ એનું કર્તવ્ય બજાવી રહ્યું છે ત્યારે તંત્રી જવલંતભાઈ અને ઝીબા સાહેબને ખૂબ-ખૂબ ધન્યવાદ.

Related posts

સેમસંગ ફેબ ગ્રેબ ફેસ્ટ દ્વારા સૌથી મોટી ઓફરો સાથે આ ફેસ્ટિવ સીઝનમાં AIનો ચમત્કાર લાવી

truthofbharat

ગુજરાતના ગામડાઓમાં એનિમિયા સામે લડવા માટે HDB ફાઇનાન્શિયલ સર્વિસીસ “પ્રોજેક્ટ સ્નેહા” ને મજબૂત બનાવે છે

truthofbharat

રામચરિત માનસ “આનંદા વિશ્વ વિદ્યાલય છે – પૂજ્ય બાપુ

truthofbharat

Leave a Comment