મુંબઈ | 31મી જુલાઈ 2025: નેટફ્લિક્સ ઈન્ડિયાની એકમાત્ર સાપ્તાહિક ઓરિજિનલ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સીઝન-3એ દેશભરના દર્શકો પર રાજ કરવાનું ચાલુ રાખીને લાગલગાટ છ સપ્તાહ સુધી ભારતના ટોપ 10માં સ્થાન જમાવી રાખ્યું છે. પેટ પકડાવીને હસાવતી હરકતોથી લઈને હૃદયસ્પર્શી પારિવારિક પળો સુધી દર્શકો કપિલ શર્મા અને તેના વહાલા પડદા પરના પરિવારની ધીંગામસ્તી જોતા થાકતા નથી.
આ અનન્ય દોડ ફરી એક વાર ભાર આપે છે કે નેટફ્લિક્સ ઈન્ડિયા દર્શકો સાથે ખરા અર્થમાં ઊંડાણથી સુમેળ સાધતા કોમેડિયનોની ઉજવણી કરવા સાથે ઘરઆંગણે અને વૈશ્વિક સ્તરે પણ સ્થાનિક વાર્તાઓ લાવવા માટે કટિબદ્ધ છે. ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો એ વાતનો દાખલો છે કે કોમેડી મજબૂત રીતે સ્ટ્રીમ થઈ રહી છે અને ખુદ કોમેડીના રાજાથી બહેતર કોઈ તે પ્રદાન નહીં કરી શકે.
છેલ્લા છ સપ્તાહમાં શોએ ભાઈજાન, સારા અલી ખાન અને અજય દેવગનથી ગૌતમ ગંભીર અને ઋષભ પંતને આવકાર્યા છે અન પ્રણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આગામી સપ્તાહમાં જોવા મળવાનાં છે. આપણે ગયા સપ્તાહમાં પોડકાસ્ટરે મોટું કૌભાંડ બ્રેક કરેલું જોયું છે, જેમાં ઓટીટી કલાકારોએ તેમના પેશન વિશે ખૂલીને વાત કરી અને અમુક ગાયકો (હિંટ હિંટ) કપિલ અને તેના પરિવાર સાથે ઉજવણી કરતા જવા મળ્યા હતા.

દર્શકો શો પર અજય દેવગન તાજેતરમાં આવ્યો ત્યારે તેની ભાવનાઓનો પડઘો પાડ્યો તે ભૂલી શકે એમ નથી. “અહીં આવવાનું હંમેશાં મજેદાર લાગે છે. મને બહુ કમ્ફર્ટેબલ લાગે છે. મને મુક્ત લાગે છે. આ બધું ચાલે છે તે રીત મને ગમે છે. આ છોકરો દિવસે દિવસે વધુ મજાકિયો બની રહ્યો છે!’’ સહજતા, જોડાણ અને વધતો ભાઈચારો એ ભારતના વહાલા કોમેડી શો ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શોની અનોખી બાબત છે અને સપ્તાહ દર સપ્તાહ દર્શકોનું રીઝવવાનું ચાલુ રાખ્યું છે.
