Truth of Bharat
CSR પ્રવૃત્તિઓઅવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સે CSR પહેલોને વધુ મજબૂત બનાવતાં ફાઈનાન્સિયલ વર્ષ 2025 સુધીમાં 1.47 મિલિયનથી વધુ લોકોના જીવનમાં બદલાવ આવ્યો

ટકાઉ મોડલ દ્વારા અવગણાયેલી કૉમ્યુનિટી સાથે સક્રિય જોડાણ કર્યું


મુંબઈ | ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૫: ટાટા મોટર્સે આજે તેની 11મી વાર્ષિક કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)નો રિપોર્ટ “Expanding Circles of Care: Deeper connections, lasting impact” પબ્લીશ કર્યો. આ રિપોર્ટ કંપનીની સ્ટ્રેટેજી, કોમ્યુનીટી પ્રત્યેના તેના સર્વસમાવેશી વિકાસ અભિગમને દર્શાવે છે. જે એકીકરણના સિદ્ધાંત પર કામ કરે છે. જે લોકો, નીતિ અને હેતુ દ્વારા વ્યાપક અને ટકાઉ પરિવર્તન લાવે છે. ફાઈનાન્સિયલ વર્ષ 2025 દરમ્યાન ટાટા મોટર્સની CSR પ્રવૃત્તિથી દેશભરમાં 1.47 મિલિયનથી વધુ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું હતું, જેમાંથી 56% લાભાર્થી SC/ST સમુદાયોના હતા.

જ્યારે આર્થિક-સામાજિક અસમાનતા અને કુદરતી સંકટ જેવા પડકારોથી ભરેલો સમય હતો, ત્યારે ટાટા મોટર્સે અવગણાયેલી કોમ્યુનીટી સાથે સક્રિય જોડાણ કરીને કાર્યક્રમના અમલથી પરિવર્તન તરફ આગળ વધ્યું હતું. આશરે 109 જિલ્લાઓમાં કંપની લોકોની પ્રાથમિકતાઓ અને સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ ટકાઉ મોડલ સાથે CSR પ્રવૃત્તિ કરી રહી છે.

CSR અભિગમ અંગે ટાટા મોટર્સના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના હેડ વિનોદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, ‘અમારા સર્કલ ઓફ કેરને વિસ્તૃત કરવાનો અર્થ એ છે કે સમાજના છેવાડાના લોકોને મુખ્ય પ્રવાહ સાથે જોડવા. એક યોગ્ય જીવનધોરણ ઉપલબ્ધ કરાવવાથી માંડીને ઈકોસિસ્ટમને ફરી ઊભી કરવા સુધી, અમે સમાનતાને કેન્દ્રમાં રાખીને અને લાંબા ગાળાના લાભને ધ્યાનમાં રાખીને ઉકેલો સર્જી રહ્યા છીએ. અમે more for less for more ફિલોસોફી ને ધ્યાનમાં રાખીને, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની પ્રવૃત્તિની અસરને વધુ કાર્યક્ષમ બનાવીએ છીએ અને અવગણાયેલી કોમ્યુનીટીના લોકો સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડીએ છીએ.”

ફાઈનાન્સિયલ વર્ષ 24-25ના વાર્ષિક CSR રિપોર્ટ નાં મુખ્ય મુદ્દાઓ :

પાણી સંરક્ષણ

જ્યારે ગ્રામ્ય મહારાષ્ટ્રના 66% વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિ હતી, ત્યારે ટાટા મોટર્સના ‘વોટર સ્ટિવાર્ડશિપ’ પ્રોગ્રામ દ્વારા 10 જિલ્લાઓમાં 356 જળાશયોને રીસ્ટોર કરવામાં આવ્યા હતા. જેથી પાણીની ક્ષમતા 700 કરોડ લીટર જેટલી વધી હતી. જેના કારણે 7,000 ખેડુતો અને 2.9 લાખ ગ્રામજનોને સીધો લાભ મળ્યો હતો. આ મોડલ સરકારની યોજનાઓ, કોમ્યુનીટી ઓનરશીપ અને ડિજિટલ મોનિટરિંગ પર આધારિત હોવાથી પરિવર્તનક્ષમ છે. ફાઈનાન્સિયલ વર્ષ 2026માં કંપનીનો હેતુ 25થી વધુ જિલ્લાઓમાં 1,000 જળાશયોને રીસ્ટોર કરવાનો છે.

અવગણાયેલા વિસ્તારોમાં ગ્રામ વિકાસ
2018માં શરૂ કરાયેલ ‘ઇન્ટિગ્રેટેડ વિલેજ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IVDP)’ હાલ મહારાષ્ટ્ર, ગુજરાત અને ઉત્તર પ્રદેશના 16 ગ્રામ પંચાયતોમાં કાર્યરત છે. ફાઈનાન્સિયલ વર્ષ 2025માં આ કાર્યક્રમ ઉત્તર પ્રદેશના શ્રાવસ્તી અને બલરામપુર જિલ્લાઓમાં લાગુ કરવામાં આવ્યો હતો જે નીતિ આયોગની મલ્ટી પોવર્ટી ઇન્ડેક્સ અનુસાર દેશના સૌથી મહત્વકાંક્ષી જિલ્લાઓમાં ગણાય છે.

ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs)માંથી 13 લક્ષ્યો, ગ્રામ પંચાયત સ્તરે 9 વિષયક ક્ષેત્રો અને 48 સરકારી યોજનાઓ સાથે સુસંગત રહીને IVDPએ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના આદિવાસી પટ્ટામાં 18,000થી વધુ લોકોના જીવનમાં સુધારો કર્યો હતો.

ગૌરવપૂર્ણ જીવનધોરણ પુરું પાડવું
પુણેમાં, ટાટા મોટર્સે કાષતાકારી પંચાયત સાથે મળીને 8,000 કચરા ઉપાડવાનું કામ કરતા પરિવારોને સહાય પૂરી પાડી હતી. 1,814 મહિલાઓને આરોગ્ય યોજનાઓમાં નોંધણી કરાવી અને તેમના બાળકોને શિક્ષણ તથા સ્કીલ ડેવલપમેન્ટ માટે સહાય પૂરી પાડી હતી. ઉપરાંત, ચાર યુવકોને National Apprenticeship Promotion Scheme (NAPS) હેઠળ ટાટા મોટર્સમાં જોડાવાની તક આપી હતી.

મહારાષ્ટ્રમાં કંપનીએ નિર્માણ એનજીઓ સાથે મળીને 47 બંધક મજૂરોને મુક્ત કર્યા અને ભોસરીમાં કામગાર સામાન અને સુવિધા કેન્દ્ર શરૂ કર્યું. જેના માધ્યમથી 12,000થી વધુ સ્થળાંતરીત મજૂરોને કાનૂની સહાય દ્વારા તેના હકો અપાવ્યા .

કાર્યસ્થળ પર સમાનતા
ફાઈનાન્સિયલ વર્ષ 2025 દરમિયાન, ટાટા મોટર્સે તેના વિવિધ પ્લાન્ટ્સમાં 141 દિવ્યાંગ વ્યક્તિઓ અને 17 ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને રોજગારી આપી હતી. સમાવેશી નીતિઓ, સંવેદનશીલતા કાર્યક્રમો અને માળખાકીય તાલીમ દ્વારા કંપનીએ કાર્યસ્થળ પર સમાનતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું હતું.

શૈક્ષણિક સફળતા તરફ પ્રયાણ

‘ENABLE’ કાર્યક્રમ હેઠળ 19,000થી વધુ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ આપવામાં આવ્યું. જેમાંથી 8,000 વિદ્યાર્થીઓએ JEE Mains આપી અને તેમાં 28% વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા. મુંબઈમાં 69 BMC શાળાઓમાં આપવામાં આવેલા રિમીડિયલ કોચિંગથી SSC પરીક્ષામાં 96% પાસિંગ રિઝલ્ટ મળ્યો, જે શહેરના સરેરાશ કરતા વધારે હતો.

શહેરી કુપોષણ સામે લડત
પ્રોજેક્ટ ‘આરોગ્યસંપન્ન’ અંતર્ગત, મુંબઈના ટ્રોમ્બે વિસ્તારની ઝુપડપટ્ટીમાં 1,000થી વધુ બાળકોનું ચેકઅપ કરવામાં આવ્યું. જેના પરિણામે ગંભીર અને મિડલ કક્ષાના કુપોષણમાં 90% ઘટાડો થયો. આ પહેલ દ્વારા માતા-પિતાને પૌષ્ટિક્તા અંગે શિક્ષણ આપવામાં આવ્યું અને કોમ્યુનીટી સ્તરે હેલ્થ લાઇબ્રેરીઓ પણ શરૂ કરવામાં આવી.

વોલન્ટરીંગ પાર્ટીસીપેશનનો નવો રેકોર્ડ
19,000થી વધુ ટાટા મોટર્સના કર્મચારીઓએ સામાજિક કાર્યો માટે 2 લાખ કલાકથી વધુ સમય આપ્યો. આરોગ્ય જાગૃતિ અભિયાન, પર્યાવરણ સુરક્ષા પ્રયાસો, આપત્તિ વ્યવસ્થાપન સહાય જેવી અનેક પ્રવૃત્તિઓમાં યોગદાન આપ્યું. આ પ્રવૃત્તિઓ કંપનીની પરોપકાભાવી ભાવના અને રિસ્પોન્સીબલ સીટીઝન પ્રત્યેના તેના કલ્ચરને દર્શાવે છે.

ટાટા મોટર્સ ઇન્ક્લુસીવ ગ્રોથ, સીસ્ટેમેટીક રીફોર્મ અને કોમ્યુનીટી રિસાયલન્સ દ્વારા CSR વ્યૂહરચનાને આગળ વધારવા પ્રતિબદ્ધ છે. ડેટા આધારિત અને પાર્ટીસીપેશન પર આધારિત અભિગમ દ્વારા, કંપની ટકાઉ ઉકેલોને વિસ્તૃત કરતી રહેશે, જે ભારતના વિકાસ લક્ષ્યોમાં અર્થપૂર્ણ યોગદાન આપશે અને લાંબા ગાળે ગ્રોથને ટકાઉ બનાવશે.

Related posts

GE એરોસ્પેસ ફાઉન્ડેશને નેકસ્ટ એન્જિનિયર્સના બેંગલુરુ, ભારતમાં વિસ્તરણની જાહેરાત કરી

truthofbharat

2025 માં દુબઈની મુલાકાત લેવાના 25 કારણો

truthofbharat

રાજ્યના રક્તરંજિત શહેરોમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

truthofbharat