ભારતના ઉદ્યોગસાહસિકોની આગામી પેઢીને સશક્ત બનાવવા માટે કાર્ગો મોબિલિટીમાં નવા યુગનો પ્રારંભ
ગુજરાત ૨૩ જૂન ૨૦૨૫: ભારતની સૌથી મોટી કોમર્શિયલ વાહન ઉત્પાદક કંપની ટાટા મોટર્સે બિલકુલ નવી ટાટા એસ પ્રોના લૉન્ચની સાથે કાર્ગો મોબિલિટીમાં એક નવો સીમાચિહ્નરૂપ સ્થાપિત કર્યો છે, જે નાના કાર્ગો મોબિલિટીમાં પરિવર્તનશીલ યુગની શરૂઆત કરે છે. માત્ર રૂ.3.99 લાખની બેજોડ શરૂઆતની કિંમત સાથે, ટાટા એસ પ્રો ભારતનો સૌથી સસ્તો ફોર-વ્હીલ મીની ટ્રક છે, જે અસાધારણ કાર્યક્ષમતા, બેજોડ વર્સેટિલિટી અને શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરે છે.
ઉદ્યોગસાહસિકોની નવી લહેરને સશક્ત બનાવવા માટે ડિઝાઇન કરાયેલ ટાટા એસ પ્રો પેટ્રોલ, બાય-ફ્યુઅલ (CNG + પેટ્રોલ) અને ઇલેક્ટ્રિક વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે – જે ગ્રાહકોને તેમની બિઝનેસ જરૂરિયાતો માટે આદર્શ સમાધાન પસંદ કરવાની સુગમતા પ્રદાન કરે છે.
ગ્રાહકો દેશભરમાં ટાટા મોટર્સના 1250 કોમર્શિયલ વાહનોના વેચાણના કોઇપણ ટચપોઇન્ટ્સ પરથી કે ટાટા મોટરના ઓનલાઈન વેચાણ પ્લેટફોર્મ ફ્લીટ વર્સે પર તેમના પસંદગીના Ace Pro વેરિઅન્ટનું બુકિંગ કરાવી શકે છે. ટાટા Ace Pro ની માલિકીને સુવિધાજનક બનાવવા માટે ટાટા મોટર્સે વિવિધ ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે ઝડપી લોન મંજૂરી, ફેલ્કિસબલ EMI વિકલ્પો અને શ્રેષ્ઠ ફંડિંગ સપોર્ટ સહિત મુશ્કેલી-મુક્ત ફાઇનાન્સિંગ સોલ્યુશન્સ પ્રદાન કરી શકાય તે માટે અગ્રણી બેંકો અને NBFCs સાથે સહયોગ કર્યો છે.
Ace Pro લોન્ચ કરતા ટાટા મોટર્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ગિરીશ વાઘે જણાવ્યું હતું કે, “Tata Aceના લોન્ચથી ભારતમાં કાર્ગો મોબિલિટીમાં ક્રાંતિ આવી છે. છેલ્લા બે દાયકામાં તેણે 25 લાખથી વધુ ઉદ્યોગસાહસિકોને પ્રગતિ અને શક્યતાનું પ્રતીક બનવા માટે સફળતાપૂર્વક સશક્ત બનાવ્યા છે. બિલકુલ નવા Tata Ace Pro સાથે અમે સ્વપ્ન જોનારાઓની નવી પેઢી માટે નવા હેતુ સાથે આ વારસાને આગળ ધપાવી રહ્યા છીએ. સ્થિરતા, સુરક્ષા અને નફાકારકતા માટે ડિઝાઇન કરાયેલ Ace Pro તેમના ભવિષ્યની જવાબદારી સંભાળવા માટે તૈયાર મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકોની મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે વધુ કમાણીની સંભાવના ખોલે છે.”
ટાટા એસ પ્રો વિશે વાત કરતા ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ્સનાં વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ-SCVPU, શ્રી પિનાકી હલધરે જણાવ્યું હતું કે, “ઉદ્દેશ્યપૂર્ણ ટાટા એસ પ્રો ને ગ્રાહકોની ઊંડી સમજ સાથે વિકસાવવામાં આવ્યો છે અને વિવિધ પ્રકારની એપ્લિકેશનોને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે. તે વિવિધ ભૂપ્રદેશો અને હવામાન પરિસ્થિતિઓમાં સખત પરીક્ષણોમાંથી પસાર થયો છે, જેમાં લાખો કિલોમીટર આવરી લેવામાં આવ્યા છે. તેના મલ્ટી-ફ્યુઅલ વિકલ્પો, સરળ પોષણક્ષમતા અને શ્રેષ્ઠ ડ્રાઇવિંગ ક્ષમતાની સાથે, ટાટા એસ પ્રો વિભિન્ન ઉપયોગના મામલામાં શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરે છે. તે અમારા પોર્ટફોલિયોમાં એક વ્યૂહાત્મક ઉમેરો છે જે ટાટા મોટર્સની વિશ્વસનીય, ભવિષ્ય માટે તૈયાર મોબિલિટી સમાધાનની સાથે ઉદ્યોગસાહસિકો અને નાના વ્યવસાયોને સક્ષમ બનાવવાની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. મજબૂત ઉદ્યોગસાહસિક માનસિકતા અને ખર્ચ ઘટાડવા પર ઝડપી ધ્યાન કેન્દ્રિત કરીને, ગુજરાત એક ઉચ્ચ-સંભવિત બજાર તરીકે ઉભરી રહ્યું છે જે Ace Pro બાયો-ફ્યુઅલ અને EV વેરિઅન્ટ્સના ફાયદાઓનો ઝડપથી લાભ લેવા માટે તૈયાર છે. વૈવિધ્યસભર અને ગતિશીલ વ્યવસાય ઇકોસિસ્ટમમાં રાજ્યનું સુસ્થાપિત CNG અને પાવરનું માળખું અપનાવવા માટે મજબૂત પાયો પૂરો પાડે છે. અમદાવાદ, વડોદરા અને સુરતની આસપાસના ઉત્પાદન અને વ્યાપારી સાહસોથી લઈને સૌરાષ્ટ્રમાં સમૃદ્ધ કૃષિ-ઉદ્યોગો અને કચ્છમાં ઝડપથી વિકસતા સાહસો સુધી, રાજ્ય Ace Pro ની આકર્ષક ક્ષમતાઓ માટે ફળદ્રુપ જમીન પ્રદાન કરે છે. તેનું કાર્યક્ષમ ડ્રાઇવટ્રેન અને મજબૂત એગ્રીગેટ્સ આકર્ષક મૂલ્ય પ્રસ્તાવ પ્રદાન કરે છે, નફાકારકતામાં વધારો કરે છે, ઓપરેશનલ ઓવરહેડ્સ ઘટાડે છે અને સીમલેસ લોજિસ્ટિક્સને ટેકો આપે છે. ગીચ શહેરી ડિલિવરી રૂટ્સ નેવિગેટ કરવા હોય કે ગ્રામીણ સપ્લાય ચેઇન્સને પાવર આપવાનું હોય, Ace Pro ગુજરાતની નવીનતા અને સાહસની ભાવના સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે.
વધુ અસાધારણ પેલોડ ક્ષમતા પ્રદાન કરવા માટે એન્જિનિયર્ડ
ટાટા એસ પ્રો તેના શ્રેષ્ઠ 750 કિલો પેલોડ અને આકર્ષક 6.5 ફૂટ (1.98 મીટર) ડેક સાથે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરે છે. ફેક્ટરી-ફિટેડ લોડ બોડી વિકલ્પો – હાફ-ડેક અથવા ફ્લેટબેડ – સાથે ઉપલબ્ધ છે જે વિવિધ એપ્લિકેશનોમાં આવક વધારવા માટે ડિઝાઇન કરાયેલ છે. તે કન્ટેનર, મ્યુનિસિપલ એપ્લિકેશનો અને રીફર બોડી ફિટમેન્ટ અન્ય માટે યોગ્ય છે. તેની ઉચ્ચ-શક્તિવાળી ચેસિસ અને મજબૂત એગ્રીગેટ્સ હેવી વેઇટ હેઠળ વિશ્વસનીય કામગીરી સુનિશ્ચિત કરે છે.
કાર્યક્ષમ, વર્સેટાઇલ પાવરટ્રેન
મોડ્યુલર પ્લેટફોર્મ પર બનેલ અને નફાકારકતા માટે ડિઝાઇન કરાયેલ, Ace Pro પેટ્રોલ, બાયો-ફ્યુઅલ અને ઇલેક્ટ્રિક વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે:
પેટ્રોલ: 694cc એન્જિન 30bhp અને 55Nm પાવર આપે છે, જે ઇંધણ કાર્યક્ષમતા સાથે પાવરનું સંયોજન કરે છે.
ઇલેક્ટ્રિક: ટાટા મોટર્સનું અદ્યતન EV આર્કિટેક્ચર એક જ ચાર્જ પર 38bhp, 104Nm ટોર્ક અને 155km રેન્જ પ્રદાન કરે છે, જેમાં IP67-રેટેડ બેટરી અને મોટર બધા હવામાનમાં વિશ્વસનીયતા માટે છે.
બાય-ફ્યુઅલ: સીએનજીની કિંમત-કાર્યક્ષમતાને સીમલેસ ઓપરેશન માટે 5-લિટર પેટ્રોલ બેકઅપ ટાંકીની ફલેક્સિબિલિટી સાથે જોડે છે. CNG મોડમાં તે 26bhp પાવર અને 51Nm ટોર્ક વિકસાવે છે.
આરામદાયક, સલામત કેબિન
રસ્તા પર લાંબા સમય સુધી કામ કરી શકાય તે માટે બનાવેલ, Ace Pro માં જગ્યા ધરાવતી, કાર જેવી કેબિન છે જેમાં એર્ગોનોમિક સીટિંગ, સૌથી વિશાળ સ્ટોરેજ અને આધુનિક સુવિધાઓ છે. AIS096-અનુરૂપ ક્રેશ-ટેસ્ટેડ કેબિન સાથે સલામતી સર્વોપરી છે. તે ડ્રાઇવરની વધારાની સુવિધા માટે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને વૈકલ્પિક ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી પણ સજ્જ છે.
સ્માર્ટ કનેક્ટિવિટી અને ડ્રાઇવર સહાય
8 લાખથી વધુ રજિસ્ટર્ડ વાહનો સાથે ટાટા મોટર્સનું કનેક્ટેડ વાહન પ્લેટફોર્મ, ફ્લીટ એજ, Ace Pro સાથે મળીને કામ કરે છે. તે વાહનના સ્વાસ્થ્ય, ડ્રાઇવર વર્તન અને આગળની જાળવણી અંગે વાસ્તવિક સમયની માહિતી પૂરી પાડે છે, જે ટ્રાન્સપોર્ટર્સને સક્રિય સલામતી નિર્ણયો લેવા સક્ષમ બનાવે છે. ગિયર શિફ્ટ સલાહકાર અને રિવર્સ પાર્કિંગ સહાય જેવી સુવિધાઓ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં નેવિગેશનને સરળ બનાવે છે.
બેજોડ સપોર્ટ અને માલિકીનો અનુભવ
દેશભરમાં 2,500 થી વધુ સર્વિસ અને સ્પેરપાર્ટ્સ આઉટલેટ્સ તેમજ દૂરના વિસ્તારોમાં સ્ટાર ગુરુ નેટવર્ક સાથે, Ace Pro ખાતરી કરે છે કે તમે ક્યારેય નિષ્ણાતની મદદથી દૂર નથી. EV-વિશિષ્ટ સેવા કેન્દ્રો અને એક મજબૂત 24×7 રોડસાઇડ સહાય કાર્યક્રમ અપટાઇમ અને માનસિક શાંતિને વધુ વધારે છે.
-ENDS-
