Truth of Bharat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ દ્વારા ઈવી ઈકોસિસ્ટમનું મજબૂતીકરણઃ ઈલેક્ટ્રિક એસસીવી માટે હવે 25,000 પબ્લિક ચાર્જર્સ ઉપલબ્ધ

12 મહિનામાં 25,000થી વધુ ચાર્જ પોઈન્ટ્સ માટે 13 ચાર્જિંગ પોઈન્ટ ઓપરેટરો સાથે સમજૂતી કરાર

સર્વ ચાર્જર સ્થળો આસાન નેવિગેશન માટે ફ્લીટ એજ પર દેખાશે

મુંબઈ | ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫: ભારતની સૌથી વિશાળ કમર્શિયલ વેહિકલ ઉત્પાદક ટાટા મોટર્સ દ્વારા આજે પ્રગતિશીલ શૂન્ય- ઉત્સર્જન મોબિલિટીમાં નોંધપાત્ર માઈલસ્ટોનની ઘોષણા કરવામાં આવી છે. હવે 25,000 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સ ઈન્સ્ટોલ કરાયાં છે અને ઈલેક્ટ્રિક સ્મોલ કમર્શિયલ વેહિકલ્સ (એસસીવી)ના ગ્રાહકોને પહોંચક્ષમ છે. દિલ્હી- એનસીઆર, બેન્ગલુરુ, મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદ સહિત 150થી વધુ શહેરોમાં વ્યૂહાત્મક રીતે સ્થિત આ ચાર્જર્સ મુખ્ય લોજિસ્ટિક્સ હબ્સમાં રખાયાં છે,સ જેથી લાસ્ટ- માઈલ ડિલિવરી ઓપરેટરોને બહેતર રેન્જ આત્મવિશ્વાસ, સંચાલન કાર્યક્ષમતા અને સુધારિત આવક મળી શકે છે.

ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણને વધુ ગતિ આપવા માટે ટાટા મોટર્સ દ્વારા આગામી 12 મહિનામાં 25,000થી વધુ વધારાના પબ્લિક ચાર્જર્સ ઈન્સ્ટોલ અને ઓપરેટ કરવા માટે 13 અવ્લલ ચાર્જિંગ પોઈન્ટ ઓપરેટર્સ (સીપીઓ) સાથે સમજૂતી કરાર પર સહીસિક્કા કર્યા છે. સર્વ મોજૂદ અને આગામી ચાર્જર સ્થળો ફ્લીટ એજ સાથે જોડવામાં આવ્યા છે અને દ્રષ્ટિગોચર છે, જે ટાટા મોટર્સનું અત્યાધુનિક કનેક્ટેડ વાહન મંચ ગ્રાહકોને અસલ સમયમાં નેવિગેશન અને આસાન પહોંચ માટે ઉપલબ્ધતા પૂરી પાડે છે.

સમજૂતી કરાર અ પ્લસ ચાર્જ, એમ્પવોલ્ટ્સ, ચાર્જએમઓડી, ચાર્જ ઝોન, ઈલેક્ટ્રિક ફ્યુઅલ, એન્વોધ સસ્ટેનર, ઈવી સ્પોટ ચાર્જ, કાઝમ, નિકોલ ઈવી, સોનિક મોબિલિટી, ઠંડરપ્લસ સોલ્યુશન્સ, લોસ્ટિક અને ઝિયોન ઈલેક્ટ્રિક સાથે કરાયા છે.

આ વિશે ઘોષણા કરતાં ટાટા મોટર્સ કમર્શિયલ વેહિકલ્સના વાઈસ પ્રેસિડેન્ટ અને એસસીવીપીયુના બિઝનેસ હેડ શ્રી પિનાકી હલદરે જણાવ્યું હતું કે, “25,000 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન પાર કરાયું તે પ્રગતિશીલ ઈલેક્ટ્રિક કાર્ગો મોબિલિટી અને તેની એનેબ્લિંગ ઈકોસિસ્ટમ પ્રત્યે અમારી કટિબદ્ધતામાં મહત્ત્વપૂર્ણ માઈલસ્ટોન છે. 10,000 એસ ઈવી ડિપ્લોય કરાયાં હોવાથી અને 6 કરોડ કિમીથી વધુ એકત્રિત આવરી લેવા સાથે અમે ફોર- વ્હીલ ઈલેક્ટ્રિક કમર્શિયલ વેહિતકલ્સના ઉપયોગના લાભોમાં ગ્રાહકો અને ટ્રાન્સપોર્ટરોનો વિશ્વાસ વધી રહેલો જોઈ રહ્યા છીએ. અમે તાજેતરમાં જ એસ પ્રો ઈવી રજૂ કરી હતી, જેણે શહેરી અને અર્ધશહેરી કાર્ગો ઉપયોગમાં ગ્રાહકોની વધતી જરૂરતો માટે તૈયાર તેની આધુનિક ક્ષમતાઓ સાથે ટ્રેકશન પણ વધાર્યું છે.’’

“અમે વિશ્વસનીય, હાઈ- પરફોર્મન્સ ઈ-કાર્ગો વાહનો ઈનોવેટ અને ડિલિવરી કરવાનું ચાલુ રાખ્યું છે ત્યારે અમે વ્યૂહાત્મક જોડાણો થકી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહોંચ વિસ્તારવા પર પણ ધ્યાન કેન્દ્રિત રાખ્યું છે. ભારતના અગ્રણી ચાર્જિંગ પોઈન્ટ ઓપરેટરો સાથે આ ભાગીદારી મજબૂત સપોર્ટ નેટવર્ક નિર્માણ કરવાની અને દેશભરમાં એન્ટરપ્રેન્યોર્સ અને ટ્રાન્સપોર્ટર્સ માટે નફાકારક, શૂન્ય ઉત્સર્જન લોજિસ્ટિક્સ નિર્માણ કરવા પ્રત્યે અમારી સમર્પિતતા અધોરેખિત કરે છે.’’

ટાટા મોટર્સની ઈ-એસસીવી લાઈનઅપમાં હાલમાં એસ પ્રો ઈવી, એસ ઈવી અને એસ ઈવી 1000નો સમાવેશ થાય છે, જે દરેક વિવિધ શહેરી અને અર્ધશહેરી કાર્ગોની આવશ્યકતાઓને પહોંચી વળે છે. સર્વ ટાટા મોટર્સ કમર્શિયલ વેહિકલ્સ ઘણા બધા લોડ ડેક કોન્ફિગ્યુરેશન્સ અને પેલોડ વિકલ્પો સાથે આવે છે, જે વિવિધ વેપાર ઉપયોગિતા માટે સાનુકૂળતાની ખાતરી રાખે છે. વિશ્વસનીયતા અને પરફોર્મન્સ માટે નિર્મિત તેનું પડકારજનક માર્ગો અને સંચાલન સ્થિતિઓમાં સઘન પરીક્ષણ કરાયું છે.

ઉચ્ચ અપટાઈમ અને ઝડપી ટર્નઅરાઉન્ડની ખાતરી રાખવા માટે ટાટા મોટર્સ દ્વારા ભારતમાં 200થી વધુ સમર્પિત ઈવી સપોર્ટ સેન્ટરો સ્થાપિત કરીને તેના વધતા ગ્રાહક મૂળને નિર્ભરક્ષમ સેવા અને ટેક્નિકલ સહાય પ્રદાન કરે છે.

Related posts

એમેઝોન ફેનશે તેના Gen Z ઓનલાઇન સ્ટોરને ‘સર્વ’ તરીકે રિબ્રાન્ડ કર્યો

truthofbharat

શાર્ક ટેન્ક ઇન્વેસ્ટર નમિતા થાપરે ગુજરાતી ઉદ્યોગસાહસિક દંપતી હર્ષ અને તન્વી પર મોટો દાવ લગાવ્યો

truthofbharat

સીએમએફફોન 2 પ્રોનો સેલ 5 મેથી શરૂ થશે; તે ફક્ત રૂ. 16,999 જેટલી ઓછી કિંમતે ઉપલબ્ધ થશે

truthofbharat