Truth of Bharat
ઓટોમોબાઈલગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

ટાટા મોટર્સ કમર્શિયલ વેહિકલ્સ દ્વારા તેની ફ્લેગશિપ એલપીઓ 1822 બસ ચેસિસના લોન્ચ સાથે ઈન્ટરસિટી મોબિલિટીનો નવો દાખલો બેસાડે છે

ક્મ્ફર્ટ માટે ઘડાઈ છેઃ ફુલ-એર સસ્પેન્શન ભારતના હાઈવે પર ફર્સ્ટ- ક્લાસ પ્રવાસ અનુભવ પ્રદાન કરે છે

મુંબઈ | 14 ઓક્ટોબર 2025: કમર્શિયલ મોબિલિટીમાં ભારતની અગ્રગણ્ય ટાટા મોટર્સ કમર્શિયલ વેહિકલ્સે આજે તેનું અત્યાધુનિક ઈન્ટરસિટી પ્લેટફોર્મ છતાં- સંપૂર્ણ નવી ટાટા એલપીઓ 1822 બસ ચેસિસ રજૂ કરી. લોંગ- હોલ પ્રવાસી પરિવહનમાં નવાં સીમાચિહનો સ્થાપિત કરતાં એલપીઓ 1822 કમ્ફર્ટ, પરફોર્મન્સ અને સંચાલન કાર્યક્ષમતામાં નક્કર મોટી છલાંગ લગાવીને સમૂહ મોબિલિટીમાં ભવિષ્યને આકાર આપવામાં ટાટા મોટર્સની આગેવાનીને ફરી એક વાર સમર્થન આપે છે.

ટાટા એલપીઓ 1822એ તેના ફુલ- એર સસ્પેન્શન અને લો એનવીએચ (નોઈઝ, વાઈબ્રેશન અને હાર્શનેસ) ખૂબીઓ થકી ઉત્તમ સવારીનો અનુભવ પ્રદાન કરે છે, જે પ્રવાસી અને ડ્રાઈવરો માટે પણ થાકમુક્ત પ્રવાસની ખાતરી રાખે છે. 36થી 50 સીટર્સ અને સ્લીપર લેઆઉટ્સ સુધીની શ્રેણીના સાનુકૂળ કોન્ફિગ્યુરેશન્સ સાથે ચેસિસ ભારતની વિસ્તરતી પરિવહન ક્ષિતિજમાં ફ્લીટ ઓપરેટરોની ઉત્ક્રાંતિ પામતી જરૂરતોને પહોંચી વળવા માટે તૈયાર કરવામાં આવી છે.

આ લોન્ચ પર બોલતાં ટાટા મોટર્સ કમર્શિયલ વેહિકલ્સના કમર્શિયલ પેસેન્જર વેહિકલ બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ શ્રી આનંદ એસે જણાવ્યું હતું કે, ‘‘ભારતની ઈન્ટરસિટી ટ્રાન્સપોર્ટ ઈકોસિસ્ટમ વધતી કનેક્ટિવિટી અને વધતી પ્રવાસી અપેક્ષાઓથી પ્રેરિત પરિવર્તન હેઠળ પસાર થઈ રહી છે. ટાટા એલપીઓ 1822 આધુનિક પ્રોડક્ટ છે, જે ઉત્કૃષ્ટ સવારીની ગુણવત્તા, મજબૂત એન્જિનિયરિંગ અને ઈન્ટેલિજન્ટ ફીચર્સને જોડીને બેજોડ મૂલ્ય પ્રદાન કરે છે. તે પ્રવાસીઓ, ડ્રાઈવરો અને ફ્લીટ માલિકો માટે પણ લાભદાયી છે, જે કમ્ફર્ટ વધારે છે, સુરક્ષા બહેતર બનાવે છે અને નફાશક્તિ પણ સુધારે છે.’’

એલપીઓ 1822ને સિદ્ધ 5.6 લિટર ક્યુમિન્સ ડીઝલ એન્જિન પાવર આપે છે, જે આકર્ષક 220hp અને 925Nm ટોર્ક આપે છે, જે પાવરટ્રેન ઈંધણ કાર્યક્ષમતા સાથે હાઈ પરફોર્મન્સને સંતુલિત કરે છે. ચેસિસ પણ કક્ષામાં ઉત્તમ સુરક્ષા, આરામ અને પ્રવાસ અનુભવ પ્રદાન કરવા તૈયાર કરાયેલી પ્રીમિયમ ઈન્ટરસિટી બસ ફુલ્લી બિલ્ટ ટાટા મેગ્ના કોચ માટે અધોરેખિત કરવાનું કામ કરે છે.

ઉપરાંત તેનું મૂલ્ય પરિમાણ બહેતર બનાવતાં એલપીઓ 1822 ફ્લીટ એજ માટે કોમ્પ્લિમેન્ટરી ચાર વર્ષનું સબ્સ્ક્રિપ્શન સાથે આવે છે, જે ટાટા મોટર્સનું નેક્સ્ટ જનરેશન કનેક્ટેડ વેહિકલ પ્લેટફોર્મ છે. ફ્લીટ એજ ઓપરેટરોને અસલ સમયમાં ડાયગ્નોસ્ટિક્સ, પ્રેડિક્ટિવ મેઈનટેનન્સ અને ડેટા પ્રેરિત ફ્લીટ મહત્તમીકરણથી સશક્ત બનાવે છે, જેથી વધુ સ્માર્ટ, વધુ નફાકારક કામગીરી અભિમુખ બનાવે છે.

ડીઝલ, સીએનજી, એલએનજી અને ઈલેક્ટ્રિક પાવરટ્રેન્સમાં 9-55 સીટર મોડેલમાં વ્યાપક પોર્ટફોલિયો સાથે ટાટા મોટર્સે ભાવિ સુસજ્જ મોબિલિટી સમાધાન પ્રદાન કરવામાં આગેવાની કરવાનું ચાલુ રાખ્યું છે. તેને Sampoorna Seva 2.0નો ટેકો છે, જે પરિપૂર્ણ વાહન જીવનચક્ર આધાર કાર્યક્રમ ખાતરીદાયક સર્વિસ ટર્નઅરાઉન્ડ, જેન્યુઈન સ્પેર્સ, વાર્ષિક જાળવણી કરાર અને 24×7 બ્રેકડાઉન આસિસ્ટન્સ પ્રદાન કરે છે. રાષ્ટ્રભરમાં 4500 સેલ્સ અને સર્વિસ ટચપોઈન્ટ્સના મજબૂત નેટવર્કના ટેકા સાથે ટાટા મોટર્સ ભારતની પ્રવાસી પરિવહન ક્ષિતિજમાં પરિવર્તન લાવવા માટે ઊંડાણથી કટિબદ્ધ છે.

Related posts

ભારત સરકાર દ્વારા ડૉ. ધ્રુવેન વિનોદચંદ્ર શાહની રિજિયોનલ ડાયરેક્ટ ટેક્સ એડવાઇઝરી કમિટીમાં નિમણૂક

truthofbharat

ઇન્શોયરન્સ અવરનેસ કમિટી (IAC-લાઇફ)ના ચેરપર્સન કમલેશ રાવના મંતવ્યો:

truthofbharat

સનાતન ધર્મ તરફથી સમગ્ર વિશ્વને ભારતની ભેટ

truthofbharat