Truth of Bharat
અવેરનેસગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

ટાટા મોટર્સના આરોગ્ય કાર્યક્રમે 6.6 લાખથી વધુ લોકોના જીવનમાં હેલ્થકેર અને ન્યુટ્રીશન સંબંધિત હસ્તક્ષેપો દ્વારા પરિવર્તન લાવ્યું

  • કુપોષિત બાળકોમાં 87% રિકવરી અને એનિમિયા ધરાવતી સ્ત્રીઓમાં 80% ઘટાડો આવ્યો

નેશનલ | ૦૪ સપ્ટેમ્બર ૨૦૨૫: હાલ ભારતમાં રાષ્ટ્રીય આરોગ્ય પોષણનું સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે તેને સંબધિત ટાટા મોટર્સ અને તેના આરોગ્ય કાર્યક્રમ દ્વારા દેશ ભરમાં સામુદાયિક આરોગ્ય સંભાળને આગળ વધારવામાં નોંધપાત્ર રીતે આગળ વધી રહ્યાં છે. આ કાર્યક્રમ થકી કુપોષણ બાળકો, મહિલાઓ અને યુવાનોમાં આરોગ્ય અંગે જાગૃતિ વધારી તેમને આરોગ્ય સંભાળ જેવી સેવાઓ પૂરી પાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

નાણાકીય વર્ષ 24-25માં, આરોગ્ય લગભગ 6.66 લાખ લાભાર્થીઓ સુધી પહોંચ્યું, જેમાં કુપોષિત બાળકોમાં 87% રિકવરી અને સ્ત્રીઓમાં એનિમિયામાં 80% ઘટાડો જોવા મળ્યો છે. આ પરિણામો ટાટા મોટર્સની પ્રારંભિક આરોગ્ય અને પોષણ હસ્તક્ષેપોની શક્તિનો ઉપયોગ કરવાની પ્રતિબદ્ધતા અને સમુદાયોમાં તેની લાંબા ગાળાની અસર પર ભાર મૂકે છે.

જમશેદપુર, પુણે, પંતનગર, ધારવાડ, લખનૌ, સાણંદ અને મુંબઈના ગ્રામીણ સમુદાયો અને શહેરી ઝૂંપડપટ્ટીઓ સહિત, જરૂરિયાતો ધરાવતા વિસ્તારોમાં કાર્યરત – આરોગ્ય કાર્યક્રમે પોષણ, આરોગ્ય જાગૃતિ અને નિવારક અને ઉપચારાત્મક સેવાઓને સૌથી વધુ જરૂરિયાતમંદ લોકો માટે સુલભ બનાવીને નોંધપાત્ર સુધારાઓ કર્યા છે.
જમશેદપુરમાં, આરોગ્યે પૂર્વ સિંગભૂમ જિલ્લા અને તેના અંતરિયાળ વિસ્તારોમાં લગભગ 3 લાખથી પણ વધારે સભ્યો પર સકારાત્મક અસર કરી છે. મોટા શહેરોમાં રહેતા ગરીબો દ્વારા સામનો કરવામાં આવતા અનોખા પડકારોને ઓળખીને, ટાટા મોટર્સે મુંબઈના ઉપનગરીય વિસ્તાર ટ્રોમ્બેની ઝૂંપડપટ્ટીઓમાં પ્રોજેક્ટ આરોગ્યસંપન્ના દ્વારા તેના પ્રયાસોનો વિસ્તાર કર્યો છે, જેનાથી બાળકોમાં ગંભીર કુપોષણના કિસ્સાઓમાં 90% નો નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 25માં આ ગતિને આગળ વધારતા, ટાટા મોટર્સે સાણંદમાં ‘પ્રોજેક્ટ એડ્રેસિંગ મેલન્યુટ્રીશન’શરૂ કર્યું, જેનાથી 506 જેટલા ગંભીર કુપોષિત બાળકોને સારવાર મળી અને 88% રિકવરી દર પ્રાપ્ત થયો.

આરોગ્યની અસર પર બોલતા, ટાટા મોટર્સના CSR હેડ વિનોદ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, “ટાટા મોટર્સમાં, અમે પોષણને માનવ જીવન ચક્રમાં એક મહત્વપૂર્ણ સક્ષમકર્તા તરીકે જોઈએ છીએ, અમારા આરોગ્ય કાર્યક્રમ દ્વારા, અમે કુપોષણ બાળકો અને માતાના સ્વાસ્થ્યને એક સમુદાય-સંચાલિત મોડેલ સાથે સંબોધિત કરી રહ્યા છીએ જે લાંબા ગાળાના સુખાકારીને મજબૂત બનાવે છે. અમારા વ્યૂહાત્મક CSR માળખામાં સ્થાપિત અને સરકારી પહેલ, ભાગીદારો અને સ્થાનિક સમુદાયો સાથે સંકલન દ્વારા સક્ષમ, આરોગ્ય સ્કેલેબલ અને ટકાઉ આરોગ્ય પરિણામો બનાવવા માટેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આપણે જે સકારાત્મક અસર જોઈ રહ્યા છીએ તે આપણને સ્વસ્થ અને વધુ સમાન ભારતને પ્રોત્સાહન આપતા પોષણ અભિયાન જેવી રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને આગળ વધારવા માટે પણ પ્રેરણા આપે છે.”

૨૬ રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાજરી ધરાવતી, ટાટા મોટર્સ ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે બાળકોના કુપોષણ સામે લડવા, આરોગ્ય જાગૃતિને પ્રોત્સાહન આપી ઉપચારાત્મક સંભાળનો વિસ્તાર કરીને સમુદાય આરોગ્ય સંભાળને આગળ ધપાવી રહી છે. આરોગ્ય કાર્યક્રમ ઉદાહરણ આપે છે કે, કેવી રીતે લક્ષિત, ડેટા-આધારિત હસ્તક્ષેપો જીવનમાં કાયમી પરિવર્તન લાવી શકે છે. અને સાબિત કરે છે કે જ્યારે હેતુ પૂર્ણ થાય છે, ત્યારે પરિવર્તન આવે છે.

Related posts

ટાટા મોટર્સ અને નિયોન લોજિસ્ટિક્સ પાર્ટનર ભારતના એફએમસીજી ક્ષેત્રમાં સપ્લાય ચેઇનની કાર્યક્ષમતા વધારશે

truthofbharat

હૉન્ડા ઇન્ડિયા ફાઉન્ડેશન “સડક સહાયક: સુરક્ષિત માર્ગ, સુરક્ષિત જીવન” પ્રોજેક્ટ હેઠળ ગુજરાત પોલીસને 50 કસ્ટમાઇઝ્ડ હૉન્ડા CB350 ક્વિક રિસ્પૉન્સ ટીમ (QRT) વાહનો સોંપે છે

truthofbharat

મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા મફતલાલ એપરલ્સ સાથે ગ્લોબલ ફેશનમાં પ્રવેશ

truthofbharat