Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

ગાંધીનગરમાં સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ દ્વારા લેવલ-1 ફર્ટિલિટી સેન્ટરનો પ્રારંભ

ઉત્તર ગુજરાતના દંપતીઓને આધુનિક અને વ્યાપક પ્રજનન સારવાર સુલભ રીતે નજીકમાં ઉપલબ્ધ થશે


ગુજરાત, ગાંધીનગર | ૦૩ ઓગસ્ટ ૨૦૨૫: ગુજરાતમાં છેલ્લા બે દાયકાથી વધુ સમયથી વિશ્વસનીય ફર્ટિલિટી કેર માટે જાણીતી સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ દ્વારા રવિવારે ગાંધીનગરમાં નવી લેવલ-1 ફર્ટિલિટી સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. નિરમય મેડિકલ હબમાં સ્થિત આ સેન્ટરનો ઉદ્દેશ ઉત્તર ગુજરાતના દંપતીઓને આધુનિક અને વ્યાપક પ્રજનન સારવાર સુલભ રીતે ઉપલબ્ધ કરાવવાનો છે.

આ સેન્ટર પુરુષ અને સ્ત્રી બંને પ્રકારની ઈન્ફર્ટિલિટીની સમસ્યાઓ માટે વિવિધ પ્રકારની સારવાર સેવાઓ પૂરી પાડશે, જેમાં ફર્ટિલિટી ઈવાલ્યુએશન, સોનોગ્રાફી, ઇન્ટરયૂટરાઇન ઇન્સેમિનેશન (IUI), ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF), ઇન્ટ્રાસાઇટોપ્લાઝ્મિક સ્પર્મ ઈન્જેક્શન (ICSI), જિનેટિક ટેસ્ટિંગ, ક્રાયોપ્રીઝર્વેશન, એગ ડોનેશન પ્રોગ્રામ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાત એક્સપર્ટ કન્સલ્ટન્ટ સર્વિસ ઉપલબ્ધ રહેશે અને ખાસ જરૂરિયાત હોય ત્યારે અમદાવાદ સ્થિત મુખ્ય સેન્ટર પર રિફર કરવામાં આવશે.

સનફ્લાવર આઈવીએફ હોસ્પિટલ ગ્રુપના ડિરેક્ટર તેમજ સિનિયર ઈન્ફર્ટિલિટી અને આઈવીએફ એક્સપર્ટ ડૉ. આર.જી. પટેલે જણાવ્યું કે, “સનફ્લાવર હંમેશાથી એ પ્રયાસ કરી રહ્યું છે કે ફર્ટિલિટી સારવાર વધુ અસરકારક અને પ્રાપ્તસાધ્ય બને. ગાંધીનગરમાં આ નવા સેન્ટરનું ઉદ્ઘાટન ઉત્તર ગુજરાતમાં પ્રજનન સંભાળની વધતી માંગનું પ્રતિબિંબ છે. અમે ખુશી અનુભવી રહ્યા છીએ કે હવે ઘણા દંપતીઓ માટે વર્લ્ડ-ક્લાસ સેવાઓ ઘર નજીક ઉપલબ્ધ થશે.”

ગાંધીનગર સેન્ટરના હેડ ડૉ. શિવાંગી શર્માએ જણાવ્યું કે, “આ સેન્ટર દ્વારા અમે અમારા અનુભવો અને નિપુણતાને વધુ લોકપ્રાપ્ય બનાવવા માટે કટિબદ્ધ છીએ. દેશભરમાં વધતી ફર્ટિલિટી સમસ્યાઓ વચ્ચે સમયસર નિદાન અને તાત્કાલિક સારવાર જીવન બદલાવવાનું કાર્ય કરે છે.”

સનફ્લાવર આઈવીએફએ અત્યાર સુધીમાં 70 થી 76% સુધીની સફળતા દર અને 21,000થી વધુ આઈવીએફ બર્થનો ગૌરવ છે. આજે સમગ્ર ભારતમાં તેમજ 72 દેશોમાંથી દર્દીઓ અહીં સારવાર લઈ ચૂક્યા છે. હોસ્પિટલને ફર્ટિલિટી કેર ક્ષેત્રે અનેક રાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે.

ભારતમાં સતત વધી રહેલા વાંઝિયાપણાના પડકારોને જોતા સનફ્લાવર આઈવીએફ સમયસર નિદાનનામહત્વને મજબૂત રીતે રજુ કરે છે. સેન્ટરના પ્રારંભના ભાગરૂપે સ્ત્રીઓ માટે ૩૦ દિવસ સુધી નિઃશુલ્ક સલાહ સેવાઓ આપવામાં આવી રહી છે.

વધુ માહિતી માટે વિઝિટ કરો: www.sunflowerhospital.in અથવા કોલ કરો: +91 93287 12384

Related posts

વેરનો લય આવી ચૂક્યો છે! સોની લાઈવની ચમકઃ ધ કોન્ક્લુઝન નાઉનું ટ્રેલર જુઓ

truthofbharat

ગુજરાતના સ્નેક્સ, તૂફાનનો જોશ

truthofbharat

પીએનબી મેટલાઈફ, ટ્રુહૉમ ફાઈનાન્સ (અગાઉની શ્રીરામ હાઉસિંગ લિ.) ઘરમાલિકોને ઑફર કરશે ક્રેડિટ લાઈફ ઈન્સ્યોરન્સ

truthofbharat