આ આયોજન ગુજરાત ટુરિઝમ અને કે. કે. મૂવી એન્ટરપ્રાઇઝ (ડિરેક્ટરઃ કેતકી કાપડિયા) દ્વારા કરવામાં આવ્યું હતું
ગુજરાત, અમદાવાદ | ૦૨ ઓગસ્ટ ૨૦૨૫: ઈન્સ્ટિટ્યૂટ ઓફ હૉટેલ મેનેજમેન્ટ અમદાવાદ ખાતે 31 જુલાઈથી 2 ઓગસ્ટ એમ કુલ 3 દિવસ સુધી યોજાયેલ આ ફેસ્ટિવલમાં દેશ–વિદેશના ફિલ્મ મેકર્સની શોર્ટ ફિલ્મ્સ અને ડોક્યુમેન્ટરીઝનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેતકી કાપડિયા, ડાયરેક્ટર ઓફ આઈઆઈએફસીટી એ જણાવ્યું હતું કે આ ત્રણ દિવસીય ફિલ્મ ફેસ્ટિવલમાં અમે 28 દેશોમાંથી 59 ફિલ્મો સ્ક્રીનીંગ કરી હતી જેમાં પહેલા દિવસે ચીફ ગેસ્ટ તરીકે ફિલ્મ ડાયરેક્ટર સુનીલ દર્શન હાજર રહ્યા હતા અને છેલ્લા દિવસે એવૉર્ડ સેરેમનીના દિવસે ધરમ ગુલાટી, અરુણ શંકર અને અનેરી વજાની જેવી હસ્તીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફિલ્મ મેકર અભિષેક જૈન પણ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહયા હતા. આ સૌએ એવોર્ડ એનાઉન્સ કર્યા હતા અને વિનર ને એવોર્ડ પણ આપ્યા હતા.
તેમને વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત ટુરિઝમના સહકારના કારણે જ આ ફેસ્ટિવલ શક્ય બન્યો છે.
