Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇનહેલ્થકેર

SportVot એ 72મી નેશનલ સીનિયર મેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 ના એક્સક્લુઝિવ સ્ટ્રીમિંગ રાઇટ્સ મેળવ્યા

મુંબઈ | ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ — SportVot, એક પ્લેટફોર્મ જે વૈશ્વિક સ્તરે રમતગમત મેચોનું પ્રસારણ કરે છે, તેણે એમેચ્યોર કબડ્ડી ફેડરેશન ઓફ ઈન્ડિયા (AKFI) ના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન અને વડોદરા કબડ્ડી એસોસિએશન દ્વારા આયોજિત નેશનલ સિનિયર મેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાના વિશિષ્ટ અધિકારો મેળવ્યા છે. આ ટુર્નામેન્ટ ૨૪ થી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન વડોદરાના ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાશે.

“પ્રથમ વખત, નેશનલ સીનિયર મેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપનું દેશભરમાં લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે, જે ભારતની સૌથી પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક કબડ્ડી ટુર્નામેન્ટમાંની એકને SportVot ના સીમલેસ અને ટેક-સક્ષમ પ્લેટફોર્મ દ્વારા સીધું જ દેશભરના ચાહકો સુધી પહોંચાડશે.”

“આ ટુર્નામેન્ટમાં ભારતીય રેલ્વે અને સર્વિસીસની ટીમો સહિત કુલ 35 રાજ્યોની ભાગીદારી જોવા મળે તેવી અપેક્ષા છે, જે તેને ભારતની સૌથી મોટી કબડ્ડી ચેમ્પિયનશિપમાંની એક બનાવે છે. ભારતીય કબડ્ડી કેલેન્ડરમાં મુખ્ય સ્થાન ધરાવતી આ ચેમ્પિયનશિપ સ્થાનિક પ્રતિભાઓ માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડે છે અને પ્રો કબડ્ડી લીગ (PKL) જેવી પ્રોફેશનલ લીગમાં પ્રવેશવા માટે એક મજબૂત સીડી સમાન છે.”

ગયા વર્ષના શાનદાર પ્રદર્શન બાદ, ડિફેન્ડિંગ ચેમ્પિયન હરિયાણા પોતાનો ટાઇટલનો બચાવવા માટે ફરી પરત ફરશે.

બધી મેચો SportVot એપ પર લાઇવ સ્ટ્રીમ કરવામાં આવશે, જેનાથી ચાહકો, ખેલાડીઓ, કોચ અને હિસ્સેદારો ને ગમે તે સ્થળેથી રિયલ ટાઈમ આ રોમાંચક રમત સાથે જોડાયેલા રહેવાની સુવિધા આપશે.

આ પ્રસંગે SportVot ના સ્થાપક અને સીઈઓ, સિદ્ધાંત અગ્રવાલે જણાવ્યું હતું કે “કબડ્ડી એ ભારતની રમતગમતની સંસ્કૃતિમાં ઊંડે સુધી મૂળ ધરાવે છે, અને આવી નેશનલ ચેમ્પિયનશિપ્સ એ જ જગ્યા છે જ્યાં આ રમતનું ભવિષ્ય ઘડાય છે. નેશનલ સીનિયર મેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપને ડિજિટાઇઝ અને લાઈવ-સ્ટ્રીમિંગ કરીને, અમારો હેતુ રમતવીરોને તે ઓળખ અપાવવાનો છે જેના તેઓ હકદાર છે અને ચાહકોને રમતની તીવ્રતાને અનુરૂપ અનુભવ પૂરો પાડવાનો છે. આ એક મોટું મંચ છે, અને અમારું માનવું છે કે સતત કવરેજ આગામી કબડ્ડીનો વારસો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

ગુજરાત કબડ્ડી એસોસિએશનના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી તુષાર અરોઠેએ ઉમેર્યું હતું કે, “આ વર્ષની નેશનલ સિનિયર મેન્સ કબડ્ડી ચેમ્પિયનશિપના યજમાન તરીકે, ગુજરાત કબડ્ડી એસોસિએશન દેશભરની શ્રેષ્ઠ ટીમોનું વડોદરામાં સ્વાગત કરવાનો ગર્વ અનુભવે છે. અમને આનંદ છે કે SportVot ટુર્નામેન્ટનું લાઈવ સ્ટ્રીમિંગ કરશે, જેનાથી દરેક જગ્યાએ સમર્થકોને અમારા ખેલાડીઓના જુસ્સા અને કૌશલ્યનો રિયલ ટાઈમ અનુભવ કરવાની તક મળશે. આ સહયોગ માત્ર કબડ્ડીની ભાવનાની ઉજવણી જ નથી કરતો પણ અમારા ગ્રાસરૂટ હીરોને રાષ્ટ્રીય પ્રેક્ષકોની નજીક પણ લાવે છે.”

Related posts

ઓશો ભૂમિ પરની કથાને વિરામ; આગામી-૯૬૯મી કથા ૨૦ ડીસેમ્બર બાલાજી તિરુપતિથી

truthofbharat

પ.પૂ. પ્રબોધજીવન સ્વામીજી મહારાજના સાન્નિધ્યમાં ઘાટકોપર મુંબઈ ખાતે હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

truthofbharat

વેદાંત, વિશ્વાસ અને વિજ્ઞાન માનસની પ્રસ્થાનત્રયિ છે.

truthofbharat

Leave a Comment