ઉપરાંત ઑક્ટોબરમાં માસિક વેચાણનો સૌથી ઊંચો આંક પણ નોંધાવ્યો
- જાન્યુઆરીથી ઑક્ટોબર 2025માં 61,607 કારનું વેચાણ કર્યું
- કેલૅન્ડર વર્ષ 2022માં 53,721 કાર વેચવાના પોતાના પાછલા વાર્ષિક વેચાણનો રેકર્ડ પાછળ છોડ્યો
- ઑક્ટોબર 2025માં પોતાના સર્વોચ્ચ માસિક વેચાણનો આંક પાર કરીને 8,252 કારનું વેચાણ
ગુજરાત, અમદાવાદ | ૦૫ નવેમ્બર ૨૦૨૫ — Škoda Auto India દેશમાં પોતાની હાજરીના 25 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે 2025 તેને માટે એક સીમાચિહ્નરૂપ વર્ષ બની રહ્યું છે. ઑક્ટોબર 2025માં, બ્રાન્ડે દેશમાં પોતાના સૌથી વધુ વેચાણનો આંક વટાવીને વધુ એક સીમાચિહ્ન પાર કર્યું. જાન્યુઆરી અને ઑક્ટોબર 2025 વચ્ચે, Škoda Auto Indiaએ 61,607 કારનું વેચાણ કર્યું. આ દમદાર પ્રદર્શન, જેમાં સર્વશ્રેષ્ઠ ત્રિમાસિક અને અર્ધ-વાર્ષિક વેચાણનો સમાવેશ તો પહેલેથી જ છે, તેમાં ઉમેરો કરતાં બ્રાન્ડે ઑક્ટોબર 2025માં 8,252 કારનું વેચાણ કરીને હવે સર્વોચ્ચ માસિક વેચાણનો આંક પણ પાર કર્યો છે. આ વૃદ્ધિ Škoda Auto India ની સૌપ્રથમ 4mથી ઓછા કદની SUV, Kylaq ની રજૂઆત, Škoda’s ની મોખરાની લક્ઝરી 4×4 એવી Kodiaq માટે સ્થાયી માંગ, Kushaq અને Slavia તરફથી જળવાઈ રહેલા હિસ્સા અને ઉચ્ચ પ્રદર્શન વાળી એકેએક Škoda Octavia RS કાર વેચાણ શરુ થયાની 20 મિનિટની અંદર થઈ જવાને આભારી છે.
આ નવી ઊંચાઈને આંબી ચૂકેલા વેચાણ વિશે વાતો કરતાં, Škoda Auto Indiaના બ્રાન્ડ ડિરેક્ટર, આશિષ ગુપ્તાએ જણાવ્યું કે, “અમે વર્ષ 2025ની શરુઆત બ્રાન્ડમાં નોંધપાત્ર મજબૂતાઈ લાવવાનાં અને ભારતમાં આગેકૂચ કરવાના આશય સાથે કરી હતી. અમારા “સર્વોચ્ચ વેચાણના આંક” વાળું સીમાચિહ્ન અમારા ઉદ્દેશની અડગતા, લક્ષ્યની સ્પષ્ટતા અને અમલીકરણમાં દાખવેલી સ્ફૂર્તિનું સાક્ષી છે, જે ભારતભરમાં અમારી આગેકૂચ માટે ચાવીરૂપ છે. અમારું આક્રમક, સ્થાનિક વિચારધારા સાથે સુસંગત સંચારણ, નેટવર્કનું 318 ગ્રાહક ટચપૉઇન્ટ્સ સુધી વિસ્તારણ, અને નવા ભૌગોલિક ક્ષેત્રોમાં વિસ્તારેલી હાજરી, અન્ય સ્મરણીય બાબતો છે જેનાથી ભારતમાં અમારા 25મા વર્ષને અમારે માટે એક વિક્રમજનક વર્ષ બનાવવામાં પોતાની ભૂમિકા ભજવી છે.”
સુસંગત બની રહેવું
Škoda Auto India માટેનું આ વિક્રમજનક વર્ષ તેની આર્કમક ઉત્પાદન શ્રેણી અને નેટવર્ક વિસ્તારણ વ્યૂહરચનાના પાયા ઉપર આધારિત છે. આ વર્ષે, Kylaqનું વેચાણ તેના પદાર્પણથી લઈને તેનું 40,000 કારના આંકની નજીક પહોંચી ગયું છે. Kushaq અને Slaviaના મર્યાદિત સંખ્યાવાળા સંસ્કરણોએ મૂલ્યવર્ધનને વધુ નક્કર બનાવ્યું, જ્યારે અમારી રજૂઆતમાં મોખરાનું સ્થાન ધરાવતી 4×4 Kodiaq થકી લક્ઝરી શ્રેણીમાં સ્થાન જમાવ્યું. અનન્ય Octavia RS સાથે કારના રસિયાઓની બેજોડ પ્રદર્શનની આકાંક્ષાઓ પૂરી થઈ.
Škodaએ હવે 180 શહેરોમાં 318 ગ્રાહક ટચપૉઇન્ટ થકી, સ્થાનિક ઉત્પાદન કરેલ, 200,000 કરતાં વધુ કાર – Slavia, Kushaq, અને Kylaqના વેચાણનું સીમાચિહ્ન પાર કરી બતાવ્યું છે. Kylaq, Kushaq, અને Kodiaqના રૂપમાં હવે Škoda પાસે દરેક શ્રેણીના કારચાહકો માટે એક SUV છે, સાથે જ Slaviaની અડગતા અને Octavia RSના પુનરાગમન સાથે સિડાન શ્રેણીમાં પણ તેની આગેકૂચ ચાલુ છે.
અલગ ઓળખ સ્થાપિત કરવી
આ બધાની સાથે જ, બ્રાન્ડ એક ઉદ્દેશપૂર્ણ કથાનક અને અર્થસભર વર્ણનો થકી અનોખી ઓળખનું નિર્માણ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. Škoda Auto માટે એક નવો ઓપ આપેલી કોર્પોરેટ ઓળખ અને ડિઝાઇન વડે તેના સમગ્ર નેટવર્કના બ્રાન્ડિંગને નવો આપવાનું 100% કામ પૂર્ણ કરનાર પણ ભારત વિશ્વનો પહેલો દેશ છે. લોકપ્રિયતા હાંસલ કરી રહેલી ’આઇ લવ માય દોદા’ ઝુંબેશે બ્રાન્ડના ‘માલિકો નહિ, પણ ચાહકો’ થકી Škodaના ગ્રાહકોને હાર્દ સ્થાને મૂકવાના સંકલ્પની વિભાવનાને દેશભરમાં જાણીતી કરી દીધી છે.
વિશ્વાસને વધુ દૃઢ બનાવવો
Škoda Auto India ગ્રાહકો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી અને સેવામાં ઉત્કૃષ્ટતા થકી પોતાનામાં મૂકવામાં આવેલા વિશ્વાસને વધુ દૃઢ બનાવતું રહે છે. બ્રાન્ડનું આયોજન છે કે 2025ના અંત સુધીમાં પોતાના ડીલર્સના કર્મચારીગણમાં વેચાણ તથા વેચાણ બાદની સેવા માટેના વ્યવસાયિકોમાં 50% વધારો કરીને આ આંકને 7,500+ સુધી લઈ જવાની સાથેસાથે, વેચાણ બાદની સેવાની ગુણવત્તા તથા ગ્રાહક સંતોષ પર વધુ ધ્યાન આપવા માટે 25,000થી વધુ તાલીમ દિવસો માટે રોકાણ પણ કરવું. વિશ્વાસને દૃઢ બનાવવા અને એક ચાહકવર્ગનું નિર્માણ કરવાની આ પ્રતિબદ્ધતા ‘Škodaના ચાહકો’ પહેલમાં પણ પ્રતિબિંબિત થઈ હતી, જ્યાં 60થી વધુ ચાહકોએ 28 Škoda કાર ચલાવીને સૌથી મોટા કાફલામાં 19,024 ફૂટ ઊંચે ઉમલિંગ લા સુધી પહોંચવાનો એક વિક્રમ સ્થાપ્યો છે, જેની નોંધ ભારત અને એશિયા બુક ઑફ રેકર્ડ્સમાં લેવામાં આવી છે.
*****
