Truth of Bharat
ગરબાગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સંસ્કૃતિ અને નેટવર્કિંગનો તકોનો એક અનોખો સમન્વય એટલે BNI રાત્રિના ગરબા

  • ખેલૈયાઓની મનપસંદ બનતી ગરબા રાત્રિ BNIના ગરબા આ વર્ષે શેરી ગરબા માતાજીના ભક્તિને વધારે પ્રાધાન્ય આપશે
  • કોર્મશિયલ ગરબાથી દુર BNI રાત્રી આ વર્ષે પણ ગરબા પ્રેમીઓને ઝુમાવવા આતુર

ગુજરાત, અમદાવાદ | ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૫: નવરાત્રિ પર્વને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવરાત્રિ દરમિયાન અમદાવાદ વાઈબ્રન્ટ અને રોમાંચક ગરબા સાથે તમામ લોકો સાથે ગરબે ઝુમીને મિત્રો તેમજ સગા સબંધીઓને મળી નેટવર્કિંગની તકો માટેનો પણ એક અનેરો માહોલ જોવા મળતો હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સિટીના મનગમતા ગરબા એવા BNIના ગરબા આ વર્ષે ખેલૈયાઓને ઝુમાવવા માટે ખૂબ જ આતુર છે. તમને જણાવીએ કે, કોર્મશિયલ ગરબાથી દુર BNI રાત્રિ આ વર્ષે શેરી ગરબા સાથે માતાજીના ભક્તિને વધારે પ્રાધાન્ય આપશે. જેમાં ગરબા પ્રેમીઓની માતાજીની ભક્તિ આરાધના સાથે નેટવર્કિંગ અને વ્યવસાય વૃદ્ધિના સમન્વય સાથે આગળ વધશે.

BNIના સિસિલિયન ગરબા, વર્ષોથી, અમદાવાદના સૌથી વધુ લોકપ્રિય નવરાત્રીમાની એક બની ગઈ છે. ખેલૈયાઓ નવરાત્રિના પ્રથમ દિવસે BNIના ગરબા માટે ખૂબજ ઉત્સાહિત હોય છે. જેમાં આ વર્ષે થનારી નવરાત્રિ પર્વનું મુખ્ય આકર્ષણ ઉદ્યોગસાહસિકો, વ્યાવસાયિકો અને પરિવારો BNIના ગરબા હેઠળ અનોખો મેળાવડો જોવા મળશે. પરંપરાગત ગરબા અને સુરીલા સંગીતના લયમાં ગરબાના રંગોની સાથે, સહભાગીઓને અર્થપૂર્ણ વ્યક્તિગત અને વ્યવસાયિક જોડાણો બનાવવાની તકો પણ મળી રહેશે.

જે અંગે BNI અમદાવાદના ચેરમેન અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર યશ વસંતે જણાવ્યું હતું કે, “સિસિલિયન ગરબા રાત્રિ અમદાવાદના નવરાત્રી ઉત્સવની એક જીવંત શરૂઆત છે અને તે સૌથી લોકપ્રિય થતા ગરબા ઉજવણીઓમાંની એક બની ગઈ છે. નવરાત્રી ઉજવણીની પ્રથમ રાત્રિ આસ્થા સાથે, ઉત્સવ અને તમામ તકોને પુરી પાડવાનો એક અનોખો સંગમ થઈ ચૂક્યો છે. અમે ગરબાપ્રેમીઓ માટે સૌથી મોટા ગરબા મહોત્સવમાં BNI પરિવાર માઈ ભક્તો તેમજ ખેલૈયાઓનું સ્વાગત કરવા માટે ખૂબ જ આતુર છીએ.

BNIના ગરબા બ્રોઘર રિયલ્ટી અને M&B એન્જિનિયરિંગના સહયોગ દ્વારા રજુ કરવામાં આવશે. જેમાં આ વખતના BNIના ગરબા શેલાના સિસિલિયન ગામમાં યોજાવા જઈ રહ્યાં છે. જેમાં આ વર્ષે ખેલૈયાઓને ગરબા ગ્રાઉન્ડમાં ગરબાની એક અલગ જ અનુભુતી થશે તેની અમે ખાતરી આપીએ છીએ.

આ વર્ષે યોજાનારા ગરબા મહોત્વનો મુખ્ય હેતુ “એકતા સાથે તહેવારને ઉજવો, તમારા સંબંધોને મજબૂત બનાવો અને ખુશીઓ સાથે વિકાસને મહત્વ આપવાનું છે. અમે ખાતરી આપીએ છીએ કે, સિસિલિયન ગરબા અમદાવાદની સૌથી પ્રતિષ્ઠિત નવરાત્રી રાત્રિઓમાંની એક તરીકે યાદ કરવામાં આવશે.

Related posts

હેવમોર એ પ્લેફુલ કેમ્પેઇન ‘સો ટેસ્ટી, યુ વોન્ના હેવમોર!’ લોંચ કર્યું

truthofbharat

વીર મંગલ પાંડે ઓડિટોરીયમમાં આયોજિત યુનિક ફેશન લુક દ્વારા ગુજરાત સુપર મોડલ 2025 સીઝન 8 યોજાયો

truthofbharat

સ્ટાર્ટઅપ ફેસ્ટ ગુજરાત 3.0 ૧૦૬ સ્ટોલ અને AI-નેતૃત્વ હેઠળના જોડાણ સાથે બે દિવસીય ઇનોવેશન શોકેસ રજૂ કરવા માટે તૈયાર

truthofbharat