Truth of Bharat
ગુજરાતબિઝનેસરાષ્ટ્રીયરિયલ એસ્ટેટહેડલાઇન

શિવાલિક ગ્રુપે વૈષ્ણોદેવી જંક્શન ખાતે ‘શિવાલિક વેવ’નું અનાવરણ કર્યું

લેન્ડમાર્ક કોમર્શિયલ પ્રોજેક્ટ લોન્ચ થયાના 2 અઠવાડિયામાં 4 લાખ ચોરસ ફૂટથી વધુ જગ્યા વેચી


ગુજરાત, અમદાવાદ ૦૮ ફેબ્રુઆરી ૨૦૨૫: અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રુપે પોતાના નવા કોમર્શિયલ પ્રોજેક્ટ- શિવાલિક વેવનો શુભારંભ કર્યો છે, જે અમદાવાદના ધમધમતા વૈષ્ણોદેવી જંકશન પર આવેલ છે.

30 માળ અને 12 લાખ સ્કવેર ફૂટમાં ફેલાયેલા રિટેલ અને ઓફિસ સ્પેસ ધરાવતા આ પ્રોજેક્ટને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે, બુકિંગ શરૂ થયાના બે અઠવાડિયાની અંદર 4 લાખ સ્કવેર ફૂટથી વધુ જગ્યા વેચાય ગઈ. માર્ચ 2025 સુધીમાં વેચાણ 6 લાખ સ્કવેર ફૂટને પાર થવાની ધારણા છે.

અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઇકો-ફ્રેન્ડલી ડિઝાઇન અને ટકાઉપણા પર ધ્યાન કેન્દ્રિત કરનાર શિવાલિક વેવ અમદાવાદના સ્કાયલાઈનમાં એક પ્રતિષ્ઠિત લેન્ડમાર્ક બનાવવા માટે તૈયાર છે. આ પ્રોજેક્ટમાં બે ટ્રિપલ-હાઈટ એટ્રીયમ, 20 હાઈ-સ્પીડ એલિવેટર અને વિશાળ ફોયર્સનો સમાવેશ થાય છે, જે કાર્યક્ષમતા અને વૈભવીતાનું એક આદર્શ મિશ્રણ પૂરું પાડે છે. ઓફિસ સ્પેસ 1,000 સ્કવેર ફૂટ (RERA કાર્પેટ એરિયા) થી શરૂ થાય છે, જે વિવિધ વ્યવસાયિક જરૂરિયાતોને પૂરી કરવા માટે સુગમતા પ્રદાન કરે છે.

લોન્ચ પર બોલતા શિવાલિક ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર તરલ શાહે જણાવ્યું હતું કે, “શિવાલિક વેવ સાથે, અમારું લક્ષ્ય એક વર્લ્ડ-કલાસ કોમર્શિયલ હબ બનાવવાનું છે જે અમદાવાદના સ્કાયલાઇનને માત્ર ઉઠાવશે જ નહીં પરંતુ બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં એક નવો માપદંડ પણ સ્થાપિત કરશે. વૈષ્ણોદેવી જંક્શન પર તેનું સ્ટ્રેટેજીક લોકેશન, બેજોડ સુવિધાઓ અને એક ટકાઉ ડિઝાઇનની સાથે મળીને દૃશ્યતા, સુલભતા અને વૃદ્ધિની તકો શોધતા વ્યવસાયો માટે એક આદર્શ  વિકલ્પ બનાવે છે. અમે અમારા ગ્રાહકો અને રોકાણકારોના પણ આભારી છીએ જેમણે એકવખત ફરીથી અમારામાં વિશ્વાસ દર્શાવ્યો અને પ્રોજેક્ટને જબરદસ્ત પ્રતિસાદ આપ્યો.”

એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ પર આવેલ શિવાલિક વેવ અમદાવાદ અને ગાંધીનગર બંને માટે નિર્બાધ ત્રિ-માર્ગી કનેક્ટિવિટી પ્રદાન કરે છે. આ પ્રોજેક્ટ વ્યવસાયો માટે ઉત્તમ વિઝિબિલિટી, મોલ્સ, રેસ્ટોરન્ટ્સ અને એન્ટરટેઇનમેન્ટ હબ જેવી સુવિધાઓ નજીકમાં પૂરી પાડે છે, તે વધુ મુલાકાતીઓને આકર્ષિત કરે તેના માટે ડિઝાઇન કરાયેલ છે.

શિવાલિક વેવનું બાંધકામ શરૂ થઈ ગયું છે અને તે 2028ના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. તેની ડિઝાઇન લહેરના ગતિશીલ સ્વરૂપોમાંથી પ્રેરિત છે, જેમાં અત્યાધુનિક ટેકનોલોજીને સરળ અને સુઘડતા સાથે મિશ્રિત કરવામાં આવી છે.

400 ફૂટ ઊંચા આ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં ચારે બાજુથી ભરપૂર કુદરતી પ્રકાશ આવે છે, મોર્ડન રવેશ અને પર્યાવરણ પ્રત્યે જાગૃત તત્વો છે જે શિવાલિક ગ્રુપની ટકાઉપણું પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. તેને કુદરતી તત્વોની સાથે સુમેળપૂર્ણ રીતે વાતચીત કરીને તેની આસપાસના વાતાવરણને વધારવા માટે ડિઝાઇન કરાયેલ છે.

શિવાલિક ગ્રુપ, જે તેના શ્રેષ્ઠ ટ્રેક રેકોર્ડ, ગ્રાહક-કેન્દ્રિત દ્રષ્ટિકોણ અને 26 વર્ષથી વધુના વારસા માટે જાણીતું છે, તે એક સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ પૂરા પાડવાનું વચન આપે છે, જે મોર્ડન બિઝનેસ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં નવા માપદંડ સ્થાપિત કરશે.

Related posts

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય

truthofbharat

બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે ‘રંગ બરસે’: ડે ઓફ કલર, જોય એન્ડ યુનિટી

truthofbharat

એમેઝોન ગ્રેટ રિપબ્લિક ડે સેલ: એમેઝોન બિઝનેસ પર 2 લાખ+ અનન્ય ઉત્પાદનો પર મેળવો 70% સુધીનું ડિસ્કાઉન્ટ

truthofbharat

Leave a Comment