Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

દેશમાં આગ્રહની નહીં,ઔદાર્યની ખૂબ જરૂર છે.

ગૌ માતા આપણા આંગણમાં કલ્યાણની સ્થાપના કરે છે.

રામકથામાં રામ જનમ ગવાયો.

પલકોં પર ધ્યાન દેવાથી પલમાં જીવી શકાય છે.

ગૌરી,ગીતા,ગાયત્રી,ગંગાજી અને ગૌમાતા-આ પાંચ ‘ગ’ આપણી આઠ વસ્તુઓ પર પ્રભાવ પાડે છે.

આપણી પૂજા સેવામાં બદલી જાય એ જરૂરી છે.

પાંચેય માતાઓ આપણી પુજારૂપી કર્મકાંડને દીક્ષિત કરીને સેવામાં પરિવર્તિત કરી દે છે.

મહારાણી રાધારાણીની પ્રેમ નગરી બરસાનાથી ચાલી રહેલી રામકથામાં સંતજનો,વિદ્વજનો,પરમ ચેતનાઓને પ્રણામ કરીને સાતમા દિવસથી કથાનો આરંભ કરતા પહેલા જેની શતાબ્દી ઉજવાય રહી છે એવી ભારતની એક મોટી સંસ્થા-આર.એસ.એસ.ના પ્રબુદ્ધ મહાપુરુષ ભૈયાજી જોશીએ વ્યાસપીઠની વંદના કરી અને પોતાનો ભાવ રાખતા કહ્યું કે દુનિયામાં સનાતન ધર્મ ભારતના કારણે ટક્યો છે અને ભારતમાં સનાતન હિંદુ પરંપરા ટકવાનું કારણ આવા સંતો,મહંતો,સાધુપુરુષો,કથાકારો અને પ્રવચનકારોને કારણે આ ધર્મ વધુને વધુ વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. સાથે સાથે કાંદીવલી હવેલીના દ્વારકેશજી લાલજી મહારાજે પણ પોતાનો શબ્દ ભાવ રાખ્યો.

બાપુએ કહ્યું કે દેશમાં આગ્રહની નહીં ઔદાર્યની ખૂબ જરૂર છે.

ગૌ સૂક્તનો એક મંત્ર એવું કહે છે કે ગૌ માતા આપણા આંગણમાં કલ્યાણની સ્થાપના કરે છે. આંગણામાં રહીને એ જ્યારે ભાંભરે છે ત્યારે એના ભાંભરવામાં પણ કલ્યાણ છે.આપણા ઘરમાં કે ગૌશાળામાં ગૌમાતાઓ વિવિધ રંગના વાછરડાઓને જન્મ આપે એવી વેદનાં ઋષિ પ્રાર્થના કરતા કહે છે કે ઉષાકાળમાં ઇન્દ્ર દ્વારા આપેલી ગાયો અમને દૂધ પ્રદાન કરો.

આપણે ત્યાં નવરાત્ર ચાલી રહ્યા છે શક્રાદય સ્તોત્રમાં કહેવાયું છે-જે દેવીરૂપ સ્તોત્ર છે-એમાં કહ્યું છે ગૌરી, ગીતા,ગાયત્રી,ગંગાજી અને ગૌમાતા આ પાંચ ‘ગ’ આપણી આઠ વસ્તુઓ પર પ્રભાવ પાડે છે.

ભારતની વૈદિક પરંપરાની ગાયોનું દૂધ પીને આકાશ પણ ઓછું પડે એવા સનાતન ધર્મવાસીઓએ મહેસુસ કરવું જોઈએ.

ગંગાજી કેટલી પ્રભાવક છે.ધન ધાન્ય ઉપર પ્રભાવ પાડે છે.પાક પકવી આપે છે.બીજું પ્રજા પર પ્રભાવ કરે છે,ત્રીજું આપણા શરીર પર પ્રભાવ કરે છે ચોથું લોકયાત્રા પર,પાંચમો સનાતન ધર્મ પર,છઠ્ઠો સ્વર્ગ ઉપર,સાતમો ઋષિ ઉપર તેમજ આઠમો આપણા પૂર્વજો ઉપર સ્વભાવિક પ્રભાવ-આ પાંચ દેવીઓ પાડતી હોય છે.

આપણા ધન પર પ્રભાવનો મતલબ એ છે કે દુનિયામાં ધનવાન બધા ઉપર પ્રભાવ પાડવાની કોશિશ કરે છે ત્યારે અહીં ધનને લક્ષ્મીમાં પરિવર્તિત કરે છે.આપણું ધન શ્રી બની જાય છે.આપણે ત્યાં એક શ્રીસૂક્ત પણ આવ્યું.કલ્યાણ બાબા હિમાલયમાં એના પર કથાનો મનોરથ સેવીને બેઠા છે ધન પર ગૌ માતાનો પ્રભાવ એટલે લક્ષ્મીરૂપ બનીને સારા કાર્યમાં લાગી જાય છે.આપણે પૂજા કરીએ છીએ પણ વૃક્ષોના મૂળમાં પાણી નાખીએ છીએ એ વૃક્ષોની સેવા છે.પૂજા આપણી સેવામાં બદલી જાય એ જરૂરી છે.

એટલે મીરાબાઈ કહે છે કે હું કોઈ પૂજા નથી જાણતી.ભગવાન કૃષ્ણની દિનચર્યામાં ગૌપુજાને સ્થાન છે.ગાયની પૂજા સેવાની સાથે એને પ્રેમ પણ કરો.દરેક પરિવાર પાંચ-પાંચ વૃક્ષો વાવો અને એક એક ગાયને પાળો તો વ્યાસપીઠના આધારે રેકોર્ડ તૂટી શકે એવું છે.

આ પાંચેય માતાઓ આપણી પુજારૂપી કર્મકાંડને દીક્ષિત કરીને સેવામાં પરિવર્તિત કરી દે છે.આપણા શરીર ઉપર પ્રભાવ પાડે છે.ધર્મ ઉપર,લોકયાત્રા એટલે કે ધરતી ઉપર સ્વર્ગ ઉતારે છે.શરીરને બળ અને ઊર્જા પ્રદાન કરે છે.ગાયત્રી માતા પ્રકાશ આપે છે એનો પ્રભાવ બધા જ લોકોમાં વ્યાપ્ત બની જાય છે.પૂર્વજો પિતૃઓ આપણા પર આશીર્વાદ વરસાવે છે.

પલકો પર ધ્યાન દેવાથી પલમાં જીવી શકાય છે.

ભલ અવસર જોઈને પાર્વતી પ્રશ્ન કરે છે.

શિવજીને રામ વિશે પ્રશ્ન કરે છે.રામ અવતારનાં હેતુઓ પૂછે છે ત્યારે શિવજી પાંચ હેતુઓ જણાવતા એ પણ કહે છે કે પરમ તત્વ કોઈપણ હેતુ વગર પણ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે.ગૌ અને સાધુઓ માટે સંતો માટે ઈશ્વર અવતાર લેતો હોય છે.

રામ જન્મનાં પાંચ કારણોનો સંવાદ કરી કહ્યું કે ઉરમાં રહેલો નિરાકાર ઇશ્વર ઉદરમાં સાકાર રૂપે ઊતરે એ અવતાર છે.

અવતાર માટેનો ક્રમ પહેલા પ્રયત્ન-પુરૂષાર્થ, પુકાર, પ્રાર્થના,પ્રતિક્ષા બાદ પ્રસાદથી પ્રાગટ્ય.દશરથનાં મહેલમાં મા કૌશલ્યાની કૂખે રામ પ્રાગટ્ય થયું વ્યાસપીઠ પરથી ત્રિભુવનને રામ જન્મની વધાઇ આપવામાં આવી.

Box

ભલ અવસર એટલે શું?

પાર્વતીએ ભલ(ભલો) અવસર જોઈને શિવને પૂછ્યું.

આ ભલ અવસર એટલે શું?બધાની સેવા કરવાનો અવસર મળે એને ભલ અવસર કહેવાય. પોતાના ગુરુ અને બુદ્ધપુરુષમાં વિવેક ધૈર્ય અને દઢાશ્રયથી સેવા કરવાનો અવસર એ આશ્રિતોનો ભલ અવસર છે.સાધુ,ભજનાનંદીને જોઈને આંખમાં આંસુ આવી જાય તે ભલ અવસર છે.આપણા ઇષ્ટદેવનું સ્મરણ કરતાં આંખ ભીંજાય એ ભલ અવસર છે.સુખ-દુઃખ,માન-અપમાન જેવા દ્વંદ પરેશાન કરે ત્યારે બુદ્ધપુરુષમાં આપણો આશરો ટકી રહે એ ભલ અવસર છે.કોઈકને દેવાનો અવસર આવે એ ભલ અવસર છે.

Related posts

સેમસંગએ રિડિઝાઇન્ડ S Pen અને વિસ્તરિત સેમસંગ સાથે Galaxy Tab S11 સિરીઝ લોન્ચ કરી

truthofbharat

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S25 અલ્ટ્રા માટે આકર્ષક કિંમતો જાહેર

truthofbharat

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી એકવાર તોડ્યો રેકોર્ડ

truthofbharat