ગુજરાત, અમદાવાદ | ૧૭ જુલાઈ ૨૦૨૫: અમદાવાદના ભાડજ સાયન્સ સિટી સર્કલ પાસે આવેલા પાટીદાર હોલ ખાતે સૌપ્રથમવાર વિશ્વ કલ્યાણ અર્થે મહર્ષિ શ્રી અરવિંદ રચિત ‘સતયુગી ભાગવત સાવિત્રી જ્ઞાન યજ્ઞ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમ નું અયોજન તારીખ ૧૯ જુલાઈથી ૨૫ જુલાઈ સાંજે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાકે કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના માજી કુલપતિ અને સાવિત્રી ના આંતરરાષ્ટ્રીય પ્રવક્તા એવા પરમ પૂજ્ય ડોક્ટર અશ્વિનભાઈકાપડિયા વ્યાસપીઠ પરથી ૪૬૮ મી સપ્તાહ નું આચમનકરાવશે .
જેઓ એ જગતભર ૧૮ દેશો માં ગુજરાતી,અંગ્રેજી અને હિન્દી ભાષા માં અત્યાર સુધી માં ૪૬૭ જ્ઞાન યજ્ઞો કરેલ છે.
આ સમગ્રકાર્યક્રમનુંઆયોજન “સાવિત્રી મિશન “દ્વારા રાકેશકુમારનટુભાઈ પટેલ તેમજ યોગીનીબેનરાકેશકુમાર પટેલ ના સહયોગ થી કરવામાં આવ્યું છે.
મહર્ષિ શ્રી અરવિંદ વિશેના પરિચયની વાત કરીએ તો, ૧૫ મી ઓગસ્ટ ૧૮૭૨ના રોજ શ્રી અરવિંદનો જન્મ કલકત્તામાં થયો હતો. ૭ વર્ષની ઉંમરે તેમને ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમણે લંડનની સેન્ટ પોલ્સ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને પછીથી સિનિયર કલાસિકલસ્કોલરશીપ મેળવી કેમ્બ્રિજનીકિંગ્ઝ કોલેજમાં દાખલ થયા હતા. અંગ્રેજી અને ફ્રેન્ચ સાહિત્ય કાવ્ય અને યુરોપિયન ઇતિહાસ તેમના પ્રિય વિષયો હતા. અંગ્રેજી ભાષામાં તેમનું કાવ્ય સર્જન વિપુલ છે અને તેમની કાવ્યસૃષ્ટિમાંરોમેન્ટિકઉર્મિકાવ્યો, સૉનેટ્સ, દીર્ઘ વર્ણાત્મકકાવ્યો, પદ્યાત્મક નાટકો તથા “સાવિત્રી” સમેત બે મહાકાવ્યોનો સમાવેશ થાય છે.
તેમણે સમકાલીન રાજકીય પરિસ્થિતિનો ઊંડો અભ્યાસ કર્યો અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાં પોતાની જાતને નિમગ્ન કરી. આ દરમિયાન તેમણે સંસ્કૃત પર પ્રભુત્વ મેળવ્યું અને બંગાળી, ગુજરાતી, મરાઠી અને હિન્દી જેવી પ્રાદેશિક ભાષાઓનો અભ્યાસ કર્યો અને પાછળથી તેઓ તમિલ પણ શીખ્યા હતા.
ભૂતકાળનાસઘળાયોગમાર્ગોના આધ્યાત્મિક અનુભવોનાનિષ્કર્ષરૂપીસત્યોનો સમન્વય કરીને ભગવાન શ્રી કૃષ્ણના આદેશ પ્રમાણે શ્રી અરવિંદે સર્વાંગી રીતે વૈજ્ઞાનિક યોગ પદ્ધતિ દ્વારા માનવ પ્રકૃતિના રૂપાંતર દ્વારા સમગ્ર માનવ જાતના જીવનને દિવ્ય બનાવવાની સાધના કરી. આ કાર્ય માટે એમણે શેષ જીવન સમર્પિત કર્યું. પોતાના અને પૂ.માતાજીના યોગ સાધનાના વિરાટ વૈજ્ઞાનિક ફલકનેપ્રતિકાત્મક રીતે “સાવિત્રી” મહાકાવ્યમાં પ્રગટ કર્યું છે.
