Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

વ્યાસપીઠનું મૂલ્યાંકન ક્યારેય થઈ શકતું નથી

બુદ્ધપુરુષની ચેતના કાલાતિત હોય છે.

કથા પંચાગ્નિ છે.

આપણી સંસ્કૃતિ પુરુષવાચક નહીં,પ્રકૃતિવાચક છે.

માનસ સ્વયં માતૃસ્વરૂપા છે,રામાયણ એ મૈયા છે.

યજ્ઞ માત્ર કર્મકાંડ ન બને,એમાં સંવેદના હોવી જોઈએ,આ સંવેદના ઓછી થવાથી યજ્ઞમાં બલી પ્રથા ઘૂસી ગઈ છે.

શૃંગીઋષીની તપોભૂમિ ઋષ્યશૃંગ આશ્રમ લખીસરાયથી આરંભાયેલી રામકથા બીજા દિવસમાં પ્રવેશી ત્યારે પ્રગટ-અપ્રગટ બહુવિધ ચેતનાઓને વંદન કરીને નાની-મોટી જિજ્ઞાસાઓ સંતોષતા કહ્યું પ્રેમનો સંબંધ નિર્ગુણથી હોય અને પ્યારનો સંબંધ સગુણથી હોય તો પોતાની પત્નીને પ્રેમ કરવો કે પ્યાર કરવો! બાપુ કહે પ્રેમને પ્યાર બંને છોડો,આદર અને સન્માન આપો.

વ્યાસપીઠનું મૂલ્યાંકન ક્યારેય થઈ શકતું નથી. આટલા વર્ષોથી ગાઇ રહ્યો છું પણ લાગે છે કે હજી મેં પ્રવેશ કર્યો છે,કદાચ હજી તો મારું મંગલાચરણ ચાલે છે.આપણી બુદ્ધિ સીમિત છે.કથાનાં આરંભ વિશે લખ્યું છે પણ અંત વિશે ક્યાંય લખાયું નથી. કારણ કે બુદ્ધપુરુષની ચેતના કાલાતિત હોય છે.

કથા પંચાગ્નિ છે.જેમ અયોધ્યાના મહાત્માઓ પંચ ધૂણી તાપે છે.પાંચ ભૌતિક શરીરમાં જેટલી માત્રામાં ઠંડી લાગવી જોઈએ એટલી લાગતી નથી એ કથાનો અગ્નિ છે.જેમાં એક વિવેક અગ્નિ.એ વિયોગ આપે છે બીજો વિરહાગ્નિ,ત્રીજુ કથામાં હનુમાનજી છે તો હનુમંત અગ્નિ.ગુરુ પણ સાક્ષાત યજ્ઞ છે,યજ્ઞપુરુષ છે એટલે ગુરુ અગ્નિ અને એક જ્ઞાનાગ્નિ છે.

અહીં આપેલી પંક્તિમાં શૃંગી બોલે છે એટલે એને બોલાવવામાં આવે છે.યજ્ઞમાં બોલનાર જોઈએ, યજમાન ચુપ રહેતા હોય છે.શૃંગનો એક અર્થ શિંગ અથવા તો શિખર પણ કરી શકીએ.જેમ કે ગિરિશૃંગ પણ કહે છે.તાત્વિક અર્થ કહેતા કહ્યું કે અહીં શૃંગની સ્થિતિ એ ગીતાની સ્થિતપ્રજ્ઞ અવસ્થા બતાવે છે જેની બુદ્ધિ આગળ વધતા વધતા મેધા અને એમાંથી પણ છેલ્લે પ્રજ્ઞા સુધી પહોંચી ચૂકી છે.જેમ પશુનું પૂંછ કોમળ અને શિંગ કઠોર હોય છે.અહીં પણ શિંગ ઋષિનું દ્રઢ બુદ્ધિનું પ્રતીક છે.શૃંગી ઋષિ સ્ત્રી વિશે જાણતા જ ન હતા.વશિષ્ઠે એને બોલાવ્યા ન હોત તો રામાયણ પણ માતૃ સ્વરૂપા છે એને ક્યારેય જાણ થઈ ન શકત.આપણી સંસ્કૃતિ પુરુષવાચક નહીં પ્રકૃતિવાચક છે.માનસ સ્વયં માતૃ સ્વરૂપા છે.એટલે રામાયણ એ મૈયા છે.વેદ-શ્રુતિ,ભગવત-ગીતા, ઋચાઓ-માતૃરૂપા. રામાયણમાં તો દરેક કાંડમાં માતૃ પ્રધાનતા ખૂબ દેખાય છે.જેમ કે વાણી,ભવાની,સીતા મૈના,કૈકયી,સુમિત્રા,કૌશલ્યા,જાનકી,સુનયના,વિશ્વ મોહિની,માયા,તાડકા,અહલ્યા આ બધાનું ખાસ સ્થાન છે.અનસુયા પતિવ્રતા છે.શબરી ગુરુવ્રતા છે. શૂર્પણખા કામવ્રતા છે.કિષ્કિંધા કાંડમાં સ્વયં પ્રભા તારા અને પાંચ સતીઓમાં ગણના થાય છે એમાંની ચાર રામાયણમાં છે,એકમાત્ર દ્રૌપદી મહાભારતમાં છે.સિંહિકા,મંદોદરી,સુરસા-આ દરેકનું સ્થાન છે. શૃંગી સ્ત્રીઓથી દૂર રહેતા અને બોલે ત્યારે ઋષિ અને ચુપ રહે ત્યારે મુની છે.એ વખતે એવી પણ માન્યતા હતી કે પુત્રકામ યજ્ઞ માત્ર શૃંગી કરાવી શકતા.જેમ સોમયજ્ઞ અગ્નિહોત્રી બ્રાહ્મણ જ કરાવી શકે છે.યજ્ઞ માત્ર કર્મકાંડ ન બને પણ એમાં સંવેદના હોવી જોઈએ.આ સંવેદના ઓછી થઈ એટલે યજ્ઞમાં બલી પ્રથા ઘૂસી ગઈ છે.મંત્ર બોલીને કોઈને કાપીએ એ સફળતા નથી,પણ મંત્ર બોલીએ ને મૃતક પણ જીવિત થઈ જાય એ સફળતા છે.

અગ્નિદેવ હાથમાં કળશ લઈ એમાં ખીર લઈને પ્રગટ થયા છે એ વખતે એ કહે છે કે તમે થોડું વિચાર્યું છે પણ બધું જ સફળ થશે.તો આપણા હૃદયમાં રામને પ્રગટાવવા માટેની આ પ્રક્રિયા આવશ્યક છે.

હનુમંત વંદના બાદ સિતા રામજીની વંદના પછી બોંતેર પંક્તિઓનું નામ વંદના પ્રકરણ ગવાયું.

રામ મંત્ર અને રામનામની વિશેષ મહિમાનું તત્વદર્શન થયું.રામ નામ પણ છે,મહામંત્ર પણ છે,ઔષધિ છે.

¤¤¤¤¤¤¤¤¤¤¤¤

Related posts

ફિલ્મ “મેરે હસબંડ કી બીવી” એ પહેલો દિવસમાં 1.7 કરોડની કમાઈ કરી

truthofbharat

બીએસએ ગોલ્ડ સ્ટારે ભારતમાં તેની પ્રથમ એનિવર્સરીની ઉજવણી કરી, લિમિટેડ-એડિશન ગોલ્ડી-કિટની જાહેરાત કરી

truthofbharat

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 ની હરાજીમાં ચેન્નાઈ લાયન્સે ચાઈનીઝ પેડલર ફેન સિકી માટે મોટી બોલી લગાવી, દબંગ દિલ્હી એ દિયા ચિતાલેને ટોચની ભારતીય ખેલાડી બનાવી

truthofbharat