Truth of Bharat
ગુજરાતધાર્મિકરાષ્ટ્રીયહેડલાઇન

ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે – શ્રી મોરારિબાપુ

શ્રી ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયો સંતવાણી સન્માન સમારંભ

શ્રી ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે શ્રી મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે, ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ હોય છે.

શ્રી મોરારિબાપુએ સંતવાણી સન્માન પ્રસંગે સહજ ભાવે યોજાતા આ ઉપક્રમ અને ભજન અને ભજનિકો પ્રત્યેનાં પોતાના લગાવનો ઉલ્લેખ કરી પ્રસન્નભાવે કહ્યું કે, ભજનથી ભૂત ભાગે એટલે ભૂતકાળની ચિંતા જાય, ભવિષ્ય જાગે એટલે ભવિષ્યકાળ ઊજળો થાય અને વર્તમાન રહે આગે એટલે વર્તમાનકાળ પ્રગતિમાં રહે છે.

શ્રી મોરારિબાપુએ કહ્યું કે, ભજનાનંદીને ભય, ભ્રમ કે ભેદ રહેતો નથી. વેર, વ્યસન કે વિગ્રહ હોતાં નથી અને મર્મ, ધર્મ અને કર્મ સમજાઈ જાય છે.

કારતક વદ બીજ એ શ્રી મોરારિબાપુનાં પિતા શ્રી પ્રભુદાસબાપુની પુણ્યતિથિ પ્રસંગે તલગાજરડા શ્રી ચિત્રકુટધામમાં સંતવાણી સન્માન સમારંભ યોજાઈ ગયો. આ સંતવાણી વંદનાસમારોહમાંસંતવાણીના આદિ સર્જકનીવંદનામાં ભક્ત કવિ શ્રી ગેમલદાસજી – ગેમલજી ગોહિલ ( પ્રતિનિધિ શ્રી નરેન્દ્રસિંહ ગોહિલ (કુકડ), ભજનિક શ્રી પરસોત્તમપુરી ગોસ્વામી (જામ ખંભાળિયા), તબલાવાદક શ્રી રમેશપુરી ગોસ્વામી (કળમલખતર), વાદ્ય વાદક (બેન્જો) શ્રી ધીરજસિંહઅબડા (જખૌ કચ્છ) તથા મંજીરા વાદક શ્રી હર્ષદગિરિ ગોસ્વામી (વલ્લભીપુર) વર્ષ ૨૦૨૫ માટે શ્રી મોરારિબાપુના હસ્તે સન્માનિત થયાં.

શ્રી મોરારિબાપુની પ્રેરણા સાથે યોજાયેલ આ સંતવાણી સન્માન સમારોહમાંસંચાલનમાં શ્રી હરિશ્ચંદ્ર જોષી રહ્યાં અને તેઓએ  પ્રાસંગિક વાતમાં શ્રી ગેમલજીબાપુરચનાઓનો સાથે ચરિત્ર ઉલ્લેખ કર્યો તેમજ આ ઉપક્રમણનીતબ્બક્કા વાર ઉમેરણની વિગત જણાવી.

સન્માન પસંદગી પ્રક્રિયામાં શ્રી જયશ્રી માતાજી, શ્રી રામદાસજીગોંડલિયા તથા શ્રી હિતેશગિરી ગોસાઈ રહેલ.

આ સન્માન અર્પણ વિધિ સમારોહમાં સંતો, મહંતો અને વિદ્વાનો તથા કલાકારોની ઉપસ્થિતિમાંભજનિકો દ્વારા તેમની વાણીમાં સંતવાણી લાભ મળ્યો હતો.

Related posts

મેરિયોટ ઇન્ટરનેશનલ વિક્રમી સોદાઓ અને મજબૂત 2024 બિઝનેસ પ્રદર્શન સાથે દક્ષિણ એશિયામાં શ્રેષ્ઠ વર્ષની ઉજવણી કરે છે

truthofbharat

RB ફોર વુમન પોતાની 12મી આવૃત્તિ લઈને આવી રહ્યાં છે

truthofbharat

સિસિલિયન ગેમ્સ 2024-25 એક ગ્રાન્ડ કાર્નિવલ સાથે અદભૂત સમાપન પર આવી

truthofbharat