Truth of Bharat
એજ્યુકેશનગુજરાતબિઝનેસરાષ્ટ્રીયહેડલાઇન

સેમસંગ દ્વારા તામિલનાડુમાં ડિજિટલ અને STEM શિક્ષણ મજબૂત બનાવાયું: DigiArivu પ્રોગ્રામ લોન્ચ કર્યો

  • પ્રથમ તબક્કામાં 10 સરકારી શાળાઓમાં 3000થી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે.
  • રાજ્યના ટિયર-2 અને ટિયર-3 જિલ્લાઓમાં લર્નિંગ ઈકોસિસ્ટમમાં પરિવર્તન લાવવાનું લક્ષ્ય.
  • DigiArivu ધોરણ 12ના વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન પણ આપશે.
  • તામિલનાડુ સરકારના સન્માનનીય શાળા શિક્ષણ મંત્રી થિરુ ડો. અંબિલ મહેશ પોય્યામોઝી દ્વારા લોન્ચ કરાયું.

ચેન્નાઈ, ભારત | ૧૯મી નવેમ્બર ૨૦૨૫ – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે યુનાઈટેડ નેશન્સ ગ્લોબલ કોમ્પેક્ટ નેટવર્ક ઈન્ડિયા (યુએન જીસીએનઆઈ) દ્વારા આજે ‘DigiArivu – ટેક થકી વિદ્યાર્થીઓનું સશક્તિકરણ’ લોન્ચ કરાયું, જે શૈક્ષણિક કાર્યક્રમ તામિલનાડુમાં ડિજિટલ અને સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથમેટિક્સ (STEM)ને મજબૂત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.

આ પહેલ થકી સેમસંગ શાળાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડ કરીને તામિલનાડુના કાંચીપુરમ અને રાનીપેટ જિલ્લામાં 10 સરકારી શાળામાં STEM અને ડિજિટલ લર્નિંગ, શિક્ષકોને તાલીમ અને વિદ્યાર્થીઓના પરિપૂર્ણ વિકાસને ટેકો આપશે, જેનાથી 3000થી વધુ વિદ્યાર્થીઓને લાભ થશે. DigiArivuના ભાગરૂપે સેમસંગે ટિયર 2 અને ટિયર 3 જિલ્લાઓમાં લર્નિંગ ઈકોસિસ્ટમમાં પરિવર્તન લાવવા માટે બહુસ્તરીય, સમુદાય કેન્દ્રિત મોડેલ કામે લગાવશે.

કાર્યક્રમ રાજ્ય સરકાર સંચાલિત શાળાઓ સાથે યુએન જીસીએનઆઈના સંશોધન, શ્રીપેરુંબુદુર ઉત્પાદન એકમમાં સેમસંગના કર્મચારીઓ પાસેથી ઈનપુટ્સ અને અસલ ઓન-ગ્રાઉન્ડ જરૂરતોને પહોંચી વળવા માટે મધ્યસ્થીની ખાતરી રાખવા માટે પ્રદેશમાં સમુદાય સભ્યો પાસેથી ઈનપુટ્સને આધારે તૈયાર કરાયો છે.

મુખ્ય કેન્દ્રિત વિસ્તારોમાં શાળાના બાળકોમાં ડિજિટલ લર્નિંગને પ્રમોટ કરવા માટે ઈક્વિપમેન્ટ પૂરા પાડીને બિલ્ડિંગ એઝ લર્નિંગ એઈડ (બીએએલઓ) થકી શાળાઓમાં મોજૂદ લર્નિંગ ઈકોસિસ્ટમને અપગ્રેડ કરવાનો સમાવેશ થાય છે. કાર્યક્રમ STEM થીમ્સ અને શિક્ષક- તાલીમ સત્રો પર પ્રવૃત્તિ આધારિત શિક્ષણ રજૂ કરશે. સેમસંગ સ્પોર્ટસ કિટ્સ પૂરા પાડશે અને તમિળ, ઈન્ગ્લિશ અને સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તિકાઓ સાથે લાઈબ્રેરીઓ પણ સ્થાપશે. તે ધોરણ-12ના વિદ્યાર્થીઓને કારકિર્દીનું માર્ગદર્શન આપીને શાળાના બાળકો માટે શિક્ષણ નિષ્ણાત વક્તા સિરીઝ અને સ્વાસ્થ્ય જાગૃતિ શિબિરો પૂરી પાડશે. કાર્યક્રમ સમુદાયના સભ્યો સાથે શાળામાં મહત્ત્વપૂર્ણ દિવસો અને ઈવેન્ટ્સની ઉજવણી પણ કરશે.

લોન્ચ ઈવેન્ટ કોટ્ટુરપુરમમાં ધ અન્ના સેન્ટેનરી લાઈબ્રેરી ખાતે આયોજિત કરાઈ હતી, જેમાં તામિલનાડુ સરકારના શાળા શિક્ષણના સન્માનનીય મંત્રી થિરુ ડો.અંબિલ મહેશ પોય્યામોઝી અને કાંચીપુરમ તથા રાનીપેટના જિલ્લાધિકારીઓએ હાજરી આપી હતી, જે રાજ્યમાં STEM શિક્ષણ અને પ્રગતિશીલ ડિજિટલ સમાવેશકતાને મજબૂત કરવાની રાજ્યની કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર આપે છે.

“સેમસંગ હંમેશાં એવું માનતી આવી છે કે ટેકનોલોજી સર્વત્ર યુવાનો માટે પહોંચ, તક અને આત્મવિશ્વાસ વિસ્તારે ત્યારે ખરા અર્થમાં શક્તિશાળી બને છે. DigiArivu થકી અમે ડિજિટલ રીતે અભિમુખ ભણતરનું એવું વાતાવરણ નિર્માણ કર્યું છે, જે તામિલનાડુમાં વિદ્યાર્થીઓને ભાવિ સુસજ્જ કૌશલ્ય નિર્માણ કરવા મદદરૂપ થશે, તેમની ઉત્સુકતા મજબૂત બનાવશે અને ભારતની ઝડપથી ઉત્ક્રાંતિ પામતી ડિજિટલ અર્થવ્યવસ્થામાં સંપૂર્ણ ભાગ લેવામાં મદદરૂપ થશે. અમારી એકાગ્રતા ટેકનોલોજી રજૂ કરવા સાથે શિક્ષકોને સશક્ત બનાવવા, સમુદાયોનો ઉદ્ધાર અને દરેક બાળક, પછી તેની પાર્શ્વભૂ ગમે તે હોવા છતાં ગુણવત્તાયુક્ત ડિજિટલ શિક્ષણમાંથી લાભ લઈ શકે. DigiArivu ‘પાવરિંગ ડિજિટલ ઈન્ડિયા’ પ્રત્ય અમારી મોજૂદ કટિબદ્ધતામાં અને ભારતની ભાવિ પ્રતિભા પાઈપલાઈનને પોષવામાં વધુ એક મજબૂત પગલું છે,’’ એમ સેમસંગ ચેન્નાઈ પ્લાન્ટના મેનેજિંગ ડાયરેક્ટર એસ એચ યૂને જણાવ્યું હતું.

“DigiArivu જ્યારે વ્યવસાય અને સમાજ એક હેતુ માટે એકસાથે આવે છે ત્યારે અર્થપૂર્ણ સહયોગ શું પ્રાપ્ત કરી શકે છે તે પ્રતિબિંબિત કરે છે. યુએન ગ્લોબલ કોમ્પેક્ટ નેટવર્ક ઇન્ડિયા ખાતે, અમને તમિલનાડુમાં સરકારી શાળાઓમાં બાળકો માટે STEM શિક્ષણ અને ડિજિટલ ઍક્સેસને આગળ વધારવા માટે સેમસંગ સાથે ભાગીદારી કરવાનો ગર્વ છે. આ પહેલ ભારતના ડિજિટલ ભવિષ્યમાં કોઈ બાળક પાછળ ન રહે તેની ખાતરી કરતા ખરેખર UNના ટકાઉ વિકાસ લક્ષ્યો (SDGs)ની ભાવનાને મૂર્ત બનાવે છે.” એમ UB GCNIના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રત્નેશ ઝાએ જણાવ્યું હતુ.

DigiArivu ઉપરાંત સેમસંગે સેમસંગ ઈનોવેશન કેમ્પસ (એસઆઈસી) પ્રોગ્રામ થકી તામિલનાડુમાં યુથ સ્કિલિંગ મજબૂત બનાવવાનું ચાલુ રાખ્યું છે. એસઆઈસી હેઠળ આ વર્ષે સેમસંગ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ, બિગ ડેટા અને કોડિંગ તથા પ્રોગ્રામિંગ જેવા ઉચ્ચ માગણીના ભાવિ ટેક ડોમેન્સમાં તામિલનાડુમાં 5000 વિદ્યાર્થીઓને તાલીમ આપશે. પ્રોગ્રામ અગ્રણી તાલીમ અને કૌશલ્ય સંસ્થાઓ સાથે ભાગીદારીમાં અમલ કરાશે, જેથી તામિલનાડુમાં વિદ્યાર્થીઓને ઉદ્યોગ સુસંગત ટેક્નિકલ કૌશલ્ય પ્રાપ્ત કરવા અને તેમની રોજગારક્ષમતા વધારવા માટે અભિમુખ બનાવશે. એસઆઈસી થકી સેમસંગ રાજ્યમાં યંગ લર્નર્સને મદદરૂપ થઈ રહી છે, ઝડપથી વિકસતી ભાવિ ટેક અર્થવ્યવસ્થામાં કારકિર્દી માટે સુસજ્જ બનાવશે.

Samsung Newsroom India: https://news.samsung.com/in/samsung-to-strengthen-digital-and-stem-education-in-tamil-nadu-launches-digiarivu-programme 

Samsung Newsroom Bharat: https://news.samsung.com/bharat/%e0%a4%b8%e0%a5%88%e0%a4%ae%e0%a4%b8%e0%a4%82%e0%a4%97-%e0%a4%a8%e0%a5%87-%e0%a4%a4%e0%a4%ae%e0%a4%bf%e0%a4%b2%e0%a4%a8%e0%a4%be%e0%a4%a1%e0%a5%81-%e0%a4%ae%e0%a5%87%e0%a4%82-%e0%a4%b6%e0%a5%81 

==========

Related posts

યુ મુમ્બા એ અમદાવાદ એસજી પાઈપર્સ વિરુદ્ધ પ્રથમ જીત મેળવી

truthofbharat

ભારતમાં સ્વચ્છ સ્ટીલ નિર્માણને પ્રોત્સાહન: આર્સેલરમિત્તલના 1GW રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન વીજળી તેના ભારતીય સ્ટીલ નિર્માણ JV ને પ્રાપ્ત થવા લાગી

truthofbharat

શાઓમી ઇન્ડિયાએ ફાયર ટીવીની સાથે Xiaomi QLED FX Pro અને 4K FX સીરીઝ લોન્ચ કરી

truthofbharat